OnePlus 7 સિરીઝ માટે સિક્યુરિટી પેચ અપડેટ, કૉલ ઈન્ટરફેસની ખામી પણ દૂર થઈ

વનપ્લસ 7 સિરીઝ

OnePlus 7 series security patch update: આ અપડેટને તબક્કાવાર રોલઆઉટ કરવામાં આવશે અને તેથી જ હાલ આ લિમિટેડ યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. જો આ અપડેટને કારણે કોઈ બગ નથી આવતો તો તેને સાર્વજનિક રીતે રોલઆઉટ કરવામાં આવશે.

  • Share this:
મુંબઈ: સ્માર્ટફોન બ્રાન્ડ વનપ્લસે (OnePlus) પોતાના વનપ્લસ 7 (OnePlus 7) સિરીઝ હેન્ડસેટ માટે ઓક્ટોબર 2021 સિક્યુરિટી પેચ રોલ આઉટ કરવાની શરૂઆત કરી છે. ગિઝ્મો ચાઈનાની રિપોર્ટ અનુસાર, આ એક નાની અપડેટ છે, જે અંડરહુડ ઈમ્પ્રુવમેન્ટ સાથે આવશે. જે એન્ડ્રોઈડ સિક્યુરીટી પેચ લેવલને ટક્કર આપશે. ગ્લોબલ માર્કેટમાં વનપ્લસ 7 પ્રો (OnePlus 7 Pro)ના ફર્મવિયર વર્ઝન ક્રમશઃ 11.0.4.1 જીએએમ21એએ 11.0.4.1જીએમ21બીએ છે.

વેનિલા વનપ્લસ 7ને ગ્લોબલ માર્કેટ યૂરોપમાં ફર્મવિયર વર્ઝન 11.0.4.0 જીએમ57એએ 11.0.4.1 જીએમ54બીએ અપડેટ કર્યું છે. આ અપડેટમાં નવા સિક્યોરિટી પેચ એડ આપવામાં આવ્યા છે. આ સિક્યોરિટી પેચની મદદથી ફોનના ડિલેડ ઈનકમિંગ કોલ ઈન્ટરફેસ બગને ફિક્સ કરવામાં આવ્યું છે અને સિસ્ટમ સ્ટેબિલીટીમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.

તબક્કાવાર રોલઆઉટ કરવામાં આવશે અપડેટ

જણાવી દઈએ કે આ અપડેટને તબક્કાવાર રોલઆઉટ કરવામાં આવશે અને તેથી જ હાલ આ લિમિટેડ યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. જો આ અપડેટને કારણે કોઈ બગ નથી થતો તો આ અપડેટને સાર્વજનિક રીતે રોલઆઉટ કરવામાં આવશે. જો હજી સુધી તમારા ફોનમાં આ અપડેટ આવી નથી તો તમારે તે અંગે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

આ પણ વાંચો: PhonePe યૂઝર્સને લાગ્યો મોટો ઝટકો! મોબાઇલ રિચાર્જ કરવા પર લાગી રહ્યો છે વધારાનો ચાર્જ
 તમારા ફોનમાં અપડેટ છે કે નહીં તે જોવા માટે ફોનના સેટિંગમાં જઈ સિસ્ટમ અપડેટ ઓપ્શન ક્લિક કરો, જો તમારા ફોનમાં અપડેટ હશે તો તમને અહીં તેની જાણ થશે. યૂઝર્સ એન્ડ્રોઈડ 11નો ઉપયોગ કરે તે પહેલાં આ છેલ્લી અપડેટ હશે, તેવી વીત પણ હાલ કરવામાં આવી રહી છે.

વનપ્લસ સિરીઝના ફાઉન્ડર ઓપ્પોના મુખ્ય ઉત્પાદક અધિકારી પીટ લાઉ જણાવે છે કે, તે યૂઝર્સ માટે એક સારું ઉત્પાદન કરવા અને યૂઝર્સને સારો અનુભવ આપવા માટે પ્રયત્નશીલ છે.

આ પણ વાંચો: તમારા સ્માર્ટફોનની કઈ એપ્લિકેશન તમારો કયો ડેટા યૂઝ કરે છે? iOS 15.2માં હશે અનેક સુરક્ષા અપડેટ્સ- જાણો વિગત

વધુમાં લાઉએ જણાવ્યું કે ગત વર્ષે એન્ડ્રોઈડ 12 પ્લાન કરતી વખતે અન્ય 2 ટીમો દ્વારા વધુ સારા અનુભવ માટે પહેલેથી જ સંશોધનો કરવામાં આવી રહ્યાં હતા. જણાવી દઈએ કે વનપ્લસ યૂઝર્સ માટે આ અપડેટ વર્ષની 7મી અપડેટ હશે. આ પહેલા વનપ્લસ દ્વારા જોહેરાત કરાઈ હતી કે OxygenOS અને ColorOSને ભવિષ્યના સોફ્ટવેર અનુભવ માટે ઈન્ટીગ્રેટ કરવામાં આવશે.
First published: