આ વખતે લોકસભાની ચૂંટણી 11 મી એપ્રિલથી શરુ થઇને 19 મે, 2019 સુધી 7 તબક્કામાં ચાલશે. જો તમારી ઉંમર 18 વર્ષથી વધુ છે, તો તમારે પણ લોકસભાની ચૂંટણીમાં અને કર્તવ્યમાં મત આપવાનો અધિકાર છે. જો કે તમારી પાસે મતદાન માટે મતદાર યાદીમાં તમારું નામ હોવું આવશ્યક છે. દિલ્હીમાં રહેતા લોકો તેમનું નામ મતદારોની યાદીમાં છે નહી તે જાણવા માંટે તેઓ ઇલેક્ટ્રોરલ સર્ચ વેબસાઇટ અને મતદાર હેલ્પલાઇન એપ્લિકેશન ઉપરાંત SMS દ્વારા પણ ચેક કરી શકે છે. એસએમએસ દ્વારા તપાસ કરવા માટે દિલ્હીવાસીઓએ 7738299899 પર એસએમએસ મોકલવો પડશે. EPIC<space> Voter ID card number અને તેને 7738299899 પર મોકલો.
આ ઉપરાંત નામ ચેક કરવા માટે દિલ્હી એપ્લિકેશનનો ઉપયોગ પણ કરી શકાય છે. વોટર લિસ્ટમાં તમારુ નામ ચેક કરવા માટે મતદાર તેમના વોટર કાર્ડ નંબર અથવા નામ દાખલ કરવું પડશે. એટલું જ નહીં તમે એપની મદદથી નવા મતદાર કાર્ડ માટે પણ એપ્લાઇ કરી શકો છો. સાથે જ જો તમે તમારા મતદાર કાર્ડમાં કોઇ સુધારો કરવા માંગો છો તો તમારા માટે મદદરૂપ થશે. જો તમે મતદાર કાર્ડ માટે અરજી કરી હોય તો તમે આ એપ્લિકેશન દ્વારા તમારા કાર્ડની સ્થિતિ પણ જાણી શકો છો. આ એપ્લિકેશનમાં મતદારો તેમના ચૂંટણી અધિકારી અને Election Officer और BLO (Booth Level Officer)નું નામ પણ જાણી શકે છે.
આટલું આ જ નહીં, આ એપ્લિકેશનની મદદથી દિલ્હીના મતદારો તેમના વિધાનસભા અને સંસદીય મતદાર મંડળની બેઠક વિશે જાણી શકે છે. જો તમારે મતદાર આઈડીમાં ફોટો અપડેટ કરવો હોય અથવા પોલિંગ સ્ટેશન વિશે જાણવું હોય, તો દિલ્હીવાસીઓ આ એપ્લિકેશન દ્વારા થોડી મિનિટોમાં જ કામને નિપટાવી શકે છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર