સ્વદેશી મોબાઈલ કંપની LAVAનો ફોન ડિઝાઈન કરો અને જીતો હજારોની રકમનું ઈનામ

તસવીર- lavamobiles.com/design-in-india-challenge

સ્વદેશી મોબાઈલ કંપની લાવા ઈન્ટરનેશનલ (Lava International)એ ડિઝાઈન ઈન્ડિયા એટલે, કે DII (ડિઝાઈન ઈન ઈન્ડિયા) ચેલેન્જ શરૂ કરી છે. આ ડિઝાઈન ઈન ઈન્ડિયા(Design in India)ની બીજી સીઝન છે, જેમાં કંપનીએ લોકોને અપકમિંગ લાવા ફોન ડિઝાઈન કરવાની ચેલેન્જ આપી છે.

 • Share this:
  નવી દિલ્લી:  સ્વદેશી મોબાઈલ કંપની લાવા ઈન્ટરનેશનલ (Lava International)એ ડિઝાઈન ઈન્ડિયા એટલે, કે DII (ડિઝાઈન ઈન ઈન્ડિયા) ચેલેન્જ શરૂ કરી છે. આ ડિઝાઈન ઈન ઈન્ડિયા(Design in India)ની બીજી સીઝન છે, જેમાં કંપનીએ લોકોને અપકમિંગ લાવા ફોન ડિઝાઈન કરવાની ચેલેન્જ આપી છે.

  ચેલેન્જમાં કોણ ભાગ લઈ શકશે

  ડિઝાઈન ઈન ઈન્ડિયા ચેલેન્જમાં સ્ટુડન્ટ્સ અને વર્કિંગ પ્રોફેશનલ્સ ભાગ લઈ શકશે. દેશના કોઈપણ ઈન્સ્ટીટ્યુટમાંથી ડિઝાઈન પ્રોગ્રામમાં બી.ટેક/બી.ઈ. બેચલર્સ અથવા માસ્ટર્સ કરેલું હોય તે લોકો આ ચેલેન્જમાં ભાગ લઈ શકશે. આ ચેલેન્જમાં ભાગ લેવા માટે તમે 15 ઓગસ્ટથી 25 ઓગસ્ટ સુધી રજિસ્ટ્રેશન કરી શકશો.

  રજિસ્ટ્રેશન કેવી રીતે કરી શકાશે

  DII ચેલેન્જનું રજિસ્ટ્રેશન લાવાની વેબસાઈટ પરથી કરવાનું રહેશે. જેમાં ટીમ લીડરનું ઈમેઈલ આઈડી અને મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને રજિસ્ટ્રેશન કરી શકાય છે. વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ એક ટીમ તરીકે શામેલ થઈ શકે છે. જીતનાર ટીમને રોકડ રૂ. 50,000 અને રૂ. 25,000 અને રૂ. 15,000નું ઈનામ આપવામાં આવશે.

  5G સ્માર્ટફોનની હરોળમાં આવવા માટે Lavaની તૈયારી

  લાવા ઈન્ટરનેશનલ કંપની દિવાળી પહેલા 5G સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ સ્માર્ટફોનની કિંમત રૂ. 20 હજાર કરતા ઓછી હશે. Lava ઈન્ટરનેશનલ કંપનીના અધ્યક્ષ અને કારોબાર પ્રમુખ સુનીલ રૈનાએ જણાવ્યું કે, કંપની આગામી 2થી 3 વર્ષમાં મોબાઈલ એક્સેસરીઝ સેગમેન્ટમાં 20 ટકા ભાગીદારી લેવાનું વિચારી રહી છે.

  આ પણ વાંચો: WhatsApp યૂઝર્સ માટે સારા સમાચાર, હવે ફોટો મોકલતા પહેલા એડિટ કરી શકાશે, જાણો માહિતી

  ક્યારે આવશે લાવા ઈન્ટરનેશનલ કંપનીનો સ્માર્ટફોન

  સુનીલ રૈના (Sunia raina) એ વધુમાં જણાવ્યું કે, “સ્માર્ટફોનની વાત કરવામાં આવે તો અમે લગભગ રૂ. 15,000ની કિંમતના ફોન પર વધુ ધ્યાન આપી રહ્યા છીએ. આ સેગમેન્ટમાં 4G સુવિધા છે જેના પર અમે કામ કરી રહ્યા છીએ તથા 5G પ્રોડક્ટ પર પણ કામ કરી રહ્યા છીએ. અમારી પાસે આ 5G સ્માર્ટફોન (5G Smartphone) દિવાળી પહેલા અથવા દિવાળીની આસપાસના સમયે આવશે.”
  Published by:kuldipsinh barot
  First published: