7,000 રૂ.માં મોબાઇલ રિપેરિંગ કરતા શિખો અને કરો લાખોની કમાણી

News18 Gujarati
Updated: July 25, 2018, 11:40 AM IST
7,000 રૂ.માં મોબાઇલ રિપેરિંગ કરતા શિખો અને કરો લાખોની કમાણી
પ્રતિકાત્મક તસવીર

શું તમને ખબર છે કે મોબાઇલની આ જાણકારી તમને લાખો રૂપિયાની કમાણી કરાવી શકે છે.

  • Share this:
આજના જમાનામાં મોબાઇલ ફોનની જાણકારી બધાને હોય છે.  શું તમને ખબર છે કે મોબાઇલની આ જાણકારી તમને લાખો રૂપિયાની કમાણી કરાવી શકે છે. જો નથી ખબર તો મોબાઇલ રિપેરિંગ શિખીને લાખો રૂપિયાની કમાણી કરી શકો છો.

સરકારી એજન્સી નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન (NSIC)ને ટેક્નિકલ સર્વિસ સેન્ટરે મોબાઇલ રિપેરિંગ કોર્સ શરૂ કર્યો છે. આ કોર્સ 80 કલાકનો છે. જેની શરૂઆત સોમવારે થશે. કોર્સ માટે ધોરણ 10 પાસ કોઇપણ વ્યક્તિ એપ્લાસ કરી શકે છે. જ્યારે સરકારની બીજી એજન્સી MSME ડેવલોપમેન્ટ ઇન્સ્ટીટ્યૂટે એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જેમાં કહ્યું છે કે, જો કોઇ વ્યક્તિ મોબાઇલ સર્વિસ સેન્ટર ખોલવા ઇચ્છે તો 3 લાખ રૂપિયાનું રોકાણ કરીને વર્ષે 4.50 લાખની સુધીની કમાણી કરી શકે છે.

કેવી રીતે કરી શકો છો ટ્રેનિંગ માટે એપ્લાય?

મોબાઇલ રિપેરિંગની ટ્રેનિંગ તમે ખાનગી ટ્રેનિંગ સેન્ટરથી પણ મેળવી શકો છો. પરંતુ આના માટે તમારે વધારે પૈસા આપવા પડશે. જો તમારે સરકારી ઇન્સ્ટીટ્યૂટમાંથી ટ્રેનિંગ લેવી છે તો તમારે ઓછા પૈસા આપવા પડશે. અહીંથી આપેલું સર્ટિફિકેટની વેલ્યુ પણ વધારે હશે. NSICના ટ્રેનિંગ પ્રોગ્રામમાં એનરોલ કરાવવા માટે તમારે 7000 રૂપિયા આપવા પડશે જેમાં તમને 80 કલાકો કોર્સ કરાવવામાં આવશે. જેના ટેક્નિકલ સેન્ટર દિલ્હીમાં ઓખલા, પંજાબના રાજપુરા, ઉત્તર પ્રદેશના અલીગઢ, તેલંગમાના હૈદરાબાદ, તમિનલાડુના ચેન્નાઇ, પશ્વિમ બંગાળના હાવડા, ગુજરાતના રાજકોટ, સહિતના વિવિધ રાજ્યોમાં છે. આ સેન્ટરમાં તમે તેમાનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો. આ ઉપરાંત તમે http://www.nsic.co.in/NTSC/Main.aspx લિંક ઉપર જઇને સેન્ટરની સંપૂર્ણ જાણકારી મેળવી શકો છો.

સર્વિસ સેન્ટરની પણ કરી શકો છો શરૂઆત

આ ટ્રેનિંગ સેન્ટરમાંથી ટ્રેનિંગ લીધા બાદ તમે પોતાનું સર્વિસ સેન્ટર ખોલી શકો છો. જેના માટે તમારી પાસે પૈસા ન હોય તો તમે સરકારની મદદ પણ લઇ શકો છો. મિનિસ્ટ્રી ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ અંતર્ગત કામ કરી રહેલા એમએસએમઇ ડેવલોપમેન્ટ ઇન્સ્ટીટ્યૂટ દ્વારા એક રિપોર્ટ તૈયાર કરાવમાં આવી છે. જેના અનુસાર સર્વિસ સેન્ટરની શરૂઆત કરવા માટે આશરે ત્રણ લાખ રૂપિયાની જરૂર પડશે. જો તમે આના માટે લોન લેવા ઇચ્છતા હોવ તો માત્ર 25 ટકા જ આપવાના રહેશે. રિપોર્ટ પ્રમાણે 75 ટકા લોન તમે બેન્કથી લઇ શકો છો.આટલો થશે ફાયદો

રિપોર્ટ પ્રમાણે જો તમે તમારી ક્ષમતાનો પુરો ઉપયોગ કરો તો તમે દિવસમાં 10 ફોન રિપેર કરી શકો છો. તમને ફોન ઉપર સરેરાશ 500 રૂપિયા મળશે. જો તમે 300 દિવસ સુધી સેન્ટર ખોલો છો તો તમારી કમાણી 15 લાખ રૂપિયા હશે. તમારો વાર્ષીક ખર્ચ 10 લાખ રૂપિયા સુધીનો આવશે. આમ તમે ચારથી પાંચ લાખ રૂપિયાની બચત કરી શકો છો.
First published: July 25, 2018
વધુ વાંચો
अगली ख़बर