LG સ્માર્ટફોનના ચાહકો માટે ખરાબ સમાચાર, કંપની આ તારીખથી સંકેલી લેશે કારોબાર

LG સ્માર્ટફોનના ચાહકો માટે ખરાબ સમાચાર, કંપની આ તારીખથી સંકેલી લેશે કારોબાર
પ્રતિકાત્મક તસવીર

દક્ષિણ કોરિયાની પ્રમુખ કંપની એલજી હવે સ્માર્ટફોન વિભાગના કર્મચારીઓને અન્ય યુનિટમાં ટ્રાન્સફર કરી રહી છે. હવે એલજી બીજા ધંધા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

  • Share this:
સ્માર્ટફોન બનાવનાર દિગ્ગજ કંપની એલજી ઇલેક્ટ્રોનિક્સ પોતાનો સ્માર્ટફોન બિઝનેસ સંકેલી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ એલજીમાં ડાયરેક્ટર ઓફ બોર્ડ દ્વારા એલજીના મોબાઈલ ફોન બિઝનેસને બંધ કરવાની મંજૂરી ક્યારની અપાઈ ચુકી હતી. સ્માર્ટફોનના ધંધામાં કંપનીને ભારે નુકસાન સહન કરવું પડતું હોવાથી આ પગલું ભરાયું છે. દક્ષિણ કોરિયાની પ્રમુખ કંપની એલજી હવે સ્માર્ટફોન વિભાગના કર્મચારીઓને અન્ય યુનિટમાં ટ્રાન્સફર કરી રહી છે. હવે એલજી બીજા ધંધા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

વર્તમાન સમયે એલજીનું ધ્યાન ઇલેક્ટ્રોનિક વાહનોના સાધનો, કનેક્ટેડ ડિવાઇસ, સ્માર્ટ હોમ્સ, રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બિઝનેસ ટૂ બિઝનેસ જેવા ગ્રોથ આપતા ક્ષેત્રોમાં કેન્દ્રિત છે. આગામી 31 જુલાઈ સુધીમાં કંપની મોબાઈલ કારોબાર બંધ કરી દેશે તેવી શકયતા છે.



આ પણ વાંચો - ચોંકાવનારો રિપોર્ટ: વર્ષ 2025 સુધીમાં જશે દર 10માંથી 6 લોકોની નોકરી

ઉલ્લેખનીય છે કે, ગત મહિને બ્લૂમબર્ગના રિપોર્ટમાં જણાવાયું હતું કે, એલજી ટૂંક સમયમાં મોબાઇલ ફોનનો કરોબાર વેચવાના સ્થાને બંધ કરી દેશે. કંપની કથિત રીતે મોબાઈલ ફોન ડિવિઝનના વેચાણ માટે વિયેતનામના વેનગ્રુપ, JSC અને જર્મન ઓટોમેટિવ દિગ્ગજ ફોક્સવેગન એજી સાથે વાતચીત કરી રહી હતી.

અલબત્ત એલજી મોબાઈલનું શૂટિંગ અટકી પડ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં એલજી એવા સ્માર્ટફોનના ડેવલપમેન્ટ પાછળ લાગી હતી જે પહેલેથી જ કંપનીના પ્લાનનો હિસ્સો હતા. થોડા સમય પહેલાં મોબાઈલ ક્ષેત્રમાં માંધાતા નોકિયા અને બ્લેકબેરી ગણાતા હતા. જોકે, સેમસંગ અને એલજીએ પણ મેદાન માર્યું હતું.

આ પણ વાંચો - માત્ર 5000 રૂપિયામાં શરૂ કરો આ વ્યવસાય, દર મહિને 50000થી વધુની થશે આવક, જાણો - કેવી રીતે

વર્તમાન સ્થિતિમાં બ્લેકબેરી બંધ થઈ ચૂકી છે. નોકિયા અત્યારે મૂળ કંપની એચએમડી ગ્લોબલના હેઠળ સ્માર્ટફોન વેચે છે. જોકે, નોકિયા જૂનો સુવર્ણ સમય ફરી પરત લાવવામાં નિષ્ફળ રહી છે. હવે એલજી પણ ઇતિહાસ બની જશે. કંપનીના જણાવ્યા મુજબ, અલગ અલગ ક્ષેત્રોમાં એલજી સમય સાથે હાલના મોબાઈલના ગ્રાહકો માટે સર્વિસ સપોર્ટ અને સોફ્ટવેર અપડેટ આપશે.
Published by:News18 Gujarati
First published:April 05, 2021, 19:27 pm

ટૉપ ન્યૂઝ