Lavaએ લૉંચ કર્યો Agni 5G સ્માર્ટફોન, કિંમત 20,000થી પણ ઓછી, જાણો તમામ વિગત

લાવા અગ્નિ 5G

Lava Agni 5G launched in India: ફોનમાં બેક પેનલ પર ચાર રિયર કેમેરા આપવામાં આવ્યા છે. જેમાં એક કેમેરો 64 મેગાપિક્સેલનો છે.

  • Share this:
    મુંબઈ: LAVAનો પ્રથમ 5G કનેક્ટિવાળો 'મેડ ઇન ઇન્ડિયા સ્માર્ટફોન' (Made in India Smartphone) લાવા અગ્નિ (Lava Agni) ભારતમાં લૉંચ થઈ ગયો છે. આ કોઈ પણ બ્રાન્ડનો પ્રથમ ભારતીય 5G-રેડી સ્માર્ટફોન છે. આ ફોનની કિંમત 20,000 રૂપિયાથી પણ ઓછી છે. ફોનમાં 5000mAhની દમદાર બેટરી આપવામાં આવી છે. સાથે જ આ ફોનમાં 30 વૉટનું સુપરફાસ્ટ ચાર્જર (Superfast charger) આવશે. આ ચાર્જરની મદદથી ફક્ત 90 મિનિટમાં ફોનની બેટરી ફુલ ચાર્જ કરી શકાશે.

    આ ફોનમાં યૂએસબી ટાઈપ-સી પોર્ટ અને 3.5 મિલીમીટરનો હેટફોન જેક આપવામાં આવ્યો છે. ફોનના અન્ય ફીચરની વાત કરીએ તો તે 5G ઉપરાંત 4G VoLTe, બ્લૂટૂથ, વાઈફાઈ, જીપીએસ સપોર્ટ મળશે. સિક્યોરિટી માટે ફોનમાં સાઇડમાં ફિંગરપ્રિન્ટ સેન્સર અને એઆઈ ફેસ અનલૉક સપોર્ટ આપવામાં આવ્યો છે.

    ફોનના ફીચર્સ

    ફોનમાં બેક પેનલ પર ચાર રિયર કેમેરા આપવામાં આવ્યા છે. જેમાં એક કેમેરો 64 મેગાપિક્સેલનો છે. સાથે જ 5 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કેમેરો અને 2 મેગાપિક્સલનો ડેપ્થ અને 2 મેગાપિક્સલનો માઇક્રો કેમેરા આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

    17મી તારીખથી પ્રી-બુકિંગ

    LAVA Agni 5G સ્માર્ટફોનના 8GB રેમ અને 128GB સ્ટોરેજ સાથેના વેરિઅન્ટની કિંમત 19,999 રૂપિયા છે. ગ્રાહકો આ ફોનનું 17 નવેમ્બરથી પ્રી-બુકિંગ કરી શકે છે. જે લોકો પ્રી-બુકિંગ કરશે તેમના માટે ફોનની કિંમત 17,999 રૂપિયા રહેશે.

    આ પણ વાંચો: Android Phoneમાં ઑફલાઇન ગેમમાં આવતી Advertisementને આવી રીતે કરો Block

    18મી નવેમ્બરથી વેચાણ

    આ ફોનનું વેચાણ 18 નવેમ્બરથી કંપનીની અધિકૃત વેબસાઈટ ઉપરાંત ફ્લિપકાર્ટ અને Amazon શરૂ થશે. આ સ્માર્ટફોનમાં 6.78 ઇંચનું ફુલ એચડી પ્લસ આઈપીએસ એલસીડી ડિસ્પ્લે મળશે. જેનો રિફ્રેશ રેટ 90Hz અને સ્ક્રીન ટૂ બોડી રેશિયો 91.7 ટકા છે. જેમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ અને એઆઈ ફેસ અનલૉક સુવિધા આપવામાં આવી છે.

    આ પણ વાંચો:  Refurbished સ્માર્ટફોન ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો આ વાતો, નહીં તો આવશે પસ્તાવાનો વારો

    લીક થઈ હતી માહિતી

    ઉલ્લેખનીય છે કે ફોનના લૉન્ચિંગ પહેલા જ તેના વિશે અનેક માહિતી લીક થઈ ગઈ હતી. જે માહિતી લીક થઈ હતી તે પ્રમાણે ફોનમાં વિવિધ ફીચર્સ આપવામાં આવ્યા છે. એવી વિગત લીક થઈ હતી કે આ ફોન નવમી નવેમ્બરના રોજ ભારતમાં લૉંચ કરવામાં આવશે. આ ફોનમાં ફોટોગ્રાફી માટે શાનદાર કેમેરો હશે. ફોનમાં 5,000 mAhની બેટરી મળી હશે. આ ઉપરાંત લાવાના આ 5G ફોનની કિંમત 19,999 રૂપિયા હોઈ શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: