સ્માર્ટફોન માર્કેટમાં આગ લગાવવા આવ્યો લાવાનો 5G ફોન, નામ છે અગ્નિ

લાવા અગ્નિ 5G

Lava Agni 5G smartphone: એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સ્માર્ટફોનની કિંમત 19,999 રૂપિયા હોઈ શકે છે. જોકે, આ માત્ર અંદાજ છે.

  • Share this:
    નવી દિલ્હી: લાવ (Lava) પોતાનો નવો સ્માર્ટફોન અગ્નિ (Lava Agni) લૉંચ કરી રહી છે. લાવા તરફથી લૉંચ કરવામાં આવનાર આ પ્રથમ 5G સ્માર્ટફોન છે. લૉંન્ચિંગ પહેલા જ લાવા અગ્નિની ખાસિયતો, ડિઝાઈન અંગે માહિતી મળી છે. લાવાની અધિકારિક વેબસાઇટ પર પણ લાવા અગ્નિ 5G (Lava Agni 5G) અંગે ઘણી વિગત અકસ્માતે લીક થઈ ગઈ છે. આ ફોન નવમી નવેમ્બરના રોજ ભારતમાં લૉંચ કરવામાં આવશે. લીક થયેલી વિગતો પરથી આ ફોનમાં ફોટોગ્રાફી માટે શાનદાર કેમેરો હશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ફોનમાં 5,000 mAhની બેટરી મળી શકે છે. આ ઉપરાંત લાવાના આ 5G ફોનની કિંમત 19,999 રૂપિયા હોઈ શકે છે. જોકે, આ માત્ર અંદાજ જ છે.

    Lava Agni 5Gની ખાસિયતો

    લાવાનો આ 5G સ્માર્ટફોન 9 નવેમ્બરના રોજ માર્કેટમાં લૉંચ થશે. લીક થયેલી માહિતી પ્રમાણે આ સ્માર્ટફોન 90Hz ડિસ્પ્લે સાથે લૉંચ કરવામાં આવશે. જ્યારે આ ફોનની સ્ક્રીન સાઇઝ અંગે હજુ સુધી માહિતી મળી નથી. જોકે, લીક થયેલી તસવીરોમાં ડિસ્પલેની વચ્ચો વચ્ચ ઉપરની તરફ એક પંચ હોલ જોવા મળે છે, જે સેલ્ફી કેમેરા માટે છે. આ સાથે જ સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા આવવાની સંભાવના છે. ફોટોગ્રાફી માટે આ ફોનમાં 64 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવી શકે છે, જેની સાથે ત્રણ અન્ય લેંસ હશે. સેટએપ સાથે એક એલઈડી ફ્લેશ પણ હશે.

    એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સ્માર્ટફોનની કિંમત 19,999 રૂપિયા હોઈ શકે છે. જોકે, આ માત્ર અંદાજ છે. અસલી કિંમત ફોન અધિકૃત રીતે લૉંચ થાય ત્યાર બાદ જ માલુમ પડશે.

    આ પણ વાંચો: વોટ્સએપથી પેમેન્ટ કરવા પર મેળવો 51 રૂપિયા કેશબેક- જાણો કેવી રીતે

    લૉન્ચિંગ ઇવેન્ટ

    એવું પણ કહેવામાં આવે છે કે આ સ્માર્ટફોનમાં 'ગેમિંગ મોડ' હશે. કંપનીએ You Tube પર એક વીડિયો અપલોડ કર્યો છે. આ વીડિયોમાં માહિતી આપવામાં આવી છે કે, ફોનની લૉન્ચિંગ ઇવેન્ટ 9 નવેમ્બરના રોજ બપોરના 12 વાગ્યે શરૂ થશે.

    આ પણ વાંચો: વિશ્વનું પ્રથમ ઉડતું બાઇક લૉંચ, કંપનીએ વીડિયો જાહેર કર્યો, કિંમત જાણીને હોંશ ઉડી જશે

    આ ફોન ઑક્ટા-કોર મીડિયાટેક ડાઇમેન્શન 80 5G ચિપસેટ દ્વારા સંચાલિત હશે. આ સ્માર્ટફોનમાં 5000 mAhની બેટરી આપવામાં આવી શકે છે. આ ઉપરાંત ફોનમાં કનેક્ટિવીટી માટે USB ટાઇપ-C પોર્ટ હશે. તેની બાજુમાં 3.5mm હેડફોન જેક અને બંને બાજુ સ્પીકર ગ્રિલ પણ હશે.
    Published by:Vinod Zankhaliya
    First published: