Home /News /tech /

લોકસભા ચૂંટણીમાં 87 હજાર WhatsApp ગુપ્સ દ્વારા મતદારોને કરાશે પ્રભાવિત!

લોકસભા ચૂંટણીમાં 87 હજાર WhatsApp ગુપ્સ દ્વારા મતદારોને કરાશે પ્રભાવિત!

87 હજાર WhatsApp ગુપ્સ દ્વારા મતદારોને કરાશે પ્રભાવિત

મતદારોને પ્રભાવિત કરવા માટે 87 હજારથી વધુ ગ્રુપ વોટ્સએપ પર એક્ટિવ છે

    ન્યૂઝ18 ગુજરાતી: આવતાં મહિનાની 11મી તારીખે લોકસભા ચૂંટણીના પહેલાં તબક્કાનું મતદાન થશે. આવામાં વોટ્સએપ 87,000 ગ્રુપ્સ સાથે લાખો યુઝર્સને રાજકીય સંદેશા દ્વારા પ્રભાવિત કરવા માટે તૈયાર છે. વોટ્સએપ અનુસાર ભારતમાં એના 20 મિલિયન મંથલી એક્ટિવ યુઝર છે, પરંતુ આ ડેટા ફેબ્રુઆરી, 2017નો છે અને કંપનીએ છેલ્લા બે વર્ષથી આ ડેટાને અપડેટ કર્યો નથી.

    હોંગકોંગની કાઉન્ટર પોઇન્ટના રિસર્ચ અનુસાર, ભારતમાં સ્માર્ટફોનની વાત કરીએ તો તે લગભગ 43 કરોડ છે અને એ પ્રમાણે જોવા જઇએ તો 20 કરોડનો આંકડો યોગ્ય નથી. કેમ કે, દરેક લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યાં છે અને બધા પાસે વોટ્સએપ છે. આ અંગે કાઉન્ટર પોઇન્ટ રિસર્ચના સહાયક નિર્દેશક તરુણ પાઠકે કહ્યું કે, 2016ના અંત સુધીમાં ભારતમાં લગભગ 28-30 કરોડ સ્માર્ટફોન યુઝર હતા. આજે સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા 40 કરોડને પાર કરી ગઇ છે. દરેક ઉંમરના લોકો વોટ્સએપ વાપરી રહ્યાં છે. આથી એ કહેવું યોગ્ય હશે કે વોટ્સએપની પહોંચ 30 કરોડથી વધુ ભારતીય સુધી છે. જે દેશમાં ફેસબુક યુઝર્સની લગભગ બરાબર છે અથવા તેનાથી વધુ છે.

    સોશિયલ મીડિયા એક્સપર્ટ અનુપ મિશ્રાએ કહ્યું, મતદારોને પ્રભાવિત કરવા માટે 87 હજારથી વધુ ગ્રુપ વોટ્સએપ પર એક્ટિવ છે. આ ચૂંટણી સિઝનમાં જુદી-જુદી સરકારી નીતિઓ સંબંધિત નકલી આંકડાઓથી લઇને હિંસા માટે ઉશ્કેરતાં સમાચારો, રાજનીતિક સમાચારોને ખોટી રીતે રજૂ કરવા, સરકારી કૌભાંડ, દેશભક્તિ અને હિંદુ રાષ્ટ્રવાદનું પ્રચાર વોટ્સએપ પર જોવા મળશે.

    આ પણ વાંચો: Xiaomiનાં સૌથી સસ્તા સ્માર્ટફોન Redmi Go પર આજે સેલ, JIO આપે છે 2200 રૂનું કેશબેક

    2.2 કરોડ લોકો થઇ શકે છે પ્રભાવિત

    એક ગ્રુપમાં 256 લોકો હોય છે અને જો 87 હજાર ગ્રુપને જોતાં એક સાથે 2.2 કરોડ લોકોને પ્રભાવિત કરી શકાય છે. હવે માની લો કે આવનારા મેસેજને એક યુઝર પાંચ લોકોને ફોરવર્ડ કરી રહ્યો છે તો આ ગ્રુપ્સ મોટી સંખ્યામાં વોટર્સને પ્રભાવિત કરી શકે છે.

    ફેક ન્યૂઝને રોકવા માટે પહેલ

    ફેક ન્યૂઝને રોકાવા માટે વોટ્સએપ હાલમાં જ પહેલ શરૂ કરી છે. ટીવી, રેડિયો અને ડિજિટલ પ્લેટફોર્મ પર જાગૃતતા અભિયાન શરૂ કર્યું છે. ઉપરાંત ફોરવર્ડ મેસેજ એક સાથે પાંચથી વધુ લોકોને નહીં મોકલી શકાય.

    ઉપરાંત કંપની નેસકોમ ફાઉન્ડેશનની મદદથી લગભગ એક લાખ ભારતીયોને ફેક માહિતી જાણકારી મેળવવા માટે પ્રશિક્ષણ આપશે. વોટ્સએપ ઇન્ડિયાના પ્રમુક અભિજીત બોસે હાલમાં જ એક નિવેદનમાં કહ્યું કે, અમને ખુશી છે કે અમે વાયરલ કન્ટેન્ટને સીમિત કરવા અને યુઝરને શિક્ષિત કરવા માટે કરેલા ફેરફારોનો પ્રભાવ પડી રહ્યો છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Loksabha election 2019, Messages, Whatsapp groups

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन