Home /News /tech /Exclusive: Koo Appના ફાઉન્ડરે કહ્યુ- ચીની રોકાણકારોથી થઈ રહ્યા છે અલગ, હવે આત્મનિર્ભર ભારત એપ

Exclusive: Koo Appના ફાઉન્ડરે કહ્યુ- ચીની રોકાણકારોથી થઈ રહ્યા છે અલગ, હવે આત્મનિર્ભર ભારત એપ

Koo Appમાં લાગ્યા છે ચીની રોકાણકારોના રૂપિયા? ફાઉન્ડરે આપ્યો આવો જવાબ

Koo Appમાં લાગ્યા છે ચીની રોકાણકારોના રૂપિયા? ફાઉન્ડરે આપ્યો આવો જવાબ

નવી દિલ્હી. ટ્વીટર વિવાદ (Twitter Controversy)ની વચ્ચે ચર્ચામાં આવેલી કૂ એપ હવે સંપૂર્ણપણે આત્મનિર્ભર ભારત એપ (Aatma Nirbhar Bharat App) થઈ રહી છે. આ એપ સાથે જોડાયેલા ચીની રોકાણકાર શુનવેઈ કેપિટલ (Shunwei Capital)એ કંપનીમાંથી બહાર જવાનો નિર્ણય લીધો છે. આ વાતની જાણકારી કૂના સહ-સંસ્થાપક અને સીઇઓ અપ્રમેય રાધાકૃષ્ણન (Aprameya Radhakrishna)એ સીએનબીસી-ટીવી18 (CNBC TV18) સાથેની ખાસ વાતચીતમાં આપી. ખાસ વાત એ છે કે દેશની અનેક મોટી હસ્તીઓએ આ એપના ઉપયોગની વાત કહી છે.

અપ્રમેય રાધાકૃષ્ણને કહ્યું કે, પહેલા વોકલ બ્રાન્ડ (Vokal Brand)માં રોકાણ કરનારી શુનવેઇ કેપિટલ આ એપથી બહાર જઈ રહી છે. તેઓએ જણાવ્યું કે, શુનેવઈએ આ પહેલા બ્રાન્ડ વોકલમાં રોકાણ કર્યું હતું. અમે કૂ પર ધ્યાન કેન્દ્રીત કર્યું. તેઓ આ કંપનીથી બહાર થઈ રહ્યા છે. અમે હકીકતમાં એક આત્મનિર્ભર ભારત એપ છીએ. બુધવારે જ તેઓએ જાણકારી આપી હતી કે તે ભારતમાં રજિસ્ટર્ડ કંપની છે અને તેના તમામ સંસ્થાપક ભારતીય છે.

આ પણ વાંચો, ટ્વીટરે ભારત સરકારના આદેશ નહીં માન્યા તો ટૉપ અધિકારીઓની થઈ શકે છે ધરપકડ

તેઓએ લખ્યું હતું કે, અઢી વર્ષ પહેલા રોકાણ એકત્ર કર્યું હતું. બોમ્બિનેટ ટેક્નોલોજી માટે નવા ફંડ્સ ભારતીય રોકાણકાર 3one4 કેપિટલથી મળ્યા છે. તેઓએ વધુમાં જાણકારી આપી કે, શુનવેઈ જેણે અમારા વોકલમાં રોકાણ કર્યું હતું, હવે સમગ્રપણે તેનાથી બહાર જઈ રહી છે. 3one4 કેપિટલ બેંગલુરુની એક કંપની છે. કૂએ અત્યાર સુધી 40 લાખ ડૉલરથી વધુનું રોકાણ એકત્ર કર્યું છે. તેના બીજા રોકાણકારોમાં કલારી કેપિટલ અને બ્લૂમ વેન્ચર્સના નામ પણ સામેલ છે.

આવી રીતે થઈ હતી Koo Appની શરૂઆત

રાધાકૃષ્ણન અને મયંક બીદવતકાએ ગયા વર્ષે માર્ચ મહિનામાં આ એપની શરૂઆત કરી હતી. ખાસ વાત એ છે કે કૂનું ઇન્ટરફેસ લોકપ્રિય એપ ટ્વીટરથી ઘણું મળતું આવે છે. અત્યાર સુધી રવિશંકર પ્રસાદ અને પીયૂષ ગોયલ જેવા મંત્રીઓથી લઈને લેખક અમીષ ત્રિપાઠી અને પૂર્વ ક્રિકેટર જવગલ શ્રીનાથ અને અનિલ કુંબલે સહિત અનેક હસ્તીઓએ કૂ પર પોતાની ઉપસ્થિતિ નોંધાવી દીધી છે.

આ પણ વાંચો, સસ્તું Gold ખરીદવાની ઉત્તમ તક, આજે ફરી ઘટી કિંમત, ચેક કરો 10 ગ્રામનો ભાવ




News18ને આપેલા ઇન્ટરવ્યૂમાં મયંકે જણાવ્યું હતું કે Koo એપ 30 લાખથી વધુ ડાઉનલોડ થઈ ચૂકી છે. બીજી તરફ ગત 6 મહિનાથી આ તે ચાર ગણી ઝડપથી વધી રહી છે. ખાસ વાત એ છે કે આત્મનિર્ભર એપ ચેલેન્જમાં બીજા સ્થાન પર આવ્યા બાદ આ એપનું નામ સામે આવ્યું હતું. આ ઇવેન્ટનું આયોજન MyGov અને NITI આયોગે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં કર્યું હતું.
First published:

Tags: Aatma Nirbhar Bharat