દુનિયાનો સૌથી સ્મોલ PC ભારતમાં લોન્ચ, કિંમત 13,500 રૂપિયા

News18 Gujarati
Updated: March 13, 2018, 11:41 PM IST
દુનિયાનો સૌથી સ્મોલ PC ભારતમાં લોન્ચ, કિંમત 13,500 રૂપિયા
News18 Gujarati
Updated: March 13, 2018, 11:41 PM IST
એલીટગ્રુપ કોમ્પ્યુટર સિસ્ટમ (ECS)એ ભારતમાં પોકેટ કોમ્પ્યૂટર લોન્ચ કરવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે, આ દુનિયાનો સૌથી સ્મોલ પોકેટ સાઈઝ વિન્ડોવ બેસ્ડ કોમ્પ્યૂટર છે. Liva Q નામના આ પર્સનલ કોમ્પ્યૂટરમાં ઈન્ટેલ ઓપોલો લેક પ્રોસેસર આપવામાં આવ્યું છે. આમાં 4GB રેમ સાથે 32GBની emmc સ્ટોરેજ આપવામાં આવી છે. આ મિની કોમ્પ્યૂટરની ખાસિયત તે છે કે, આના દ્વારા મોનિટર પર 4k કન્ટેન્ટ પ્લે કરી શકાય છે. ECS તાઈવાનની કંપની છે અને તે દુનિયાની પાંચમી સૌથી મોટી કોમ્પ્યૂટર મધરબોર્ડ બનાવનાર કંપની પણ છે.

આ મિની કોમ્પ્યુર LIVA Qમાં HDMI 2.0 પોર્ટ સાથે ડ્યુઅલ નેટવર્ક ઓપ્શન આપવામાં આવ્યું છે. જ્યારે કનેક્ટિવિટી માટે આમાં સ્ટેન્ડર્ડ RJ 45 લેન કનેક્ટર આપવામાં આવ્યું છે. આમાં માઈક્રો એસડી સ્લોટ પણ આપવામાં આવ્યો છે, જેના દ્વારા તમે 128GB સુધી મેમોરી વધારી શકો છો.

કંપની અનુસાર આ કોમ્પ્યૂટરની ખાસિયત તેની સાઈઝ છે. દાવો કરવામાં આવ્યો છે કે, આ મીનિ કોમ્પ્યૂટર સૌથી મીનિ પર્સનલ કોમ્પ્યૂટર છે જે 70x70X31.4mmનો છે. આનો વજન માત્ર 260 ગ્રામ છે. એક વાત ધ્યાનમાં રાખો કે, આ ડિવાઈસ સાથે તમને મોનિટર કિબોર્ડ અને માઉસ મળશે નહી.Liva Qની ખાસિયત

- આ ડિવાઈસ પલ્ગ એન્ડ પ્લે કેટેગરીમાં આવે છે. એટલે આમાં મોનિટર, કિબોર્ડ અને માઉસ લગાકર કોમ્પ્યૂટરની જેમ જ યૂઝ કરી શકો છો.

- મોનિટરના રિમોટ દ્વારા આને ઓન અને ઓફ કરી શકો છો.
Loading...

- આ કોમ્પ્યૂટરને સરળતાથી ક્યાંય પણ ફિટ કરી શકાય છે અને એક જગ્યાથી બીજી જગ્યા પણ સરળતાથી લઈ જઈ શકાય છે.

- આ મીનિ પીસીને ઈન્ટરનેટ સાથે કનેક્ટ કરવા માટે આમાં લેન અને વાઈફાઈ બંનેના ઓપ્શન આપવામાં આવ્યા છે. એટલે તમે માત્ર વાઈફાઈ ઈન્ટરનેટ ચલાવી શકો છો.

LIVE q 4GB રેમ અને 32GB ઈન્ટરનલ મેમોરીવાળા વેરિએન્ટની કિંમત 15,500 રૂપિયા છે અને આમાં તમને Windows 10 Home ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવશે. આ કિંમત પર ટેક્સ અલગથી લગાવી શકાય છે. વગર ઓપરેટિંગ સિસ્ટમવાળા કોમ્પ્યુટરની કિંમત 13,500 રૂપિયા છે.

 

 
First published: March 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर