Home /News /tech /

Tech Hack: લેપટોપની સ્ક્રીન પર બહુ ડાધા અને સ્ક્રેચ પડ્યા છે? તો આ ટિપ્સથી કરી દો દૂર, નહિં તો આંખો ખરાબ થશે

Tech Hack: લેપટોપની સ્ક્રીન પર બહુ ડાધા અને સ્ક્રેચ પડ્યા છે? તો આ ટિપ્સથી કરી દો દૂર, નહિં તો આંખો ખરાબ થશે

આ રીતે લેપટોપની સ્ક્રીન પરથી ડાધા દૂર કરો

Laptop cleaning tips: તમે સતત લેપટોપ પર કામ કરો છો અને તમારી સ્ક્રીન પર ડાધા પડી ગયા છે તો તમારે એને રિમૂૂવ કરવા જરૂરી છે. જો તમે આ ડાધાને કાઢતા નથી તો કામ કરતી વખતે આંખો ખેંચાય છે અને સાથે વર્ક કરવાની મજા પણ આવતી નથી.

    Laptop cleaning tips: આજના આ સમયમાં મોટાભાગના લોકો લેપટોપનો યુઝ કરતા હોય છે. ખાસ કરીને કોરોના કાળમાં વર્ક ફ્રોમનું કલ્ચર અને ઓનલાઇન ક્લાસ શરૂ થયા પછી લેપટોપનો યુઝ દરેક ઘરોમાં સામાન્ય થઇ ગયો છે અને ખૂબ વધી પણ ગયો છે. જો કે વધુ પ્રમાણમાં લેપટોપનો યુઝ કરવાથી સ્ક્રીન (Laptop screen) ગંદી થઇ જતી હોય છે અને ઘણાં લોકોની સ્ક્રીન પર તો ડાઘા પણ પડી જતા હોય છે. આમ, લેપટોપની સ્ક્રીન સાફ કરવા માટે અનેક લોકો ભીનાં કપડાનો યુઝ કરતા હોય છે. પરંતુ તમે આ રીતથી લેપટોપની સ્ક્રિનને સાફ કરો છો તો આનાથી સ્ક્રિનને લાંબા ગાળે નુકસાન થાય છે. આ માટે અમે તમને આજે કેટલીક લેપટોપ ક્લિનીંગ ટિપ્સ જણાવીશું જેને ફોલો કરીને તમે લેપટોપને બિલકુલ પહેલા જેવું જ ચમકાવી શકશો.

    રબરથી સાફ કરો

    લેપટોપની સ્ક્રીન પરના સ્ક્રેચ સાફ કરવા માટે તમે રબરનો ઉપયોગ કરી શકો છો. રબર સ્ક્રીનને સાફ કરવા માટે સૌથી બેસ્ટ છે. આ માટે તમે રબર લો અને એની મદદથી લેપટોપની સ્ક્રીન પર હળવા હાથે રબ કરો. 4-5 મિનિટ આ કામ કરશો તો રબરની સ્ક્રીન પરના સ્ક્રેચ તરત દૂર થઇ જશે.ટ

    આ પણ વાંચો: ભારતનો પહેલો મલ્ટી-કલર ચેન્જિંગ ફોન થયો લોન્ચ

    રબિંગ આલ્કોહોલનો ઉપયોગ કરો

    રબિંગ આલ્કોહોલની મદદથી તમે લેપટોપની સાથે-સાથે ટીવી અને મોબાઇલની સ્ક્રીનને સાફ કરી શકો છો. આ માટે તમે સ્ક્રીનને કોરા કપડાંથી સાફ કરી લો અને પછી રબિંગ આલ્કોહોલમાં માઇક્રોફાઇબર કપડાને ડિપ કરીને સ્ક્રિન પર હળવા હાથે લૂંછી લો. આનાથી સ્ક્રીન પર લાગેલા બધા જ ડાઘા દૂર થઇ જશે અને તમારી સ્ક્રીન પહેલાં જેવી જ ચમકવા લાગશે.

    પેટ્રોલિયમ જેલથી સાફ કરો

    લેપટોપની સ્ક્રીન પર લાગેલા સ્ક્રેચ અને ડાઘને રિમૂવ કરવા માટે પેટ્રોલિયમ જેલીનો તમે ઉપયોગ કરી શકો છો. આ તમારા માટે એક સૌથી બેસ્ટ ઓપ્શન છે. આ માટે તમે લેપટોપની સ્ક્રીન પર પેટ્રોલિયમ જેલી લગાવીને માઇક્રોફાઇબર કપડાથી રબ કરો અને એને થોડીવાર માટે રહેવા દો. ત્યારબાદ 2 થી 3 મિનિટ રહીને કોરા કપડાથી લૂંછી લો. આમ કરવાથી સ્ક્રીન સાફ થઇ જશે.'

    આ પણ વાંચો: Oppo K10X સસ્તામાં થયો લોન્ચ

    સ્ક્રેચ રિમૂવરથી ડાઘ દૂર કરો

    લેપટોપની સ્ક્રીન પર લાગેલા ડાઘને દૂર કરવા માટે તમે સ્ક્રેચ રિમૂવરનો પણ ઉપયોગ કરી શકો છો. માર્કેટમાં સ્ક્રેચ રિમૂવર સરળતાથી મળી રહે છે. જેનો ઉપયોગ તમે લેપટોપ, ટીવી અને સ્માર્ટફોનની સ્ક્રીનને સરળતાથી ક્લિન કરી શકો છો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Laptop, ટેકનોલોજી, મોબાઇલ, લેપટોપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन