ન્યૂઝ18 ગુજરાતી: જો આપ આપનાં લેન્ડલાઇન ફોનનાં નેટવર્કથી પરેશાન છો તો સરાકર આ સમસ્યાથી આપને મુક્ત કરાવવા તૈયારી કરી ર્યું ચે. સરકારનાં આ ડ્રાફ્ટ હેઠળ આપ આપનાં મોબાઇલ નેટવર્કની જેમ લેન્ડલાઇન ફોનમાં પણ પોર્ટેબીલિટી કરાવી શકો છો. દૂરસંચાર નિયામકે ટેલીફોન રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાઇને એક ડ્રાફ્ટ મોકલ્યો છે. આ હેઠળ લેન્ડલાઇન ગ્રાહકોને પણ મોબાઇલની જેમજ પોતાનો નંબર પોર્ટ કરવાની સુવિધા મળશે. આ મામલે વાત કરતાં એક અધિકારીએ જણાવ્યું કે, દૂરસંચાર નીતિ 2018 હેઠળ ફિક્સ્ડ લેન્ડ લાઇન નંબર પોર્ટેબિલિટીની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. તેનાથી સરકારને રાષ્ટ્ર એક નંબર યોજનાને મજબૂતી મળશે.
મીડિયા રિપોર્ટ મુજબ, આ લેન્ડલાઇન નંબર પણ વગર બદલે બીજા નેટવર્ક સાથે જોડાઇ શકરસે. તેની સાથે જ જો ગ્રાહક કંપનીનાં નેટવર્ક સર્કલની બહાર જવા ઇચ્છે છે તો તેને બીજું નેટવર્ક આપવામાં આવશે. અધિકારી મુજબ,મોબાઇલની સરખામણીએ ફિક્સ્ડ લાઇન પર પોર્ટેબિલિટી કરવાનું જરાં અઘરું કામ છે. યોજના તૈયાર થયા બાદ તેને પૂર્ણ કરવામાં ત્રણથી ચાર વર્ષ લાગી શકેછે. પોર્ટેબિલિટીની સુવિધા મળવાથી લેન્ડલાઇન કનેક્શનમાં વધારો થવાની આશા છે.
10 ડિજિટનો થશે લેન્ડ લાઇન નંબર- પોર્ટેબિલિટી લાગૂ થયા બાદ લેન્ડલાઇન નંબર પણ મોબાઇલની જેમ જ 10 ડિજિટનો થઇ જશે. હાલમાં લેન્ડલાઇન નંબર 7થી 8 ડિજિટનો હોય છે.જે હવે 10 ડિજિટનાં થઇ જશે. તેને 10 ડિજિટનો બનાવવા માટે એસટીડી કોડ પણ તેમાં શામેલ કરી દેવામાં આવશે. મોબાઇલ પોર્ટ થવા પર જ્યાં 4-5 દિવસ લાગતા હતાં. ત્યાં ફિક્સડ લાઇન પર્ટ થવામાં વધુ સમય લાગી શકે છે.
પોર્ટેબિલિટીથી નેટવર્કમાં થશે સુધારો મોબાઇલ નંબરનાં પોર્ટ થવામાં ગ્રાહકોને એક મોટો ફાયદો થશે. તેમને નેટવર્ક પ્રોબ્લમની સમસ્યાની નિજાત મળશે. તેમની પાસે પોર્ટનો વિકલ્પ હોવાથી હવે અલગ અલગ ટેલીકોમ કંપનીઓ વચ્ચે કોમેપિટિશન વધશે. કંપની તેમની સેવાઓ દિવસે દિવસે સુધારવાનો પ્રયાસ કરશે. મોબાઇલમાં પોર્ટેબિલિટીની સુવિધા વર્ષ 2010થી આપવામાં આવે છે જેનો ફાયદો કરોડો ગ્રાહકો ઉઠાવી ચુક્યા છે.