ઓટો એક્સપો 2018: Piaggioની શાનદાર એન્ટ્રી, લોન્ચ કર્યું આ સ્કૂટર

News18 Gujarati
Updated: February 7, 2018, 2:43 PM IST
ઓટો એક્સપો 2018: Piaggioની શાનદાર એન્ટ્રી, લોન્ચ કર્યું આ સ્કૂટર
કાવાસાકી ઓટો એક્સપોમાં Vulcan S650 રજૂ કરશે. આ બાઈકને તાજેતરમાંજ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે...

કાવાસાકી ઓટો એક્સપોમાં Vulcan S650 રજૂ કરશે. આ બાઈકને તાજેતરમાંજ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે...

  • Share this:
ઓટો એક્સપો 2018ની શરૂઆત થઈ ગઈ છે. જોકે, આ સામાન્ય માણસો માટે નથી ખુલ્યો. મોટી ઓટામોબાઈલ કંપનીઓ આજે મીડિયા સામે પહેલા પોતાની નવી કાર રજૂ કરશે. ઓટો એક્સપોનું આ 14મું એડિશન છે. આ વર્ષના ઓટો એક્સપોમાં 24 નવી ગાડીઓ લોન્ચ થશે, જ્યારે 100થી વધારે વ્હીકલ્સને રજૂ કરવામાં આવશે. સામાન્ય માણસો માટે ઓટો એક્સપો 9 ફેબ્રુઆરીથી ખોલવામાં આવશે.

કઈંક આવી દેખાય છે ટાટા મોટર્સની ફ્યુચર SUV. આ છે ટાટાની X451 કોન્સેપ્ટ કારટાટા મોટર્સે રજૂ કરી H5X કોન્સેપ્ટTVS મોટર કંપનીએ Apache RTR 200 Fi એથનોલ રજૂ કરી. એથનોલને રિન્યૂબલ પ્લાંટ સોર્સિસ દ્વારા લોકલ રીતે જ તૈયાર કરવામાં આવી છે.

ઓટો એક્સપો 2018નું ઔપચારિક ઉદ્ધાટન બપોરે કરવામાં આવશે. 9 થી 14 ફેબ્રુઆરી ઓટો એક્સપો યોજાઈ રહ્યો છે.

કાવાસાકીએ ભારતમાં નિંજા H2 SX રજૂ કરી છે. કંપની ભારતમાં પહેલાથી કાવાસાકી H2 વેંચી રહી છે.


કાવાસાકી ઓટો એક્સપોમાં Vulcan S650 રજૂ કરશે. આ બાઈકને તાજેતરમાંજ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે.


યામાહાની R15 V3.0 બાઈકનું વજન ઘટાડવામાં આવ્યું છે. આ બાઈકમાં 11 લીટર ફ્યૂલ આવશે. R15 V3.0 બાઈકમાં LED હેડલેંપ, નવા ડિઝિટલ ઈન્સ્ટુમેંટ ક્લસ્ટર જેવા ફિચર છે. આ બાઈક રેસિંગ બ્લૂ અને થંડર ગ્રે આ બે કલર ઓપ્શન્સમાં ઉપલબ્ધ હશે.

યામાહાની R15 બાઈક નવા 155.1CC સિંગલ સિલિન્ડર, લિક્વિડ કુલ્ડ ફ્યૂલ ઈજેક્ટ VVA એન્જિનથી પાવર્ડ છે. આ બાઈકમાં 6 સ્પીડ ગેયરબોક્સ છે. આ બાઈક 10,000 rpm પર 19.31 PSનો મેક્સિમમ પાવર જનરેટ કરશે. આ બાઈકામાં સ્લીપર અને આસિસ્ટ ક્લચ છે.


યામાહાએ બાઈક R15 V3.0 ભારતમાં લોન્ચ કરી દીધી છે. આ બાઈકની એક્સ શો-રૂમ કિંમત રૂ. 1.25 લાખ છે.


આ બાઈકને યામાહાએ કઈંક આવા અંદાજમાં પોતાની કોન્સેપ્ટ બાઈક રજૂ કરી


યામાહાની રેસિંગ બાઈક Yamaha R15 રેસિંગ બ્લૂ અને ગ્રે કલરમાં જોવા મળશે. દિલ્હીમાં આ રેસિંગ બાઈકની એક્સ શો-રૂમ કિંમત રૂ. 1.25 લાખ હશે.

ઓટો એક્સપો 2018માં કઈંક આ રીતે જોવા મળી Honda Xblade...

હોન્ડા ઓટો એક્સપોમાં કુલ 11 મોડલ્સ લોન્ચ કરશે.
First published: February 7, 2018, 1:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading