Lenovoનો આ ફોન આખો વળી જશે, જુઓ લીક થયેલો વીડિયો

લેનોવો ફોલ્ડેબલ ફોન

વીડિયોમાં આપ જોઇ શકોછો કે ફોન સહેલાઇથી હાથ પર પહેરી પણ શકાય છે. એટલો ફોલ્ડ થઇ શકે છે

  • Share this:
    જ્યાં સેમસંગ અને હુવાવેમાં એવી હોડ છે કે કઇ કંપની પહેલાં સહેલાઇથી વળી જાય તેઓ સ્માર્ટ ફોન લોન્ચ કરશે. ત્યાં લેનોવોએ ચુપચાપ તેનો પહેલો ફોલ્ડેબલ ફોનનો વીડિયો જાહેર કરી દીધો છે. આ વીડિયોમાં ફોનની સ્ક્રીનને 90 ડિગ્રી સુધી બેન્ડ થતો બતાવવામાં આવ્યો છે. લેનોવોએ આ ફોનનો શોર્ટ વીડિયો ટિઝ જાહેર કર્યુ છે. જેમાં લેનોવો તરફથી weiboનાં અકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેને યૂટ્યૂબ પર પણ અપલોડ કરવામાં આવ્યું છે.

    વીડિયોમાં આ ફોનને એક વ્યક્તિ બેન્ડ કરતો નજર આવે છે. ફોનને 90 ડિગ્રી સુધી બેન્ડ કરી શકાય છે. અને તે સહેલાઇથી બેન્ડ પણ કરી શકાય છે. એવું લાગી રહ્યું છે કે આ ફોનને હાથમાં લપેટીને પણ ઉપયોગમાં લઇ શકાય છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, ફોન લાંબો અને ઘણો જ પતલો છે. જેનાંથી માલુમ પડે છે કે તેને ઘડિયાળની જેમ પહેરી પણ શકાય છે.

    ગત રિપોર્ટની વાત કરે તો તેને કહેવામાં આવ્યું હતું કે, લેનોવોનો ફોલ્ડ થતો ફોન 4.35 ઇંચ AMOLED ડિસ્પ્લેની સાથે આવશે જોકે આ વીડિયોમાં તે માલૂમ નથી કે ફોનનાં ડિસપ્લે LCD અને AMOED માંથી કઇ સક્રિન છે.



    Weibo પોસ્ટ અનુસાર આ ફોન ઓક્ટોબરમાં લોન્ચ થશે જોકે હજુ સુધી તેની તારીખ જાહેર થઇ નથી. આ પહેલાં લેનોવોએ સ્લાઇડર ફોનનો રેન્ડર શેર કર્યો હતો. આ ફોન ટૂંક સમયમાં જ માર્કેટમાં આવશે. જોકે હાલમાં કંપની તરફથી આ ફોલ્ડેબલ ફોન અંગે વધુ કોઇ માહિતી શેર કરવામાં આવી નથી.

    આપને જણાવી દઇએ કે, સેમસંગ, શિયોમી અને હુવાવે પણ ફોલ્ડેબલ ફોન બનાવવા પર કામ કરી રહ્યાં છે. એવું માનવામાં આવે છે કે, સેમસંગ તેને Galaxy X નામ આપી શકે છે. અને તેને MWC 2019માં લોન્ચ કરી શકે છે. આ ફોન અંગે સેમસંગનાં સીઇઓ ડીજે કોહે જાણકારી આપી હતી.
    First published: