દિલ્હી: Location Share પરિવારના સભ્ય કે મિત્ર કયા સ્થળે છે તે જાણવું સહેલું બની ગયું છે. તેમના મોબાઈલમાં ડેટા /Wi-Fi અને GPS ચાલુ હોય તો તમે તેમનું લોકેશન સરળતાથી જાણી શકો છો.
આમ તો કોઈની પરવાનગી વગર તેનું લોકેશન જાણવું ગેરકાયદે છે. પણ અહીં જણાવવામાં આવેલી પદ્ધતિથી તમે કોઈ પણ કાયદાની માથાકૂટમાં પડ્યા વગર પરિવારના સભ્ય કે મિત્રનું લોકેશન જાણી શકો છો.
લોકેશન જાણવા શું કરવું?
લોકેશન જાણવા માટે તમારે થર્ડ પાર્ટી એપ્સના ફીચર્સનો ઉપયોગ કરવો પડશે. મોટાભાગના લોકો ગૂગલ મેપ્સ અને વોટ્સએપનો ઉપયોગ કરે છે. જેથી ગૂગલ મેપ્સ અને વોટ્સએપ દ્વારા લાઇવ લોકેશનની માહિતી મેળવવાની સંપૂર્ણ રીત અહીં જણાવવામાં આવી છે.
લોકેશન જાણવાની આ સરળ રીતે છે. આ માટે તમારે જેનું લોકેશન જાણવું હોય તેને કોલ કરવાનો રહેશે. પછી તેઓ ગૂગલ મેપ્સ અથવા વોટ્સએપ પર પોતાનું લોકેશન શેર કરી શકે છે. શેર કરેલા આ લોકેશનથી દ્વારા તમે તેમના વિશે માહિતી મેળવી શકો છો. બંને એપ્લિકેશનમાં લોકેશન શેર કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.
લોકેશન શેર કરવા માટે તમારા પરિવારના સભ્ય કે મિત્રએ ગૂગલ મેપ્સ પર જઈને લોકેશન શેરિંગ વિકલ્પ પર જવું પડશે. ત્યારબાદ જે તે વ્યક્તિ તમારી સાથે પોતાનું લોકેશન શેર કરી શકે છે. જેની સાથે તમે વોટ્સએપ પર લાઇવ લોકેશન શેર કરવા માંગો છો તેમની ચેટ ઓપન કરીને તમારે સેન્ડ કરવાની વસ્તુના ઓપ્શનમાંથી લોકેશન ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે.
લાઇવ લોકેશન અહીંથી શેર કરી શકાશે. આ માટે તમે ખાસ ટાઈમ ડ્યુરેશન પણ પસંદ કરી શકો છો. ઘણા લોકોને આ પદ્ધતિઓ વિશે જાણ હશે. પરંતુ, ઘણા લોકો લોકેશન શેરિંગ વિશે જાણતા નથી. મિત્રની પરવાનગી વગર આમ કરવું એ અપરાધ છે. આ કારણે લોકેશન શેર કરતા પહેલા મિત્રની પરમિશન લઈ લો.
વોટ્સએપ પર લોકેશન કેવી રીતે શેર કરવું?
- આ માટે સૌથી પહેલા તમારા વોટ્સએપને ઓપન કરો. - હવે ચેટ ઓપ્શન પર જાઓ. - હવે તમે જે વ્યક્તિને લોકેશન મોકલવા માંગો છો તેનું નામ સિલેક્ટ કરો અને તેમાંથી તમારી ચેટ ઓપન કરો. - અહીં વોટ્સએપ ચેટના તળિયે '+' અથવા ક્લિપ આઇકોન દેખાશે, તેના પર ક્લિક કરો. - હવે અહીં લોકેશન ઓપ્શન સિલેક્ટ કરો. તમે બે વિકલ્પો Send Your Current Location અને Share Live Location જોવા મળશે. તમે જરૂર અનુસાર કોઈપણ વિકલ્પ પસંદ કરી શકો છો અને મોકલી શકો છો. - લોકેશન સિલેક્ટ કર્યા બાદ સેન્ડ પર ક્લિક કરો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર