ખબર છે કેમ સસ્તા હોય છે Androide One સ્માર્ટફોન

News18 Gujarati
Updated: February 26, 2018, 6:28 PM IST
ખબર છે કેમ સસ્તા હોય છે Androide One સ્માર્ટફોન

  • Share this:
સ્માર્ટફોન આપણા જીવનનો એક ભાગ બની ગયા છે. એક સ્માર્ટફોન આપણા માટે કેટલો જરૂરી છે, તે પણ આપણે સારી રીતે જાણિએ છીએ. પરંતુ ઘણી વખત સ્માર્ટફોન અને તેની સાથે જોડાયેલ ટેકનિકલ ટર્મ હોય છે, જેના વિશે આપણને કંઈ વધારે સમજ હોતી નથી. તેમાંથી જ એક એન્ડ્રોઈડ છે. ભારતીય બજારમાં બજેટ સ્માર્ટફોનના સમયમાં એન્ડ્રોઈડ સ્માર્ટફોન સૌથી વધારે વેચાઈ રહ્યો છે.

પાછલા કેટલાક સમયમાં એન્ડ્રોઈડ સાથે 'એન્ડ્રોઈડ વન' સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. તો આવો જાણિએ એન્ડ્રોઈડ વન સ્માર્ટફોન એન્ડ્રોઈડ સ્માર્ટફોનથી કેવી રીતે અલગ પડે છે અને આ બંને વચ્ચે અંતર શું છે.

શું છે Android One

એન્ડ્રોઈડ એક ઓપરેટિંગ સિસ્ટમ છે, જ્યારે એન્ડ્રોઈડ વન એક સ્ટેન્ડર્ડ છે, જે આ એન્ડ્રોઈડ સિસ્ટમ પર લાગૂ થાય છે. સરળ શબ્દોમાં આને સમજીએ તો એન્ડ્રોઈડ વન એક રીતે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમનો એક ભાગ છે. 2014માં ગૂગલે પ્રથમ વખત એન્ડ્રોઈડ વન લોન્ચ કર્યું હતું. 2014માં સુંદર પિચઈએ એન્યુઅલ ડેવલપર કોન્ફ્રન્સમાં એન્ડ્રોઈડ વનને લોન્ચ કર્યું હતું. જેના પાછળનો મુખ્ય હેતું યૂઝર્સને ફ્રેન્ડલી શાનદાર એન્ડ્રોઈડ એક્સપીરિયન્સ સાથે બજેટ રેન્જમાં સ્માર્ટફોન ઉપલબ્ધ કરાવવાનો હતો.આ કંપનીઓ બનાવી રહી છે એન્ડ્રોઈડ વન ડિવાઈસભારતમાં એન્ડ્રોઈડ વન ડિવાઈસ બનાવનાર કંપનીઓમાં માઈક્રોમેક્સ, કાર્બન અને સ્પાઈસનો સમાવેશ થાય છે. આ કંપનીઓએ 6000 રૂપિયાની રેન્જમાં સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. ભારતના સ્માર્ટફોન બજારને ધ્યાનમાં રાખતા ગૂગલે એન્ડ્રોઈડ વન પ્લેટફોર્મ રજૂ કર્યો છે. ભારતમાં શાઓમીએ સપ્ટેમ્બર 2017માં પોતાનો પહેલો એન્ડ્રોઈડ વન સ્માર્ટફોન Mi A1 લોન્ચ કર્યો છે.

Android અને Android Oneમાં અંતર

એન્ડ્રોઈડની વાત કરીએ તો તે એક મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે. ભારતના સ્માર્ટફોન બજારમાં મોટા ભાગે સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત એપલનું iOS અને વિન્ડોજ મોબાઈલ પણ ફેમસ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે. એન્ડ્રોઈડની ખાસ વાત તે છે કે, આ એક ઓપન સોર્સ છે, જેને સરળતાથી મેળવીને આમાં પોતાની સુવિધા અનુસાર પરિવર્તન કરી શકાય છે. આ કારણે જ 71% મોબાઈલ ડેવલપર એન્ડ્રોઈડ સિસ્ટમનો ઉપયોગ કરે છે.

એન્ડ્રોઈન વન મુખ્ય રૂપે તે યૂઝર્સની જરૂરતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે, જે પહેલી વખત સ્માર્ટફોન ખરીદવા માટે જઈ રહ્યાં છે. એન્ડ્રોઈડ વનમાં બધી જ રીતના અપડેટ ગૂગલ દ્વારા કરવામાં આવે છે. ગૂગલ એન્ડ્રોઈડ વન સ્માર્ટફોન માટે રેફરેન્સ હાર્ડવેર ડિઝાઈન કરે છે, જેમાં મેન્યુફેક્ચરર કંપનીને માત્ર સ્માર્ટફોન બનાવવો પડે, આનાથી ફોન રિસર્ચ અને ડેવલપમેન્ટના ખર્ચમાં ઘટાડો થઈ જાય છે અને ફાઈનલ પ્રોડક્ટની કિંમતમાં પણ ઓછી રહે છે. આ કારણે એન્ડ્રોઈડ વન સ્માર્ટફોન બજેટ રેન્જમાં શાનદાર સાબિત થાય છે.
First published: February 26, 2018, 6:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading