Home /News /tech /WhatsAppની જેમ હવે Facebook મેસેન્જરમાં પણ મેસેજ Delete કરી શકાશે

WhatsAppની જેમ હવે Facebook મેસેન્જરમાં પણ મેસેજ Delete કરી શકાશે

પ્રતિકાત્મક તસવીર

નવા અપડેટમાં ios યુઝર્સ પોતાનો કોઈ પણ મેસેજ 10 મિનિટની અંદર ડિલીટ કરી શકશે.

નવી દિલ્હીઃ ફેસબુક મેસેન્જર યુઝર્સ બહુ ઝડપથી મોકલવામાં આવેલા મેસેજને ડિલીટ કરી શકશે. ફેસબુકે તાજેતરમાં જાણકારી આપી છે કે આ ફિચર નવા વર્ઝનમાં આવશે. જેમાં યુઝર્સ મેસેન્જરમાં મોકલવામાં આવેલા મેસેજને 10 મિનિટની અંદર ડિલીટ કરી શકશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિચર સૌ પ્રથમ iosના વર્ઝન 191.0માં લોંચ કરવામાં આવશે.

ફેસબુકે આ અંગેની જાહેરાત કરતા લખ્યું છે કે, નવા અપડેટમાં ios યુઝર્સ પોતાનો કોઈ પણ મેસેજ 10 મિનિટની અંદર ડિલીટ કરી શકશે. હવે કોઈ યુઝર ભૂલથી કોઈ મેસેજ કે કોઈ તસવીર ખોટા ચેટ પર મોકલી દે છે તો મેસેજ મોકલ્યાની 10 મિનિટની અંદર તેને ડિલીટ કરી શકે છે.

આ નવા ફિચરનો વિચાર આ વર્ષે એપ્રિલમાં આવ્યો હતો.ઓક્ટોબરમાં તેનું ટેસ્ટિંગ શરૂ થયું હતું. રિપોર્ટ પ્રમાણે ફેસબુક યુઝર્સ પોતાના અને જેને મેસેજ મળ્યો છે તેના ઇનબોક્સમાંથી મેસેજને ડિલીટ કરી શકશે.

આ પણ વાંચોઃ અમદાવાદઃ ફેસબુક મિત્ર સમલૈંગિક નીકળ્યો, બ્લોક કરતા બીભત્સ તસવીરો પોસ્ટ કરી

ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ વોટ્સએપ અને ફોટો શેરિંગ એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ પર મોકલવામાં આવેલા મેસેજને ડિલીટ કરવાની સુવિધા પહેલાથી જ ઉપલબ્ધ છે. જોકે, તાજેતરમાં જ વોટ્સએપ તરફથી મેસેજ ડિલીટ કરવાની મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે પ્રમાણે જો યુઝર્સ તરફથી મોકલવામાં આવેલા મેસેજની રિક્વેસ્ટ સામેવાળાને 13 કલાક આઠ મિનિટ અને 16 સેકેન્ડમાં નથી મળતી તો ડિલીટ કરવામાં આવેલો મેસેજ ડિલીટ નહીં કરી શકાય.
First published:

Tags: Facebook, Instagram, Messenger