સાવધાન! તમારા રૂમમાં લાગેલા Light Bulbથી બેડરૂમની દરેક વાત સાંભળી શકે છે હેકર્સ

News18 Gujarati
Updated: June 17, 2020, 6:20 PM IST
સાવધાન! તમારા રૂમમાં લાગેલા Light Bulbથી બેડરૂમની દરેક વાત સાંભળી શકે છે હેકર્સ
Light Bulb દ્વારા હેકર્સ તમારા રૂમની વાતો સાંભળી શકે છે

તમારા ઘરમાં લાગેલા લાઈટ બલ્બને સ્માર્ટ કરવાની જરૂરત નથી. કારણ કે, તમારા ઘરમાં લાગેલો લાઈટ બલ્બ પણ તમારી જાસૂસી કરી શકે છે.

  • Share this:
સ્માર્ટ ડિવાઈસ દ્વારા જાસૂસીના અનેક સમાચાર સામે આવી રહ્યા છે, પરંતુ હવે તેનાથી પણ ચોંકવનારી વાત સામે આવી છે. અત્યાર સુધી આપણે સ્માર્ટફોન, સ્માર્ટ ટીવી, લેપટોપ, ટેબલેટ, સ્માર્ટ ફ્રિજ અથવા સ્માર્ટ માઈક્રોવેવના કારણે ડેટા લીક થવાની વાત સાંભળી હતી. પરંતુ તમને જાણીને હેરાની થશે કે, તમારા ઘરમાં લાગેલા લાઈટ બલ્બને સ્માર્ટ કરવાની જરૂરત નથી. કારણ કે, તમારા ઘરમાં લાગેલો લાઈટ બલ્બ પણ તમારી જાસૂસી કરી શકે છે.

ઈધરાયલની બેનગુરિઅન યુનિવર્સિટી અને વાઈઝમાન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સના રિસર્ચરે એક અનોખી રીત વિકસીત કરી છે, જેમાં માત્ર લાઈટ બલ્બને જોવા પર તમારી રૂમની વાત સાંભળી શકાય છે. રિસર્ચર્સે આને Lamphone એટેક નામ આપ્યું છે. બતાવવામાં આવ્યું કે, લાઈટ બલ્બના વાઈબ્રેશનથી રિયલ ટાઈમ પેસિવ રિકવંભળી શકાય છે. રી સાઉન્ડ દ્વારા ઓછા અવાજે કરવામાં આવી રહેલી વાતચીતને 25 મીટર દૂરથી સાંભળી શકાય છે. આ એટેકને રિમોટ ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ સેન્સર દ્વારા પરફોર્મ કરવામાં આવી શકે છે, જેથી લાઈટ બલ્બના સાઉન્ડ પ્રતિ ફિક્વન્સી રિસ્પોન્સને એનલાઈઝ કરી શકાય છે.

રિસર્ચરે લાઈટ બલ્બ દ્વારા આ રીતે સાંભળી વાતો

તેમણે એક અલ્ગોરિધમ બનાવ્યું છે, જે લાઈટ બલ્બની ફિક્વન્સી અને વાઈબ્રેશનથી કલેક્ટ કરવામાં આવેલા ઓપ્ટિકલ માપથી સાઉન્ડને રિકવર કરી શકાય છે. રિસર્ચર્સે લેપ્ફોન એટેકને એક ઓફિસ બિલ્ડીંગમાં ટેસ્ટ કર્યું. અહીં પરદાવાળી દિવાલ અને લટકતા 12 Wattનો E27 LED Bulb હતો. ધ્યાન રહે કે, આ કોઈ સ્માર્ટ બલ્બ નથી.

તેમણે બ્રિજ પર અલગ-અલગ લેન્સ ડાયમીટર (10, 20, 35cm)વાળા ત્રણ ટેલિસ્કોપ રાખ્યા. રિસર્ચર્સે આગલ જણાવ્યું કે, SNR જે દરેક ટેલિસ્કોપથી પ્રાપ્ત ઓપ્ટિકલ માપથી પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. અને માઈક્રોફોનથી પ્રાપ્ત ધ્વનિક માપને આગામી ગ્રાફમાં પ્રસ્તુત કરવામાં આવ્યા. તેમાં મળેલા રિઝલ્ટ પર તેમણે ઈક્વાલાઈઝર બનાવવામાં આવ્યું. આ ટીમમાં બેનગુરિઅન યુનિવર્સિટીના Ben Nassi, Yaron Pirutin, Yuval Elovici અને Boris Zadov નામના રિસર્ચર અને વાઈઝમાન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સના Negev અને Adi Shamir સામેલ છે.

આ રીત એટલી સટીક છે કે, પ્રાપ્ત કરવામાં આવેલા અવાજને ઓડિયો ડિસ્કવરી ેપ જેવા શાઝમમાં પ્લે કરી શકાયું. શાઝમ એક એવી એપ છે, જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા મ્યુઝિક ટ્રેકને સમજી લે છે અને માત્ર મ્યુઝિકથી ગીતને ઓળખી શકે છે.
First published: June 17, 2020, 6:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading