માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Koo Appએ સરકારી સમયમર્યાદા પહેલા જ પૂરી કરી ઇન્ટરમીડિયરીઝ ગાઇલાઇન્સની તમામ શરતો

મંત્રાલયે સોશિયલ મીડિયા માધ્યમોને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી રૂલ્સ, 2021નું પાલન કરવા કહ્યું હતું

મંત્રાલયે સોશિયલ મીડિયા માધ્યમોને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી રૂલ્સ, 2021નું પાલન કરવા કહ્યું હતું

  • Share this:
વિવિધ સોશિયલ મીડિયા સાઇટ્સ અને એપ્સમાંથી અવારનવાર યૂઝર્સના ડેટા લીક થવાના મામલા સામે આવે છે. જેથી લોકોની ડેટા પ્રાઇવસી સામે આજે મોટુ જોખમ ઉભું થતું જણાય છે. એટલે ભારતમાં પણ હવે આ દિશામાં કડક નિયમો બનાવી લાગૂ કરાઇ રહ્યા છે અને તેનુ પાલન કરવા જે-તે સોશિયલ મીડિયા માધ્યમોને કહેવાયું છે.

ત્યારે ભારતીય માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ કૂએ (Koo)કહ્યું કે, તેમણે ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી મંત્રાલય દ્વારા નક્કી કરાયેલ 25 મે, 2021ની સમયમર્યાદા પહેલા નવા મધ્યસ્થ દિશાસૂચનો અંતર્ગત તમામ જરૂરીયાતો પૂર્ણ કરી લીધી છે. મંત્રાલયે સોશિયલ મીડિયા માધ્યમોને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી રૂલ્સ, 2021નું પાલન કરવા કહ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે આ મામલે કોઇ પણ ભૂલ થવા પર જે-તે પ્લેટફોર્મ પર કાર્યવાહી કરવામાં આવશે. કૂએ કહ્યું કે, તેમની એપના લગભગ 60 લાખ ડાઉનલોડ છે. જે તેને એક પ્રમુખ સોશિયલ મીડિયા માધ્યમ બનાવે છે.

આ પણ વાંચો - હવે શોધી શકાશે 4000 વર્ષ પહેલા ધૂમકેતુમાંથી થયેલી ઉલ્કાવર્ષા, શોધમાં કરાયો દાવો

KOOના સહ-સંસ્થાપક અને સીઇઓ અપ્રમેય રાધાકૃષ્ણના કહ્યા અનુસાર, કેન્દ્ર સરકાર દ્વારા 25 ફેબ્રુઆરી, 2021એ જાહેર કરવામાં આવેલ નવા સોશિયલ મીડિયા દિશાનિર્દેશોનું પાલન સ્પષ્ટ સાબિત કરે છે કે ભારતીય સોશિયલ મીડિયા પ્લેયર્સનું દેશમાં વિકસિત થવું કેટલું મહત્વપૂર્ણ છે. કૂની પ્રાઇવસી પોલીસી, વપરાશની શરતો અને કોમ્યૂનિટી ગાઇડલાઇન્સથી સ્પષ્ટ થાય છે કે, અન્ય મોટા સોશ્યલ મીડિયા ઇન્ટરમીડીયરીઝની જેમ તેમણે પણ નિયમો લાગૂ કર્યા છે. એટલું જ નહીં કૂએ મુખ્ય અનુપાલન અધિકારી, નોડલ અધિકારી અને ફરીયાદ અધિકારી દ્વારા ફરીયાદ નિવારણ સિસ્ટમની વ્યવસ્થા પણ લાગૂ કરી છે.

કૂના સહ-સંસ્થાપક મયંક બિદાવત્કાએ જણાવ્યું કે, અમારી પાસે નવા નિયમોનું પાલન કરવા 3 મહિના હતા. તેવામાં અમે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા અને અમારી ટીમમાંથી અનુભવી સહયોગીઓને ઓળખી તેમને જવાબદારી આપી હતી. તેઓ પહેલાથી જ અમારી પ્રણાલીઓથી પરીચિત છે. તેઓ ભવિષ્યની યોજનાઓ લાગૂ કરવામાં સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ સાબિત થશે. મંત્રાલયે 25 ફેબ્રુઆરી, 2021એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે નવા મધ્યસ્થ દિશાનિર્દેશોની યાદીની જાહેરાત કરી હતી. નવા નિયમો અનુસાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સરકારના નિર્દેશ કે કાનૂની આદેશ બાદ 36 કલાકની અંદર આપત્તિજનક કન્ટેન્ટ હટાવવું પડશે. સાથે જ સોશિયલ મીડિયા ઇન્ટરમીડીયરીઝને યૂઝર્સ પાસેથી ફરીયાદ મળવા પર તેનું સમાધાન કરવા ફરિયાદ નિવારણ સિસ્ટમ બનાવવી પડશે.
First published: