Home /News /tech /

લોન્ચ પહેલા Samsung Galaxy S22 Ultraનો વીડિયો થયો લીક, જુઓ કંપનીનો સૌથી પાવરફુલ ફોન

લોન્ચ પહેલા Samsung Galaxy S22 Ultraનો વીડિયો થયો લીક, જુઓ કંપનીનો સૌથી પાવરફુલ ફોન

સેમસંગ Galaxy Unpacked ઇવેન્ટમાં Galaxy S22 સિરીઝ લોન્ચ કરવાની છે. (Image credit- Sammobile)

Samsung Galaxy S22 Ultra video: Samsung કંપની આજે પોતાનો સૌથી પાવરફુલ સ્માર્ટફોન Galaxy S22 Ultra લોન્ચ કરવાની છે. લોન્ચ પહેલા આ સ્માર્ટફોનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તમે તેની ડિઝાઇન જોઈ શકો છો.

    Samsung Galaxy S22 Ultra: Samsung આજે પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન સહિત કેટલાય પ્રોડક્ટસ લોન્ચ કરવાનું છે. કંપની Galaxy Unpacked ઇવેન્ટમાં Galaxy S22 સિરીઝ લોન્ચ કરવાની છે. સાથે જ આ ઇવેન્ટમાં બ્રાન્ડ Galaxy Tab S8 પણ લોન્ચ કરી શકે છે. સ્માર્ટફોન અને ટેબની સત્તાવાર લોન્ચિગ પહેલા જ તેનો વીડિયો લીક થયો છે, જેમાં ફોનની ડિઝાઇનની ઝલક દેખાઈ રહી છે.

    Note સિરીઝ જેવી મળશે ડિઝાઇન



    ટિપ્સ્ટર Deminixએ એક વીડિયો રિલીઝ કર્યો છે, જે અપકમિંગ Samsung Galaxy S22 સિરીઝનો છે. આ વીડિયોમાં Samsung Galaxy S22 Plus અને Galaxy S22 Ultra રજૂ થયા છે. સિરીઝની ડિઝાઇનમાં વધારે ફેરફાર જોવા નથી મળી રહ્યા. વીડિયોમાં છે તે સાચું માનીએ તો Samsung Galaxy S22 Plus ચાર કલર – બ્લેક, ગ્રીન, પીંક અને વ્હાઈટમાં ઉપલબ્ધ થશે.

    આ પણ વાંચો: લોન્ચ પહેલા જાણો Oppo Find X5 Proની કિંમત અને ફીચર્સ, તમારા બજેટમાં છે કે નહીં?

    Samsung Galaxy S22 Ultraની વાત કરીએ તો આ સ્માર્ટફોન Galaxy Note 20 Ultra જેવો લાગે છે. જોકે, તેમાં તમને S-penનો સપોર્ટ નોટ સિરીઝની જેમ જ મળશે. એટલે કે તમે S-Penને Samsung Galaxy S22માં રાખી શક્શો. માનવામાં આવી રહ્યું છે કે નવા ફોનના સ્ટાયલ્સ પાછલા કરતાં ત્રણ ઘણું વધારે ઝડપી હશે.

    લોન્ચ થશે દમદાર ટેબલેટ

    આ સાથે જ Tab S8 Ultaનો વિડીયો પણ લીક થયો છે. ટેબલેટ મોટી સ્ક્રિન, ફ્રન્ટ ડ્યુઅલ કેમેરા, રિઅર કેમેરા બંપ અને S-Pen ડોક સાથે આવશે. આ ડિવાઇસ પર ફોટોશોપ યૂઝ કરતા દર્શાવાયું છે. વીડિયોમાં ટેબલેટ કિકસ્ટેન્ડ સાથે દેખાય છે. જોકે, એ વાતની જાણકારી નથી કે આ વીડિયો સાચા છે કે નહીં. બની શકે કે તે ફેક હોય.



    આ પણ વાંચો: Apple લાવી રહ્યું છે ઓછી કિંમતનું MacBook Pro 2022, પરંતુ નીકળી જશે આ ફીચર

    જણાવી દઈએ કે Samsungની Galaxy Unpacked Event આજે એટલે કે 9 ફેબ્રુઆરીએ સાંજે છે. આ ઇવેન્ટમાં બ્રાન્ડ ત્રણ સ્માર્ટફોન Galaxy S22, Galaxy S22 Plus અને Galaxy S22 Ultra લોન્ચ કરી શકે છે. તેની સાથે જ આ ઇવેન્ટમાં Samsung Galaxy Tab S8 જોવા મળી શકે છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Samsung, ગુજરાતી સમાચાર, ટેકનોલોજી, મોબાઇલ

    આગામી સમાચાર