ગૂગલ (Google)એ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, અને આ જ કારણ છે કે આપણે આપણા જીવનની તમામ જરૂરી વસ્તુ તેના પર જ સર્ચ કરીએ છીએ. પુરી દુનિયામાં ગૂગલના ઘણા ઉત્પાદનો છે, જે આપણું કાર્ય સરળ બનાવે છે, તેના બધા ઉત્પાદનો એકદમ લોકપ્રિય છે. આ દરમિયાન, એવા અહેવાલો પ્રાપ્ત થયા છે કે, ગૂગલના યુટ્યુબે ડાઉનલોડ થવાની બાબતમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આશ્ચર્યજનક વાત એ છે કે, તેના ડાઉનલોડ નંબર્સ સમગ્ર વિશ્વની કુલ વસ્તી કરતા વધુ છે. ચાલો આપણે તેની સંપૂર્ણ વિગતો જાણીએ.
રિપોર્ટ અનુસાર જુલાઈ 2021 સુધીમાં હાલમાં વિશ્વની અંદાજિત વસ્તી 7.9 અબજ છે. જ્યારે ગૂગલની મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ, એન્ડ્રોઇડે આ વર્ષે 3 અબજ ડિવાઇસ એક્ટિવેશનને પૂર્ણ કર્યા છે, જેની સાથે જ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ એપ્લિકેશંસની સંખ્યા વધીને 2.89 મિલિયન થઈ ગઈ.
જો તમને લાગે કે, આ આશ્ચર્યજનક આંકડો છે, તો પછી જાણો કે, Android માટે ગૂગલની યુટ્યુબ એપ્લિકેશને હવે 10 બિલિયન ડાઉનલોડ્સને પણ પાર કરી લીધુ છે. આ સમગ્ર વિશ્વની કુલ અંદાજિત વસ્તી કરતા વધુ છે.
નોંધનીય છે કે, યુ ટ્યુબ બધા જ એંડ્રોઇડ ફોનમાં ગૂગલ સ્યુટનો એક ભાગ છે, પરંતુ તેમ છતાં, 10 અબજ એક આશ્ચર્યજનક આંકડો છે. પ્લે સ્ટોર પર બીજી સૌથી લોકપ્રિય એપ્લિકેશન ફેસબુક છે, જેની 7 અબજથી વધુ ડાઉનલોડ્સ છે. જ્યારે WhatsApp 6 બિલિયનથી વધારે ડાઉનલોડ્સ સાથે ત્રીજા ક્રમે છે, ફેસબુક મેસેન્જર 5 બિલિયનથી વધારે ડાઉનલોડ્સ સાથે ચોથા ક્રમે છે, જ્યારે 3 બિલિયનથી વધીરે ડાઉનલોડ્સ સાથે ઇન્સ્ટાગ્રામ પાંચમા ક્રમે આવે છે.
આ સાથે, ટિકટોકના 2 બિલિયન વધુ ડાઉનલોડ્સ છે. જ્યારે 1 બિલિયનથી વધુ ડાઉનલોડ્સ સાથે લોકપ્રિય ગેમ સબવે સર્ફર્સ. ફેસબુક લાઇટના 2 બિલિયન ડાઉનલોડ્સ છે, માઇક્રોસોફ્ટ વર્લ્ડ અને માઇક્રોસોફ્ટ પાવરપોઇન્ટ 2 બિલિયનની નજીક છે અને સ્નેપચેટમાં 1 બિલિયનથી વધુ ડાઉનલોડ્સ છે.
આશ્ચર્યજનક રીતે નેટફ્લિક્સ અને ટ્વિટર આ ડાઉનલોડના લિસ્ટમાં નીચે આવે છે. નેટફ્લિક્સ જેવા વિડિઓ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સે 1.5 અબજથી વધુ ડાઉનલોડ્સ સાથે સોશિયલ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરને પાછળ છોડી દીધુ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર