Home /News /tech /

લોકસભા ચૂંટણી 2019ના વલણો જાણવા ચૂંટણી પંચે લોન્ચ કરી મોબાઈલ ઍપ

લોકસભા ચૂંટણી 2019ના વલણો જાણવા ચૂંટણી પંચે લોન્ચ કરી મોબાઈલ ઍપ

સ્કિનશોટ

ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી બાદ થનારી મતગણતરી અંગેના તાજા વલણો અને પરિણામો જાણવા માટે મોબાઈલ ઍપ વોટર હેલ્પલાઇન શરુ કરી છે.

    ન્યૂઝ18 ગુજરાતી :  લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election 2019) ના પરિણામો થોડા સમયમાં મળવા શરુ થઇ જશે. ચૂંટણીપંચે લોકસભા ચૂંટણી બાદની થનારી મતગણતરી અંગેના તાજા વલણો અને પરિણામો જાણવા માટે મોબાઈલ ઍપ વોટર હેલ્પલાઇન શરુ કરી છે.

    ચૂંટણી પંચે ડિજિટલ મોર્ચાનો વિસ્તાર કરતા આ સેવા શરુ કરી છે, આ પૂર્વે ચૂંટણી દરમિયાન વોટર્સ ટર્ન આઉટ રેશિયો જાણવા માટે 'વોટર્સ ટર્ન આઉટ' એપ શરુ કરી હતી.

    વોટર હેલ્પલાઇન એપ એન્ડ્રોઇડ અને આઈફોન વપરાશકારો માટે ઉપલબ્ધ છે. જેને અત્યારસુધીમાં 50લાખ લોકો ડાઉનલોડ કરી ચુક્યા છે. 'વોટર્સ ટર્ન આઉટ' એપને એક લાખ લોકોએ ડાઉનલોડ કરી છે. 'વોટર હેલ્પલાઇન એપ' ઉપર તમામ ઉમેદવારોની વિગતો પ્રાપ્ત થઇ શકશે.



    આ એપ ઉપર 2009 અને 2014 લોકસભા ચૂંટણની વિગતો પણ ઉપલબ્ધ છે. આ એપને જાન્યુઆરી, 2019માં લોન્ચ કરવામાં આવી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Ec, Lok sabha election 2019, Mobile Application

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन