Home /News /tech /

Koo App News: Kooએ ટ્વિટર પર કર્યો કટાક્ષ, કહ્યું- 20 મહિના પહેલા જ આવી ચૂક્યું છે ‘Edit Button’

Koo App News: Kooએ ટ્વિટર પર કર્યો કટાક્ષ, કહ્યું- 20 મહિના પહેલા જ આવી ચૂક્યું છે ‘Edit Button’

Kooએ સેલ્ફ વેરિફિકેશન ફીચર શરુ કરી દીધું છે.

Koo App: ટેસ્લાના સીઇઓ એલન મસ્ક (Elon Musk)એ ટ્વિટર પર, 'એડિટ બટન' માટે એક પોલ પોસ્ટ કર્યા બાદ, ભારતીય માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ, કૂ એપ (Koo App)એ ટ્વિટર પર કટાક્ષ કર્યો અને કહ્યું કે કૂ પર આ એડિટ બટન 20 મહિના પહેલાથી જ ઉપલબ્ધ છે.

વધુ જુઓ ...
    Koo App: તાજેતરમાં ટ્વિટર પર એલન મસ્કની ‘એડિટ બટન’ પોલની પોસ્ટ વાયરલ થઈ છે ત્યારે હવે આ અન્યો માટે ચર્ચાનો વિષય બની છે. ભારતીય માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ, કૂ એપ (Koo App)એ બુધવારે પ્રતિસ્પર્ધી ટ્વિટર (Twitter App) પર કટાક્ષ કર્યો અને કહ્યું કે તેને એડિટ બટનને લઈને આટલી ચર્ચા સમજમાં નથી આવતી કારણકે આ સુવિધા કૂ પર તો 20 મહિનાથી વધુ સમયથી અવેલેબલ છે. ઉલ્લેખનીય છે કે ટ્વિટરના ટીકાકાર રહેલા ટેસ્લા સીઇઓ એલન મસ્કે ટ્વિટર પ્લેટફોર્મ પર એક પોલ (Elon Musk Poll) પોસ્ટ કરીને યુઝર્સને પૂછ્યું કે શું તેઓ એક એડિટ બટન ઈચ્છે છે, જેની રાહ ઘણાં સમયથી જોવાઈ રહી છે.

    કૂ એપના કો-ફાઉન્ડર મયંક બિદાવતકાએ પ્લેટફોર્મના સેલ્ફ વેરિફાઈ ફીચર (Self Verification Feature)ને લોન્ચ કરવા માટે એક વર્ચ્યુઅલ પ્રેસ મીટને સંબોધિત કરી હતી. તેમાં તેમણે જણાવ્યું કે, ‘મજાની વાત એ છે કે અમારી પાસે એડિટ બટન 20 મહિનાથી પણ વધુ સમયથી હાજર છે. મને સમજ નથી પડતી કે એના વિશે આટલી ચર્ચા કેમ થઈ રહી છે કેમ કે અમે તે ફીચરને ટૂંક સમયમાં જ લોન્ચ કર્યું હતું. અમે પોતાના યુઝર્સની વાતો ખૂબ ધ્યાનથી સાંભળી રહ્યા હતા.’

    આ પણ વાંચો: WhatsApp યુઝર્સ માટે ગુડ ન્યુઝ! ચેટિંગ કરવા માટે હવે ફોનમાં નંબર સેવ કરવાની જરૂર નહીં પડે

    તેમણે કહ્યું કે યુઝર્સ તેમના દ્વારા કહેવામાં આવેલું વાતોને ત્યાં સુધી એડિટ કરી શકે છે જ્યાં સુધી એ વિશેષ કૂ પર કોઈ રિએક્શન ન આવ્યું હોય.’

    કૂ પર શરુ થયું સેલ્ફ વેરિફિકેશન ફીચર

    Kooએ અકાઉન્ટને સેલ્ફ વેરિફાઈ કરવાની સુવિધા શરુ કરી દીધી છે અને આમ કરનારી તે પહેલી એપ બની ગઈ છે. ધ્યાનમાં રહે કે આમ કરવા માટે તમારી પાસે કોઈ વેલિડ સરકારી આઇડી હોવી જરૂરી છે. વર્તમાનમાં ફક્ત આધારને જ લાઈવ કરવામાં આવ્યું છે એટલે કે Koo પર પોતાના અકાઉન્ટને આધાર મારફતે વેરિફાઈ કરી શકાય છે.

    આ પણ વાંચો: Apple iPhone 14ની પહેલી ઝલક આવી સામે, ખાસ ફીચર્સનો થઈ ગયો ખુલાસો!

    આ રીતે કરો સેલ્ફ વેરિફિકેશન (How to Self Verify in Koo App)

    1. Kooના નવા ફીચરના માધ્યમથી સૌથી પહેલા આધાર નંબર નાખવાનો હોય છે.

    2. ત્યારબાદ જેવું તમે Proceed પર ક્લિક કરશો તો આધારથી લિન્ક્ડ મોબાઈલ નંબર પર તમને એક ઓટીપી મળશે, જેને તમારે ફિલ કરવો પડશે.

    3. અકાઉન્ટ વેરિફાઈ થયા બાદ પ્રોફાઈલ પર ગ્રીન કલરનો ટિક આવી જશે જે વેરિફિકેશનનું પ્રૂફ છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gujarati tech news, Mobile and Technology

    આગામી સમાચાર