ભારતમાં આવી 2.32 કરોડ રૂપિયાની ધાકડ SUV, 7 સેકન્ડમાં પકડે છે 100ની સ્પીડ

News18 Gujarati
Updated: May 22, 2018, 3:24 PM IST
ભારતમાં આવી 2.32 કરોડ રૂપિયાની ધાકડ SUV, 7 સેકન્ડમાં પકડે છે 100ની સ્પીડ

  • Share this:
Lexusએ ભારતીય બજારમાં LX 570 SUVને લોન્ચ કરી દીધી છે. કંપનીએ આ નવી SUVની કિંમત 2.32 કરોડ રૂપિયા (એક્શ-શો રૂમ) રાખી છે. સાથે જ લેક્સસે LX 570 માટે દેશભરના બધા જ ડિલરશિપ પાસેથી બુકિંગ પણ શરૂ થઈ ગઈ છે.

Lexus LX 570 કંપનીની ફ્લેગશિપ SUV છે. આના ઈન્ટીરિયરની વાત કરીએ તો આમાં લેધર સીટ અપહોલ્સટ્રી અને સોફ્ટ ટચ મટેરિયલ સાથે ડ્યુઅલ-ટોન થીમ આપવામાં આવી છે. આના કેબિનમાં 12.3 ઈંચની ટચસ્ક્રિન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 14 સેન્સર્સ સાથે ઓટોમેટિક ક્લાઈટમેન્ટ કંટ્રોલ અને 19 સ્પીકર્સ સાથે માર્ક લેવિનસન ઓડિયો સિસ્ટમ આપવામાં આવી છે.

આ SUVના બીજા ફિચર્સની વાત કરીએ તો આમાં વાયરલેસ ચાર્જિંગ, હેડ્સ-અપ ડિસ્પલે, કૂલ-સીટ્સ અને રિયર પેસેન્જર્સ માટે 11.6 ઈંચ LCD ડિસ્પલે સાથે રિયર એન્ટરટેન્મેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. Lexus LX 570 એક સેવન સીટર SUV છે, જેનો થર્ડ રોવ ફોલ્ડ થઈ શકે છે.LEXUS LX 570માં એક 5.7 લીટર V8 પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યો છે, જે 368bhpનું પાવર અને 530Nmનું ટાર્ક જનરેટ કરે છે. આ કાર 0-100km/hની સ્પીડ માત્ર 7.7 સેકેન્ડમાં પકડી શકે છે. આમાં અલગ-અલગ ડ્રાઈવિંગ કન્ડીશનમાં એડજસ્ટ કરવા માટે મલ્ટી-ટેરેન સેલેક્ટ સિસ્ટમ પણ આપી છે.
First published: May 22, 2018
વધુ વાંચો
अगली ख़बर