નવાં વર્ષ પહેલાં WhatsAppએ શરૂ કર્યા ત્રણ નવા ફિચર્સ, પહેલી વખત કરી શકશો આ કામ

નવાં વર્ષ પહેલાં WhatsAppએ શરૂ કર્યા ત્રણ નવા ફિચર્સ, પહેલી વખત કરી શકશો આ કામ
નવાં વર્ષ પહેલાં WhatsApp ત્રણ નવાં ફિચર શરૂ કર્યા છે. તેનાં દ્વારા ચેટિંગ એક્સપીરિયન્સ વધુ સારો થશે.

નવાં વર્ષ પહેલાં WhatsApp ત્રણ નવાં ફિચર શરૂ કર્યા છે. તેનાં દ્વારા ચેટિંગ એક્સપીરિયન્સ વધુ સારો થશે.

 • Share this:
  નવી દિલ્હી: નવાં વર્ષ પહેલાં જાણીતી ઇન્સ્ટંટ મેસેજિંગ એપ વ્હોટ્સએપ (WhatsApp) ત્રણ નવાં ફિચર શરૂ કરવા જઇ રહી છે. જેનાં દ્વારા ચેટિંગનો એક્સપીરિયન્સ વધશે. અને આપ સહેલઇથી કોઇપણ વ્હોટ્સએપ ગ્રુપમાં નવી વસ્તુઓનો ઉપયોગ કરી શકશો. કોઇ કૉલ મિસ નહીં થાય. સરળ ભાષાનાં કહીએ તો વૉટ્સએપ કૉલ દરમિયાન યૂઝર્સને કૉલ વેઇંટિંગ નોટિફિકેશન મળશે. એવામાં આપ જો કોઇની સાથે ફોન પર વાત કરી રહ્યાં છો અને વૉટ્સએપ પર બીજો કૉલ આવે છે તો તેની પાસે રિસીવ કે કટ કરવાનો ઑપ્શન હશે.

  શું છે નવાં ફીચર્સ  WhatsApp નું રિમાઇન્ડર ફિચર- WhatsApp પર હવે આપનાં જરૂરી કામનું રિમાઇન્ડર પણ મળશે. આ નવાં ટૂલ દ્વારા આપ Task તૈયાર કરી શકશો. જેનું WhatsApp પર રિમાઇન્ડર મળશે.

  આ પણ વાંચો- Reliance Jioએ શરુ કર્યુ VoWiFiનું પરીક્ષણ, નેટવર્ક વગર કરી શકશો કૉલિંગ

  આવી રીતે કરો શરૂ- આ માટે આપે Any.do ડાઉનલોડ કરવું પઢશે. આ એપને વ્હોટ્સએપ અકાઉન્ટ સાથે લિંક કરવાનું રહેશે. જે બાદ આપ કોઇપણ કામનું રિમાઇન્ડર સેટ કરી તે સમયે જે તે કામ ભૂલ્યા વગર કરી શકશો. આ ફિચર મફતમાં નહીં મળે આ માટે આપે Any.doનું પ્રીમિયમ સબ્સક્રિપ્શન લેવું પડશે.

  WhatsApp ગ્રુપમાં જોડાશે નવું ફિરચ- WhatsApp ગ્રુપથી પરેશન છો અને ઇચ્છો છો કે તમારી પરવાનગી વગર કોઇ તમને ગ્રુપમાં એડ ન કરી શકે તો નિશ્ચિત થઇ જાઓ કારણ કે હવે WhatsApp આ નવું ફિચર પણ લઇને આવી રહ્યું છે.

  આ પણ વાંચો- Hyundaiની આ કાર પર મળી રહ્યું છે સૌથી વધુ 2 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ

  આપે WhatsAppનાં સેટિંગમાં બદલાવ કરવાનાં રહેશે જે બાદ આ ફિચર એક્ટિવ થઇ જશે. જે બાદ આપ જાતે નક્કી કરી શકશો કે આપ કોઇ ગ્રુપમાં એડ થવાં ઇચ્છો છો કે નહીં. અત્યાર સુધી કોઇપણ તમને કોઇપણ ગ્રુપમાં એડ કરી શકતું હતું પણ હવે તે શક્ય નહીં થાય. આ માટે આપે WhatsAppની Settingમાં જવાનું રહેશે. પછી Accountમાં ફરી Privacyમાં જઇને Groups પર ક્લિક કરવાનું રહેશે.

   
  First published:December 17, 2019, 11:45 am

  टॉप स्टोरीज