ટર્ન લેવા ઉપરાંત આ માટે પણ થાય છે ઇન્ડિકેટરનો ઉપયોગ, અહીં જાણો

ટર્ન લેવા ઉપરાંત આ માટે પણ થાય છે ઇન્ડિકેટરનો ઉપયોગ

ઇન્ડિકેટરનો ઉપયોગ કર્યા વગર એકાએક ટર્ન લઈ લેવાથી અકસ્માત થઈ શકે છે. વાહનમાં ઇન્ડિકેટર અગત્યનું ફીચર બની ગયું છે

  • Share this:
નવી દિલ્હી : ઇન્ડિકેટરનો ઉપયોગ કર્યા વગર એકાએક ટર્ન લઈ લેવાથી અકસ્માત થઈ શકે છે. વાહનમાં ઇન્ડિકેટર અગત્યનું ફીચર બની ગયું છે. જેના કારણે જ ટૂ વ્હીલરથી માંડી ફોર વ્હીલર કે પછી કોમર્શિયલ વાહનમાં ઇન્ડિકેટર આવે છે. રાત્રે તો ઇન્ડિકેટર ખૂબ અગત્યનું બની જાય છે. આવી સ્થિતિમાં ઇન્ડિકેટરનો ઉપયોગ મોટાભાગે ટર્ન લેતી વખતે થતો આવ્યો છે. ટર્ન લેવા સિવાય તેના અન્ય પણ ઉપયોગ છે. જેના અંગે અહીં જાણકારી મળશે.

ઇન્ડિકેટરનો ઉપયોગ આવી રીતે કરો

લોકો ઇન્ડિકેટરનો ઉપયોગ તો કરે છે, પરંતુ તેની પદ્ધતિ ખોટી છે. મોટાભાગના લોકો વળવાનું હોય એટલે તરત ઇન્ડિકેટર બતાવી દે છે. અલબત ટ્રાફિક નિયમ મુજબ આ ખોટું છે. નિયમો અનુસાર ટર્ન લેતી વખતે ઓછામાં ઓછી 10 સેકન્ડ પહેલા ઇન્ડિકેટર બતાવવું જોઈએ. જેથી પાછળથી આવતા વાહનને ઝડપ પર કાબુ મેળવવાનો પૂરતો સમય મળી શકે. હવે વળવાથી 10 સેકન્ડ પહેલા જ ઇન્ડિકેટરનો ઉપયોગ કરવાની આદત પાડવી જરૂરી છે.

આ પણ વાંચો - જો તમે જાણી લેશો કોલ્ડ્રીંક્સથી થતા આ નુકસાન, તો આજે જ છોડી દેશો પીવાનું

સાઈડમાં પાર્ક કરતી વખતે ઇન્ડિકેટરનો ઉપયોગ

હાઇવે કે રોડ પર સાઈડમાં વાહન પાર્ક કરતી વખતે બન્ને ઇન્ડિકેટરને ઓન કરી દેવા જઈએ. જેનાથી અન્ય વાહનચાલકોને સાઈડમાં વાહન પાર્ક હોવાનો સંકેત મળે છે. રાત્રે લાઈટ ન હોય તેવા રોડ પર આ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. લાઈટ ન હોવાના કારણે અકસ્માત થઈ શકે છે, પરંતુ બન્ને ઇન્ડિકેટર ચાલુ હોવાથી જોખમ ઘટે છે.

ધુમ્મસમાં આવી રીતે થાય છે ઉપયોગ

દેશના શિયાળામાં ઘણા વિસ્તારોમાં 10થી 15 દિવસ સુધી ઝાકળ કે ધુમ્મસ રહે છે. જેના કારણે વાહન ચલાવવું જોખમી હોય છે. આવી સ્થિતિમાં અન્ય વાહન ચાલકોને આગળ વાહન જતું હોવાનો ખ્યાલ આવે તે માટે બંને ઇન્ડિકેટર સ્ટાર્ટ કરીને વાહન ચલાવવું જોઈએ.
First published: