Home /News /tech /મોટો ખુલાસો: ઈ-સ્કૂટરોમાં આગ લાગવાનું કારણ સામે આવ્યું, કંપનીઓની આ બેદરકારીએ જોખમમાં મૂક્યો ગ્રાહકોનો જીવ!
મોટો ખુલાસો: ઈ-સ્કૂટરોમાં આગ લાગવાનું કારણ સામે આવ્યું, કંપનીઓની આ બેદરકારીએ જોખમમાં મૂક્યો ગ્રાહકોનો જીવ!
ઈલેક્ટ્રિક સ્કૂટર્સમાં આગ લાગવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે.
EV Fire Incidents: 2 મેએ રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગિરધર અરમાને પુષ્ટિ કરી હતી કે તપાસ પરથી માલૂમ પડ્યું છે કે, ઉપયોગમાં લેવાતી બેટરીઓ અને તેમની પેકેજિંગ, બેટરી ડિઝાઇન, થર્મલ મેનેજમેન્ટ સિસ્ટમ અને બેટરી મેનેજમેન્ટ સિસ્ટમમાં જરૂરી ફંક્શનલ સેફ્ટી ઇમ્પ્રૂવમેન્ટની જરૂર છે.
EV Fire Incidents: દેશભરમાં હાલ થયેલી ઇલેક્ટ્રિક સ્કૂટરોમાં આગ લાગવાની ઘટનાઓમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર નિર્માતાઓની મોટી બેદરકારી સામે આવી છે. અહેવાલ છે કે, આ ઘટનાઓની તપાસ માટે બનેલી કમિટીને ટેસ્ટિંગ માટે કંપનીઓએ જે બેટરીઓ મોકલી હતી, એ સ્તરની બેટરીઓનો ઉપયોગ પોતાના ટુ-વ્હીલરમાં નથી કર્યો.
ટેસ્ટિંગ એજન્સી ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ARAI) ના એક સૂત્રએ કોઈનો ઉલ્લેખ કર્યા વિના સીએનબીસી-ટીવી18.કોમને જણાવ્યું કે લગભગ દરેક કંપનીઓએ ટેસ્ટિંગ માટે ગ્રેડ-એ સ્તરની બેટરીઓને જમા કરાવી હતી. બની શકે છે કે તેમાંથી ઘણી કંપનીઓએ પોતાના પ્રોડક્ટ અને વેચવામાં આવતા તમામ સ્કૂટરોમાં આ બેટરીનો ઉપયોગ નથી કર્યો.
સૂત્રએ આગળ જણાવ્યું કે પૂરતી જાણકારી વગર એ કહેવું કે માની લેવું યોગ્ય નથી કે બધી કંપનીઓએ આ ભૂલ કરી હશે. બની શકે કે સ્પષ્ટ નિયમો અને દેખરેખની કમીને લીધે અમુક નાની કંપનીઓએ આ વાતનો ફાયદો ઉઠાવ્યો હોય. જો કે, આ અંગે જ્યારે સીએનબીસીએ ઓકિનાવા, ઓલા, જિતેન્દ્ર અને પ્યોર ઇવી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, તો તેમણે જવાબ આપ્યો ન હતો.
ગડબડ રોકવા માટે યોગ્ય તપાસ જરૂરી
એક સરકારી સૂત્રએ એમ પણ જણાવ્યું કે કંપનીઓ આ પ્રકારની ગેરરીતિમાં સંડોવાયેલી હોવાની શક્યતાને નકારી શકાય નહીં. કંપનીઓને બી ગ્રેડની બેટરીનો ઉપયોગ કરવાથી રોકવા માટે ઓચિંતી તપાસનો કડક અમલ કરવાની જરૂર છે. સૂત્રએ કહ્યું કે બેટરી, તેની ગુણવત્તા, કિંમત અને ખરીદીની જગ્યા સંબંધિત તમામ ડેટા કંપનીઓ પાસે ઉપલબ્ધ છે.
જ્યારે અન્ય સ્ત્રોતને પૂછવામાં આવ્યું કે શું કંપનીઓ હલકી ગુણવત્તાની બેટરીનો ઉપયોગ કરી રહી છે, તો તેણે કહ્યું, ‘તપાસ ટીમ આગ લાગવાની દરેક શક્યતાઓ પર ધ્યાન આપી રહી છે. કંપનીઓએ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે ઉપયોગમાં લેવાતી બેટરી બેસ્ટ હોય. આ માટે ઇલેક્ટ્રિક વ્હીકલ કંપનીઓને ટેસ્ટિંગ અને ક્વોલિટી કંટ્રોલ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે.’
ટેસ્ટિંગમાં મોટો છબરડો સામે આવ્યો
CNBC-TV18 સાથે વાત કરતા, 2 મેના રોજ રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગિરધર અરમાને પુષ્ટિ કરી હતી કે તપાસ પરથી માલૂમ પડ્યું છે કે ઉપયોગમાં લેવાતી બેટરીઓ અને તેમની પેકેજિંગ, બેટરી ડિઝાઇન, થર્મલ મેનેજમેન્ટ સિસ્ટમ અને બેટરી મેનેજમેન્ટ સિસ્ટમમાં જરૂરી ફંક્શનલ સેફ્ટી ઇમ્પ્રૂવમેન્ટની જરૂર છે. બેટરીમાં ઘણા સેલ હોય છે, જે વાહન ચલાવવા માટે જરૂરી ઉર્જાનું રૂપાંતર કરે છે. સેલ્સને ગુણવત્તાના આધારે A થી C સુધીના ઉતરતા ક્રમમાં વિભાજિત કરવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર