Home /News /tech /

લોન્ચિંગ પહેલા જ kWh Bikesના 78000 ઇ-સ્કૂટર થયા બુક, વિદેશી બજારોમાંથી પણ આવી માંગ

લોન્ચિંગ પહેલા જ kWh Bikesના 78000 ઇ-સ્કૂટર થયા બુક, વિદેશી બજારોમાંથી પણ આવી માંગ

kWh બાઇક 78000 ઇ-સ્કૂટર બુક

બેંગલુરુ (Bengaluru) સ્થિત ઇલેક્ટ્રિક સ્કૂટર સ્ટાર્ટઅપ (electric scooters startup) બાઇક્સને 78,000 પ્રી-ઓર્ડર (Pre-order) મળ્યા છે. ખાસ વાત એ છે કે કંપનીએ પોતાના વાહન માટે કોઈ માર્કેટિંગ કર્યું નથી.

    દેશમાં ઇલેક્ટ્રિક વાહનો (Electric Vehicles) બનાવતી કંપનીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. આ કંપનીઓ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર (Electric Scooter)ની ડિઝાઇન, રેન્જ અને કિંમત દ્વારા ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહી છે. અનેક ઓફરો સાથે કંપનીઓ ઈ સ્કૂટર લોન્ચ કરી રહી છે. દરમિયાન, બેંગલુરુ (Bengaluru) સ્થિત ઇલેક્ટ્રિક સ્કૂટર સ્ટાર્ટઅપ (electric scooters startup) kWh બાઇક્સ (kWh Bikes)ને 78,000 પ્રી-ઓર્ડર (Pre-order) મળ્યા છે. ખાસ વાત એ છે કે કંપનીએ પોતાના વાહન માટે કોઈ માર્કેટિંગ કર્યું નથી.

    કંપનીએ જાહેરાત કરી કે તેને સમગ્ર ભારતમાં 75 ડીલરો પાસેથી તેના આગામી ઈ-સ્કૂટરના 78,000 યુનિટ માટે બુકિંગ પ્રાપ્ત થયું છે. ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની 2023 સુધીમાં ઇ-સ્કૂટરનું ઉત્પાદન શરૂ કરવાનું લક્ષ્ય રાખે છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે વાહન માટે રજીસ્ટ્રેશન શરૂ કર્યાના પાંચ મહિનાની અંદર કંપનીને તેના ઈ-સ્કૂટર માટે 1000 કરોડ રૂપિયાથી વધુના ઓર્ડર મળ્યા છે.

    વિદેશી બજારોએ દાખવ્યો રસ
    આ પ્રસંગે kWh બાઇક્સના સ્થાપક અને સીઇઓ સિદ્ધાર્થ જાંગુએ જણાવ્યું હતું કે પ્રાપ્ત થયેલ પ્રી-બુકિંગ કોઈપણ માર્કેટિંગ વિના ઓર્ગેનિકલી જનરેટ થાય છે. વિદેશી બજારોએ પણ અમારા વાહનમાં રસ દાખવ્યો છે, પરંતુ અમે હાલમાં ભારત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. અમારા માટે આ એક મોટો માઈલસ્ટોન છે.

    આ પણ વાંચો- દેશમાં લોન્ચ થયું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર, સિંગલ ચાર્જમાં મળશે 132 કિમીની રેન્જ, જુઓ કિંમત?

    75 કિમી પ્રતિ કલાકની ઝડપ
    કંપનીએ કર્ણાટક, દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા, યુપી, બિહાર, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન સહિત નવ પ્રદેશોમાં વિતરણ માટે હાલના ઓટોમોટિવ ડીલરો અને મુખ્ય B2B ખેલાડીઓ સાથે ભાગીદારી કરી છે. kWhની રેન્જ અંગે કંપનીએ કહ્યું છે કે આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને 4 કલાકમાં ફુલ ચાર્જ કરી શકાય છે. ફુલ ચાર્જ પર તેને 120-150Km સુધી ચલાવી શકાય છે. સ્કૂટરની ટોપ સ્પીડ 75 kmph હશે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Auto news, Electric scooter, Electric vehicle

    આગામી સમાચાર