ગૂગલ ફોટોઝમાંથી ડિલીટ થયેલા ફોટોઝ અને વીડિયો રિસ્ટોર કેવી રીતે કરશો? આ રહી તમામ વિગતો

ગૂગલ ફોટોઝમાંથી ડિલીટ થયેલા ફોટોઝ અને વીડિયો રિસ્ટોર કેવી રીતે કરશો? આ રહી તમામ વિગતો
પ્રતિકાત્મક તસવીર

ડિલીટ થયેલ ફોટો કે વીડિયો 60 દિવસ સુધી ટ્રેશમાં રહે છે, તે બાદ તે ટ્રેશમાંથી પણ ડિલીટ થઈ જાય છે. ફોટો ટ્રેશમાંથી ડિલીટ થયા બાદ તેને રિકવર ના કરી શકાય.

  • Share this:
    નવી દિલ્હીઃ દરેક ફોટોઝ (photos) અને વીડિયો (video) સાથે યાદો જોડાયેલ હોય છે અને તે ફોટોઝ ગૂગલ ફોટોઝ (google photos) પર સ્ટોર કરવામાં આવે છે, જેથી ફોન સ્ટોરેજ વધુ ભરાય નહીં. જો ભૂલથી ફોટો કે વીડિયો ગૂગલ ફોટોઝમાંથી ડિલીટ થઇ જાય તો તમે તેને રિસ્ટોર કરી શકો છો. રીસ્ટોર ફોટો કે વીડિયોને તમે વેબ પર પણ એક્સેસ કરી શકો છો. ડિલીટ થઈ ગયેલ ફોટો કે વીડિયો કેવી રીતે રિસ્ટોર કરવો તેના સ્ટેપ્સ અહીંયા જણાવવામાં આવ્યા છે.

    એંડ્રોઈડમાં ફોટોઝ રિસ્ટોર કરવાના સ્ટેપ્સ


    · સૌથી પહેલા એંડ્રોઈડ સ્માર્ટફોનના ગૂગલ સેક્શનમાં ગૂગલ ફોટોઝને ઓપન કરો. તેમાં ડાબી બાજુ હૈમબર્ગર આઈકોન પર ક્લિક કરો અને ટ્રેશ સિલેક્ટ કરો.
    · જે બાદ તમને ડિલીટ થયેલ ફોટો અને વીડિયો જોવા મળશે, પછી તમે ફોટો અને વીડિયોને રિસ્ટોર કરી શકો છો. ફોટોને લોન્ગ પ્રેસ કરો અને રિસ્ટોર ઓપ્શન પર ક્લિક કરો. જે બાદ તમને ગૂગલ ફોટોઝમાં ડિલીટ થયેલ ફોટો જોવા મળશે.

    IPhoneમાં ફોટોઝ રિસ્ટોર કરવાના સ્ટેપ્સ

    · જો તમે iPhone વાપરો છો તો, તમે અહીંયા જણાવેલ સ્ટેપ્સથી ફોટોઝ રિસ્ટોર કરી શકો છો.
    · ગૂગલ ફોટોઝને ઓપન કર્યા બાદ તેમાં ડાબી બાજુ હૈમબર્ગર આઈકોન પર ક્લિક કરો અને બિન સિલેક્ટ કરો.
    · તે બાદ ફરીથી ડાબી બાજુ 3 હોરિઝન્ટલ લાઈન વાળા આઈકન પર ક્લિક કરો અને તે બાદ સિલેક્ટ પર ક્લિક કરો.
    · તે બાદ ફોટોઝના લિસ્ટમાંથી ડિલીટ થયેલ ફોટોઝ અને વીડિયો રિસ્ટોર કરી શકો છો. રિસ્ટોર કર્યા બાદ તમારી લાઈબ્રેરીમાં તે ફોટો જોવા મળશે.

    આ પણ વાંચોઃ-અમદાવાદની યુવતીની કરુણ કહાની! પતિએ ઘરમાંથી કાઢી મૂકી, સંતાનો સાથે વાત પણ ન કરવા દીધી, મામલો પોલીસ પાસે પહોંચ્યો

    આ પણ વાંચોઃ-ગાંધીનગરઃ હૃદયદ્રાવક ઘટના! કોરોનાના કારણે સવારે પતિ અને સાંજે પત્નીનું મોત, એક જ દિવસે પરિવારે બે સ્વજન ગુમાવ્યા

    આ પણ વાંચોઃ-પત્ની-બાળકોની હત્યા કર્યા બાદ ઘરે આવેલી શિક્ષિકાને મારી સાઈકો કિલરે કર્યું સેક્સ, આરોપીએ જણાવ્યું કેમ કરી હત્યાઓ?

    આ પણ વાંચોઃ-અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો! પરિણીતા ગર્ભવતી થઈ ત્યારે જ ઘરે આવી પતિની પ્રેમિકા અને પછી...

    વેબ પર ગૂગલ ફોટોઝમાંથી ડિલીટ થયેલ ફોટો રિસ્ટોર કરો
    તમારા લેપટોપ અથવા PCમાં બ્રાઉઝરમાં https://photos.google.com/ લિંક પર જઈને ગૂગલ ફોટોઝ ઓપન કરો. ગૂગલ ફોટોઝને ઓપન કર્યા બાદ તેમાં ડાબી બાજુ હૈમબર્ગર આઈકોન પર ક્લિક કરો અને ટ્રેશ સિલેક્ટ કરો. જે બાદ તમને ડિલીટ થયેલ ફોટોઝ જોવા મળશે. જે ફોટો રિસ્ટોર કરવો હોય તેને સિલેક્ટ કરીને, ઉપર જમણી બાજુ રિસ્ટોર બટન પર ક્લિક કરીને ફોટો રિસ્ટોર કરી શકો છો.

    ડિલીટ થયેલ ફોટો કે વીડિયો 60 દિવસ સુધી ટ્રેશમાં રહે છે, તે બાદ તે ટ્રેશમાંથી પણ ડિલીટ થઈ જાય છે. ફોટો ટ્રેશમાંથી ડિલીટ થયા બાદ તેને રિકવર ના કરી શકાય.
    Published by:News18 Gujarati
    First published:April 21, 2021, 19:24 pm

    ટૉપ ન્યૂઝ