આ ફોનની બેટરી 0% થયા પછી પણ કરી શકશો અડધો કલાક વાતો, ડિસ્પલે પણ છે ખાસ

આ ફોનની બેટરી 0% થયા પછી પણ કરી શકશો અડધો કલાક વાતો, ડિસ્પલે પણ છે ખાસ

 • Share this:
  લેનોવો માર્કેટમાં એક નવો મોબાઈલ ફોન લાવવાની તૈયારીમાં છે. લેનોવોના આ ફોનને લઈને બજારમાં અવનવી ચર્ચાઓ જોવા મળે છે. લેનોવાના આ ફોનનું નામ Z5 છે. કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ ચાંગ ચેનને પાછલા દિવસોમાં Weibo પર પોસ્ટ કર્યું છે. કે, આ સ્માર્ટફોનમાં 4TB (ટેરાબાઈટ)ની મોટી ઈન્ટરલ સ્ટોરેજ સ્પેસ હશે, એટલે કે, ફોનમાં 2,000 ફિલ્મો, 1.50 લાખ સોંગ અને 15 લાખ ફોટો સ્ટોર કરી શકાય છે. તે ઉપરાંત આ ફોનમાં વધુ એક ખાસિયત છે કે, તેની બેટરી સાથે જોડાયેલ છે.

  જાણકારી અનુસાર આ ફુલ સ્ક્રિનવાળો ફોન હશે. લેનોવોના વીપી, ચેંગે દાવો કર્યો છે કે, લેનોવોના આ નવા મોબાઈલનો સ્ટેન્ડબાય ટાઈમ 45 દિવસનો હશે. એટલે જો તમે આ ફોનની બેટરીને એકવાર ફુલ ચાર્જ કરીને રાખી દેવામાં આવે તો તે 45 દિવસ સુધી ચાલશે. 45 દિવસ એટલે લગભગ 1080 કલાક સુધી બેટરી સ્ટેન્ડબાય ટાઈમ ત્યારે જ સંભવ છે, જ્યારે લેનોવોએ Z5માં ખુબ જ પાવરફુલ બેટરી લગાવી હોય.  તે ઉપરાંત આ ફોનનો નવો એક પોસ્ટ સામે આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, આ ફોનની બેટરી 0% ટકા થઈ જાય છે, તો પણ આ 30 મીનિટ સુધીનું ટોકટાઈમ સમય આપી શકે છે. જણાવી દઈએ કે, પોસ્ટર લેનોવોના વીપી ચેંગની Weiboના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.  લેનોવોના વાઈસ પ્રેસિડેન્ટ ચેંગ સતત સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર આ ફોનના ફિચર્સ શેર કર્યા છે. હવે તેમને 45 દિવસ સુધી સ્ટેન્ડબાય ટાઈમની વાત કહી છે. જોકે, તે જોવા લાયક રહેશે કે, વોઈસ કોલ, વીડિયો પ્લેબેક અને વેબ બ્રાઉજિંગ કરવા પર આ ફોનની બેટરી કેટલા કલાક ચાલે છે. એવા સમાચાર મળી રહ્યાં છે કે, કંપની 14 જૂને થનાર ઈવેન્ટમાં લેનોવો Z5ને લોન્ચ કરી શકે છે, આમ મોબાઈલ લોન્ચિંગ બાદ જ ખબર પડશે કે, ટીઝરમાં બતાવેલ કેટલી વાતો સાચી છે.

  ચેંગે પોતાના Weibo પોસ્ટમાં જણાવ્યું છે કે, લોન્ચ ઈવેન્ચથી જોડાયેલ ઈન્વિટેશન્સની જાહેરાત કરવામાં આવશે. શરૂમાં આવેલ ટીઝરમાં કહેવામાં આવ્યું હતું કે, લેનોવો Z5માં ફુલ સ્ક્રીન ડિસ્પલે હશે. આમાં કહેવામાં આવ્યું હતું કે, ઉપરના ભાગે કોઈ જ કાપો હશે નહી, ત્યાર બાદ લેનોવો Z5ના કેમેરા સેમ્પલ્સ લીક થયા. લીક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, સ્માર્ટફોનમાં AI ડ્યુઅલ કેમેરા હશે. ચેંગે આ ફોનને લઈને દાવો કર્યો છે કે, આમાં એટલી બધી સ્ટોરેજ છે કે, 2000 HD ફિલ્મો, 1.50 લાખ મ્યૂઝીક ફાઈલ અને 10 લાખથી વધારે ફોટો સરળતાથી આવી જશે.
  Published by:News18 Gujarati
  First published:May 26, 2018, 14:07 pm

  ટૉપ ન્યૂઝ