તમારે ક્યા મતદાન કેન્દ્ર પર Vote આપવા જવાનું છે તે આ એપથી જાણો

News18 Gujarati
Updated: April 18, 2019, 10:11 AM IST
તમારે ક્યા મતદાન કેન્દ્ર પર Vote આપવા જવાનું છે તે આ એપથી જાણો
આ એપથી તમે મતદાન કેન્દ્ર વિશે સરળતાથી જાણી શકો છો.

આ એપથી તમે મતદાન કેન્દ્ર વિશે સરળતાથી જાણી શકો છો.

  • Share this:
લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કાના મતદાનની શરુઆત થઇ ચુકી છે. તમે તમારુ મતદાન કેન્દ્ર ક્યા છે તે વિશે જાણતા નથી તો પરેશાન થવાની જરુર નથી, ચૂંટણીપંચે એક એવી એપ લોન્ચ કરી છે. જેની મદદથી તમે સરળતાથી મતદાન કેન્દ્ર વિશે જાણી શકો છો. આ એપનું નામ Voter Helpline છે અને આ એપ સ્ટોરથી ફ્રી મા ડાઉનલોડ કરી શકો છો.

આ એપ્લિકેશનને ખોલવા પર તમારી પાસે મતદાર, ફોર્મ્સ, ફરિયાદ, ઇવીએમ, ચૂંટણી અને પરિણામો જેવા વિકલ્પો હશે. આમાંથી તમારે વોટર સિલેક્ટ કરવું પડશે, જેમાં મતદારને ‘Where is my polling Station?’ પર ક્લીક કરવું પડશે, ત્યાબાદ એક પેઇઝ પર ‘know your polling booth’ નામથી એક લિંક આવશે.

આ પણ વાંચો: Jio યૂઝર્સ માટે ખુશખબર! હવાઇયાત્રા દરમિયાન કરી શકશો ઇન્ટરનેટનો ઉપયોગઆના પર ક્લિક કર્યા બાદ થોડી જાણકારી આપવી પડશે, જેમા મતદારનું નામ, રાજ્ય, મતવિસ્તાર ક્ષેત્ર સહિત કેટલીક માહિતી આપવી પડશે. સંપૂર્ણ વિગત ભર્યા પછી, નીચે સર્ચનો વિકલ્પ દેખાશે, તેના પર ટેપ કરો. હવે મતદાર સ્લિપ તમારી સામે આવશે, જેમાં મતદાન મથકની જાણકારી મળશે તમારે ક્યા મતદાન કેન્દ્ર પર મત આપવા જવાનું છે. તમે આ મતદાર સ્લિપ ડાઉનલોડ પણ કરી શકો છો.

આ ઉપરાંત તમે આ એપ્લિકેશનથી મતદાર જિલ્લા વહીવટની ફરિયાદ સેલની માહિતી પણ મેળવી શકો છો. એટલું જ નહીં, છેલ્લી લોકસભાની ચૂંટણીઓ વિશે આ એપ્લિકેશનમાંથી માહિતી મેળવી શકાય છે. આ ઉપરાંત, તમે EVM ઉપરાંત વીવી પૅટ મશીનનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો તે પણ જાણી શકો છો.
First published: April 18, 2019, 10:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading