Home /News /tech /

Oppo A5s ડ્યુઅલ રિયર કેમેરા સાથે ભારતમાં લોન્ચ, કિંમત છે તમારા બજેટમાં

Oppo A5s ડ્યુઅલ રિયર કેમેરા સાથે ભારતમાં લોન્ચ, કિંમત છે તમારા બજેટમાં

Oppo એ ગયા વર્ષે લોન્ચ થયેલા મીડ બજેટ રેન્જ સ્માર્ટફોન Oppo A5નું નવું વેરિએન્ટ 64GB લોન્ચ કર્યુ છે.

Oppo એ ગયા વર્ષે લોન્ચ થયેલા મીડ બજેટ રેન્જ સ્માર્ટફોન Oppo A5નું નવું વેરિએન્ટ 64GB લોન્ચ કર્યુ છે.

    Oppo A5sને ભારતમાં બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન 2 જીબી + 32 જીબી અને 4 જીબી + 64 જીબી વેરિયન્ટ્સમાં લોન્ચ કરવામાં આવ્યો છે. Oppo એ ગયા વર્ષે લોન્ચ થયેલા મીડ બજેટ રેન્જના સ્માર્ટફોન Oppo A5 નું નવું વેરિએન્ટ 64GB લોન્ચ કર્યુ છે. Oppo A5એ આ પહેલા માત્ર એક વેરિએન્ટ 4 જીબી + 32 જીબી લોન્ચ કર્યું હતું.

    Oppo A5s ની કિંમત

    ઓપ્પો એ 5ના 2 જીબી + 32 જીબીની વેરિએન્ટ 9, 990 રુપિયાની કિંમતે ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ કલર ઓપ્શનમાં કાળા અને લાલ રંગમાં ઉપલબ્ધ છે. કંપનીએ હજુ સુધી ફોનના 4 જીબી + 64 જીબી વેરિઅન્ટની કિંમતને જાહેર કરી નથી. તે આગામી મહિને લીલા અને ગોલ્ડ કલર વિકલ્પો સાથે લોન્ચ કરી શકે છે. એપ્પોએ A5sને એમેઝોન ઉપરાંત અન્ય લીડિંગ ઑનલાઇન ઈ-કૉમર્સ સ્ટોર્સમાંથી ખરીદી શકાય છે.



    Oppo A5s ની સુવિધાઓ

    ઓપ્પો એ 5એસ ની સુવિધાઓ વિશે વાત કરીએ તો વોટરડ્રોપ નોચ 6.2 એચડી પ્લસ ડિસ્પ્લે સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. ફોન પ્રોસેસર વિશે વાત કરીએ તો તે બજેટ સ્માર્ટફોનમાં MediaTek Helio P35 પ્રોસેસર છે.

    ફોનના કેમેરા સુવિધા વિશે વાત કરીએ તો તેમાં 13 + 2 મેગાપિક્સલ ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. ફોનના સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો કેમેરો છે. કનેક્ટિવિટી સુવિધા માટે ફોનમાં ડ્યુઅલ 4 જી એલટીઇ, વાઇફાઇ, બ્લૂટૂથ અને માઇક્રો યુએસબી પોર્ટ છે. ફોનને પાવર આપવા માટે, 4,230 એમએએચની બેટરી આપવામાં આવી છે. Oppoએ વધુ એક સ્માર્ટફોન Oppo A1Kને રશિયામાં લોન્ચ કર્યો છે. આ ફોન પણ જલ્દી જ ભારતમાં લોન્ત થઇ શકે છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Mobile phone, Oppo a5s, Smart phone, ટેક ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन