ઘરની છત પર લગાવનારા પંખા હવે વધુ સ્માર્ટ બની રહ્યા છે. જાણીતી ટેક કંપની આવો જ પંખો લઇને આવી છે જે ઇન્ટરનેટ ઑફ થિંગ્સ (IoT) સપૉર્ટ સાથે આવે છે. આ પંખામાં ડ્યુઅલ વિંગ ફેન બ્લેડ આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે તે મોટા રુમમાં એકસરખી હવાનો પ્રવાહ આપે છે. આ પંખામાં તમને એલઇડી ડિસ્પ્લે પણ મળશે, જેની કિંમત 16,99o રૂપિયા છે. એલજીએ આ પંખામાં અદ્યતન ઇન્વર્ટર મોટરનો ઉપયોગ કર્યો છે. કંપનીનું કહેવું છે કે આ સલામતી વધારવા સાથે પંખાનું ટકાઉપણું અને વિશ્વસનીયતામાં સુધારો કરે છે.
ગૂગલ સહાયકથી સજ્જ
એલજીની આ નવી સીલિંગ ફેન વાઇ-ફાઇ સાથે આવે છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તે એમેઝૉન એલેક્ઝા અને ગૂગલ સહાયકને પણ સપૉર્ટ કરે છે. આ સિવાય આ પંખામાં LG SmartThinQ એપ આપવામાં આવી છે. આ એપ્લિકેશનથી યૂઝર પંખાને સ્માર્ટફોન અને ટેબલેટથી નિયંત્રિત કરી શકે છે.
કંપનીનો દાવો છે કે લૉન્ચ થયેલા આ પ્રીમિયમ સીલિંગ પંખો પરંપરાગત પંખાની તુલનામાં ટ્યૂબલેસથી 22 ટકા સુધી કામ કરે છે. આમાં આપેલા ખાસ વિંગ્સ રુમના દરેક ખૂણામાં હવા પહોંચાડે છે. આ પંખાની એક વધુ ખાસિયત છે કે આ તેજ ગતિમાં ચાલવા પર પણ ખૂબ જ ઓછો અવાજ કરે છે.
મચ્છર ભગાડવાનું કામ પણ કરશે
જો તમે રાત્રે મચ્છરને લીધે શાંતિથી સૂઈ શકતા નથી, તો આ પંખો તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. કંપનીએ તેમાં વિશેષ Mosquito Away ટેકનોલોજી આપી છે જે મચ્છરોને રૂમની બહાર રાખે છે. આ સાથે આ પંખામાં સ્લીપ મૉડ પણ આપવામાં આવ્યો છે, જે રાત્રે પંખાની સ્પીડને નિયંત્રિત રાખે છે. આ પંખો 2 વર્ષની વૉરંટિ સાથે આવે છે. એલજીએ આ વર્ષે જુલાઈમાં સીલિંગ ફેન સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. કંપનીએ 5 આઈઓટી સપૉર્ટ સાથે પંખાને લૉન્ચ કર્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર