Home /News /tech /

Maruti Alto અને Swiftને બદલે લોકો ખરીદી રહ્યા છે આ સસ્તી કાર! 34 kmની આપે છે માઇલેજ

Maruti Alto અને Swiftને બદલે લોકો ખરીદી રહ્યા છે આ સસ્તી કાર! 34 kmની આપે છે માઇલેજ

આ કારની કિંમત તો ઓછી જ છે, સાથે તેની માઇલેજ 34kmથી પણ વધુ છે.

સસ્તી કારના સેગમેન્ટમાં Maruti Alto અને Swift સૌથી વધુ વેચાય છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં એવું જોવા મળ્યું છે કે તેના સેલમાં ઘટાડો થયો છે. લોકો આ દિવસોમાં આ બંને કારને બદલે એક બીજી કારને ખરીદવાનું પસંદ કરી રહ્યા છે, જેની કિંમત તો ઓછી જ છે, સાથે તેની માઇલેજ 34kmથી પણ વધુ છે.

વધુ જુઓ ...
    Best Car Under Rs 6 Lakh: ભારતમાં નાની કારની માંગમાં ક્યારેય ઘટાડો નથી થતો. આ એક એવું સેગમેન્ટ છે જે સતત ગ્રાહકોને આકર્ષી રહ્યું છે. ઓછી કિંમત, ઓછું મેન્ટેનન્સ, ઇઝી ડ્રાઇવ અને સારી માઇલેજને લીધે લોકો આ સેગમેન્ટની કારને ખૂબ પસંદ કરી રહ્યા છે. જો વેચાણના આંકડા પર નજર નાખીએ તો આ સેગમેન્ટમાં Maruti Alto અને Swift સૌથી વધુ વેચાતી કારોમાંથી એક છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં એવું જોવા મળ્યું છે કે તેના સેલમાં ઘટાડો થયો છે અને લોકો આ દિવસોમાં આ બંને કારને બદલે એક બીજી કારને વધુ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે જેની કિંમત ઓછી તો છે જ, સાથે તેની માઇલેજ 34kmથી પણ વધુ છે, આવો જાણીએ આ કાર વિશે...

    મોટા પાયે વેચાઈ રહી છે આ કાર

    Maruti Alto અને Swiftને પાછળ મૂકીને કંપનીની જ WagonRએ વેચાણ મામલે પહેલું સ્થાન મેળવી લીધું છે. મારુતિ સુઝુકી WagonRને આ સમયે લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વેચાણની વાત કરીએ તો ગયા મહિને (April 2022) WagonRના કુલ 17,766 યુનિટ્સનું વેચાણ થયું જ્યારે Altoના 10,443 યુનિટ્સનું વેચાણ થયું, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે ગયા વર્ષે એપ્રિલ મહિનામાં 17,303 Alto કાર વેચાઈ, જે આ વખતે 40 ટકા ઓછી છે.

    આ પણ વાંચો: 6 લાખ રૂપિયામાં મળશે 31Km સુધીની માઇલેજ! સ્પેસમાં પણ જોરદાર છે આ સસ્તી CNG સેડાન કાર

    તો બીજી બાજુ Swiftના ગયા મહિને માત્ર 8,898 યુનિટ્સનું વેચાણ થયું. ગયા વર્ષના એપ્રિલ મહિનામાં કંપનીએ આ કારના 18,316 યુનિટ્સનું વેચાણ કર્યું હતું, જે આ વખતે 51 ટકા ઓછું છે. આ મારુતિ સુઝુકી માટે ખરેખર ચિંતાનો વિષય છે.

    આખરે શા માટે Maruti WagonR આટલી પસંદ કરવામાં આવે છે?

    મારુતિ સુઝુકીની ટૉલ બૉયના નામથી જાણીતી હેચબેક WagonRની ડિઝાઇન ખૂબ આકર્ષે છે, તેની ડિઝાઇન ગ્રાહકોને કોન્ફિડન્સ અપાવે છે. આ ઉપરાંત, આ કારમાં સ્પેસ ખૂબ સારી મળે છે અને તેમાં 5 લોકો સરળતાથી બેસી શકે છે, સાથે જ આ કારના Bootમાં પણ સારી જગ્યા મળી જાય છે.

    આ પણ વાંચો: ભારતમાં લોન્ચ થશે બીએમડબલ્યુની i4 ઇલેક્ટ્રિક સેડાન, જાણો તેના વિશે 5 જરૂરી બાબતો

    આ કાર 1-લિટર અને 1.2-લિટર પેટ્રોલ એન્જિનમાં ઉપલબ્ધ છે અને સાથે જ તમને તેમાં CNG નો વિકલ્પ પણ મળે છે જે 34.05km/kg ની માઇલેજ આપે છે. જો તમારું બજેટ 6 લાખ રૂપિયાથી ઓછું છે, તો તમારે ચોક્કસપણે આ કાર પર વિચાર કરવો જોઈએ. મારુતિ સુઝુકી વેગનઆરની કિંમત 5.47 લાખથી શરૂ થાય છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Auto news, Automobile, Gujarati tech news, Maruti suzuki, Wagonr

    આગામી સમાચાર