જુનુ TV આપી મફતમાં મેળવો આ નવો સ્માર્ટફોન

આ ફોનની સૌથી ખાસ વાત એ છે કે, આમાં આગળના કેમેરામાં અને પાછળના કેમેરામાં ફ્લેશ આપવામાં આવ્યો છે, જેથી તમે અંધારામાં પણ સારો ફોટો ખેંચી શકશો.

News18 Gujarati
Updated: June 15, 2019, 4:50 PM IST
જુનુ TV આપી મફતમાં મેળવો આ નવો સ્માર્ટફોન
Lava Z62
News18 Gujarati
Updated: June 15, 2019, 4:50 PM IST
લાવાએ ભારતીય બજારમાં પોતાનો નવો બજેટ સ્માર્ટ ફોન Lava Z62 લોન્ચ કર્યો છે. કંપનીએ આ ફોનની કિંમત 6060 રૂપિયા રાખી છે. ઓછી કિંમત હોવાની સાથે ફોનમાં શાનદાર ફિચર્ચ આપવામાં આવ્યા છે. આ ફોનમાં 6 ઈંચની ટચસ્ક્રિન ફુલ વ્યૂ ડિસપ્લે છે. ડ્યુઅલ સિમ લાવા Z62 ફોન એન્ડ્રોયડ 9 Pie પર કામ કરે છે. આ ફોનમાં ક્વાડ-કોર મેડિયાટેક હેલિયો A22 ચિપસેટ છે.

કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, આ ડિવાઈસમાં અલગ ગૂગલ આસિસ્ટન્ટ 'Key' છે, જેમાં યૂઝર્સ એક બટન ક્લિક કરી વોઈસ કમાન્ડ આપી ઘણા બધા એપ્સ અને ફિચર્સનો ઉપયોગ કરી શકો છો. કેમેરાની વાત કરીએ તો, આ ડિવાઈસમાં 8 મેગાપિક્સલનો રિયર કેમેરા અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. કનેક્ટિવીટી ઓપ્શનમાં વાઈફાઈ, જીપીએસ અને સેન્સર્સમાં એક્સેરેલોમિટર અને ફિંગરપ્રિન્ટ સેન્સર સામેલ છે. પાવર માટે આ ફોનમાં 3,380mAhની બેટરી લાગેલી છે.

મળી રહી છે ઓફર

લાવાએ ગ્રાહકોને પોતાના જુના ટીવી સેટના બદલે લાવા Z62 ફોન ફ્રીમાં આપવાની ઓફર રજુ કરી છે. ફોન માટે રજીસ્ટ્રેશન 18 જૂનના રોજ સવારે 10 વાગ્યાથી શરૂ થશે. આ ઓફર પહેલા આવો પહેલા મેળવોના આધાર પર સ્ટોક રહેવા સુધી લાગુ રહેશે.

આ પહેલા લોન્ચ થયો Lava Z81
આ સ્માર્ટફોનમાં 5.7 ઈંચની HD+ ડિસપ્લે છે. તેમાં 2.0 GHz Quad-core Helio A22 ચિપસેટ છે. આ ફોન એન્ડ્રોયડ 8.1 અને Star OS 5.0 પર કામ કરે છે. આ સ્માર્ટફોનમાં 32GBની ઈન્ટરનલ સ્ટોરેજ છે, જેમાં 256GB સુધી વધારી શકાય છે. ફોનમાં 3,000mAhની બેટરી આપવામાં આવી છે. વાત કરીએ તેમાં લાગેલા કેમેરાની તો, તેમાં 13MPનો બેક કેમેરા અને 13MPનો ફ્રન્ટ કેમેરા છે. આ ફોનની સૌથી ખાસ વાત એ છે કે, આમાં આગળના કેમેરામાં અને પાછળના કેમેરામાં ફ્લેશ આપવામાં આવ્યો છે, જેથી તમે અંધારામાં પણ સારો ફોટો ખેંચી શકશો. લોન્ચિંગના સમયે કંપનીએ આ ફોનની કિંમત 9499 રૂપિયા રાખી હતી.
First published: June 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...