OMG: હવે આ ફોનમાં હોઇ શકે છે 100 મેગાપિક્સેલનો કેમેરો

News18 Gujarati
Updated: March 29, 2019, 9:43 AM IST
OMG: હવે આ ફોનમાં હોઇ શકે છે 100 મેગાપિક્સેલનો કેમેરો
100 મેગાપિક્સલનો કેમેરા ધરાવતો સ્માર્ટફોન બજારમાં આવી શકે છે. લેનોવો કંપની આ લોન્ચ કરવાની તૈયારીમાં છે.

100 મેગાપિક્સલનો કેમેરા ધરાવતો સ્માર્ટફોન બજારમાં આવી શકે છે. લેનોવો કંપની આ લોન્ચ કરવાની તૈયારીમાં છે.

  • Share this:
48 મેગાપિક્સલનો કેમેરો ટ્રેંડમાં છે, લેનોવો 100 મેગાપિક્સલનો કેમેરા ધરાવતો આ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. તમે ફોનને જોઇને કહેશો કે સ્માર્ટફોનમાં કેમરો છે કે કેમેરામાં સ્માર્ટફોન.

ચીની સ્માર્ટફોન નિર્માતા લેનોવો મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ દરમિયાન 5G કેનેક્ટિવિટી ધરાવતો સ્માર્ટફોન વિશે જણાવ્યું હતુ જેમા HyperVision કેમેરા આપવામાં આવશે. રિપોર્ટ અનુસાર આ ફોન લેનોવો Z6 પ્રો હશે અને તેમા 100 મેગાપિક્સેલનો રિયર કેમેરો હશે.

ગિજ ચીનના રિપોર્ટ અનુસાર તેમા 1 બિલિયન પિક્સેલ્સ એટલે કે 100 મેગાપિક્સેલનો કેમેરો હશે અને કંપનીએ MWC દરમિયા કહ્યું હતુ કે તેમા સુપર મૈક્રો મોડ્સ આપવામાં આવશે. આજકાલ કંપનીઓ પિક્સેલ બાઇનિંગ ટેકનોલોજી પણ તેમના સ્માર્ટફોન માટે યૂઝ કરી રહી છે અને લેનોવો પણ આવું જ કરવાની તૈયારીમાં છે.

આ પણ વાંચો:  ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે લોન્ચ થશે OnePlus 7, શું હશે કિંમત?



અત્યાર સુધીમાં બજારમાં 48 મેગાપિક્સલનો કેમેરો ટ્રેન્ડમાં છે અને ભારતીય બજારોમાં પણ કેટલાંક સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે, જેમાં 48 મેગાપિક્સલનો કેમેરો છે. એટલું જ નહીં, સ્માર્ટફોનમાં કેમેરાની સંખ્યા પણ વધી રહી છે. પહેલા બે, પછી ત્રણ અને હવે ચારથી પાંચ પાછળનાં કેમેરા સાથે સ્માર્ટફોન પણ છે.અમેરિકન ચિપમેકર ક્યુઅલકોમે એમ પણ કહ્યું કે 100 મેગાપિક્સલનો કેમેરો હકીકત હોઈ શકે છે. હાલમાં, કંપનીએ સ્પષ્ટ કર્યું નથી કે સ્માર્ટફોન 100 મેગાપિક્સલ સાથે લોન્ચ કરવામાં આવશે પરંતુ આશા Z6 પ્રો ની છે.

લેનોવો ઝેડ 6 પ્રો ના ફિચર વિશે વાત કરીએ તો કંપનીનો હાઇ એન્ડ સ્માર્ટફોન હશે અને તેમા ક્વાલમકોમ સ્નેપડ્રેગન 855 પ્રોસેસર સાથે 8જીબી રેમ આપવામાં આવી શકે છે. રિપોર્ટ અનુસાર તેમા ટોપ વેરિએન્ટ 10 જીબી રેમ હોઇ શકે છે.
First published: March 29, 2019
વધુ વાંચો
अगली ख़बर