દેશી ટ્વિટર Kooમાં આવ્યું જોરદાર ફીચર, Talk to Typeથી ભારતીય ભાષાઓમાં બોલીને ટાઈપ કરી શકાશે મેસેજ

દેશી ટ્વિટર Kooમાં આવ્યું જોરદાર ફીચર, Talk to Typeથી ભારતીય ભાષાઓમાં બોલીને ટાઈપ કરી શકાશે મેસેજ

Koo આ પ્રકારનું ફીચર લોન્ચ કરનાર સૌપ્રથમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. આ ફીચર ફેસબુક, ટ્વિટર કે અન્ય કોઈ ગ્લોબલ પ્લેટફોર્મ પર નથી

  • Share this:
Kooના યૂઝર્સને હવે પોસ્ટ કરવા માટે ટાઈપ નહીં કરવું પડે. યૂઝર્સ બોલીને પણ પોતાનો મેસેજ મોકલી શકશે. ટ્વિટરનો સ્વદેશી વિકલ્પ ગણાતા Kooમાં યૂઝર્સને એક નવું ફીચર મળ્યું છે. આ ફિચરનું નામ ‘Talk to type’ રાખવામાં આવ્યું છે.

Talk to typeમાં ફિચરના કારણે યૂઝર્સ હવે બોલીને મેસેજ ટાઈપ કરી શકશે. આ ફીચર દેશની તમામ સ્થાનિક ભાષા સપોર્ટ કરે છે. પોસ્ટ લખવા માટે ટાઈપ કરવાની જરૂર નહીં પડે. Kooનું કહેવું છે કે, સ્થાનિક ભાષા ટાઈપ કરવામાં તકલીફ ભોગવતા યૂઝર્સને આ ફીચર ખૂબ કામમાં આવશે. યૂઝર્સ માત્ર બોલીને પોતાની ભાષામાં ટાઈપ કરી શકે છે. Koo આ પ્રકારનું ફીચર લોન્ચ કરનાર સૌપ્રથમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. આ ફીચર ફેસબુક, ટ્વિટર કે અન્ય કોઈ ગ્લોબલ પ્લેટફોર્મ પર નથી.

આ પણ વાંચો - વલસાડ : વિદેશી દારૂની હેરાફેરી કરતો પોલીસકર્મી ઝડપાયો, શક ના થાય તે માટે પત્ની અને બાળકને સાથે રાખતો

અનેક ભાષાનો ઉપયોગ થઈ શકે

અત્યારે આ એપમાં હિન્દી, અંગ્રેજી, કન્નડ, તેલુગુ, તમિળ, બંગાળી અને મરાઠી ભાષા સપોર્ટ કરે છે. આ તમામ સ્થાનિક ભાષાઓમાં Talk to type ફીચર આપનાર Koo દુનિયાનું સૌપ્રથમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોવાનો કંપનીનો દાવો છે. ગત વર્ષે ભારત સરકારના આત્મનિર્ભર ભારત ચેલેન્જમાં Koo એપ વિજેતા બની હતી. Kooના સહસ્થાપક મયંક બિદ્વત્કાએ કહ્યું હતું કે, આ ફીચર ક્રિએટરને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ તરીકે Kooને ગત વર્ષે માર્ચ મહિનામાં લોન્ચ કરાઈ હતી. Kooને ભારતીય ભાષાઓમાં માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ તરીકે બનાવાઈ હતી. Koo પર યૂઝર કોઈ અજાણ્યા યૂઝર્સને મેસેજ કરી શકતા નથી. જો તમારે કોઈને મેસેજ કરવો હોય તો તેની મંજૂરી લેવી પડે.
First published: