Best Prepaid Plans : વોડાફોન, એરટેલ અને Jio ખૂબ સસ્તી કિંમતે આપી રહ્યા છે દરરોજ 3 GB ડેટાનો પ્લાન

News18 Gujarati
Updated: April 17, 2020, 6:00 PM IST
Best Prepaid Plans : વોડાફોન, એરટેલ અને Jio ખૂબ સસ્તી કિંમતે આપી રહ્યા છે દરરોજ 3 GB ડેટાનો પ્લાન
પ્રતિકાત્મક તસવીર

લૉકડાઉનમાં ઇન્ટરનેટનો વપરાશ વધ્યા છે ત્યારે વોડાફોન, એરટેલ અને જિયોના સસ્તી કિંમતમાં વધારે ડેટા આપતા પ્લાન વિશે જાણી લો.

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)ને કારણે દેશમાં લૉકડાઉન (Lockdown) ચાલી રહ્યું છે, લૉકડાઉન ક્યારે ખતમ થશે ત્યારે થશે તે વિશે કહેવું મુશ્કેલ છે. કોરોનાના કારણે હાલ મોટાભાગના કામ ઘરેથી થઈ રહ્યા છે. એટલે સુધી કે વિદ્યાર્થીઓ ઘરે બેઠાં બેઠાં જ અભ્યાસ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ઇન્ટનેટનો વપરાશ ખૂબ વધી ગયો છે. અનેક લોકોએ લૉકડાઉન વચ્ચે તેમના ઘરે બ્રોડબેન્ડ સેવા લઈ લીધી છે, જેના કારણે બ્રોડબેન્ડની ડેટા સ્પીડ પણ ખૂબ પ્રભાવિત થઈ છે. આ દરમિયાન મોબાઇલ હૉટસ્પોટ અથવા મોબાઇલનો ડેટા તમને ખૂબ કામ આવી શકે છે. મોબાઇલ હૉટસ્પોટનો ઉપયોગ તમે વાઈફાઈ વગર કોમ્પ્યુટર કે લેપટોપમાં ઇન્ટરનેટ ચલાવવા માટે કરી શકો છો.

જોકે, આ માટે તમારા મોબાઇલમાં કોઈ સારો ઇન્ટરનેટ ડેટા પ્લાન હોય તે જરૂરી છે. આજે અમે તમને એવા પ્લાન વિશે જણાવી રહ્યા છીએ જેમાં તમને દરરોજ ત્રણ જીબી ડેટા મળે છે. આ યાદીમાં એરટેલ, વોડાફોન અને Jio તરફથી આપવામાં આવેલા બેસ્ટ પ્રીપેડ પ્લાન(Best Prepaid Plans of Vodafone, Airtel, Jio)નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :  કોરોનાનો ટેસ્ટમાં મદદ રૂપ થનારી એન્ટીબોડી રેપિડ ટેસ્ટ કીટ શું છે?

એરટેલ :

એરટેલના 558 રૂપિયાના પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. એટલે કે લૉકડાઉન ખતમ થશે ત્યાં સુધી તમારે ફરી રિચાર્જ કરાવવાની જરૂર નહીં પડે. આ પ્લાનમાં તમને ત્રણ જીબી ડેટા મળે છે. આ ઉપરાંત દરરોજ 100 એસએમએસની સુવિધા મળે છે. આ પ્લાન લેવાથી એરટેલની પ્રીમિયમ સેવા જેમ કે Airtel Xstreamનો પણ મફતમાં લાભ મળશે. એરટેલના આ પ્લાનમાં કૉલરટ્યૂન માટે ફ્રી હેલોટ્યૂન્સનો પણ લાભ લઈ શકો છો. આ સાથે જ એરટેલ પોતાના ગ્રાહકોને ફ્રી મ્યુઝિક એક્સેસ ઉપરાંત શૉ એકેડેમી સાથે 28 દિવસનો ઑનલાઇન કોર્સનો પણ એક્સેસ આપે છે. જો તમારી પાસે કાર છે તે એરટેલના માધ્યમથી FASTag ખરીદવા પર 150 રૂપિયા કેશબેક મળશે.

વોડાફોન : 

કોવિડ 19 મહામારી વચ્ચે વોડાફોન તેના અનેક પ્રીપેડ પ્લાન પર ડબલ ડેટા ઑફર કરી રહી છે. 399 રૂપિયાના વોડાફોનના પ્લાનમાં હવે 1.5 જીબી ડેટાને વધારીને ત્રણ જીબી કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કંપની યૂઝરને અનલિમિટેડ કૉલિંગ અને દરરોજ 100 એસએમએસની સુવિધા આપે છે. વોડાફોનના આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે.

આ પણ વાંચો :  ગુજરાતે કોરોનાના ભુક્કા બોલાવા પ્લાઝમા ટેકનિકના ઉપયોગની પરવાનગી માંગી

વોડાફોન આ પ્લાન ખરીદવા પર ZEE5 અને Vodafone Playનું ફ્રી સબસ્ક્રિપ્શન ઑફર કરે છે. નોંધનીય છે કે ડબલ ડેટા ઑફર આંધ્ર પ્રદેશ, બિહાર, ગુજરાત, કેરળ, મહારાષ્ટ્ર, નોર્થ ઇસ્ટ, પંજાબ અને યૂપી વેસ્ટ સર્કલમાં ઉપલબ્ધ નથી. જો તમે આમાંથી કોઈ એક સર્કલમાં છો તો તમારે 558 રૂપિયાનો પ્લાન પસંદ કરવો પડશે. આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે.

Reliance Jioનો 349 રૂપિયાનો પ્લાન

જિયો પાસે ફક્ત એક પ્રીપેડ પ્લાન છે જેમાં ત્રણ જીબી ડેટા મળે છે. 349 રૂપિયાના આ પ્લાનની વેલિડિટી 28 દિવસ છે. એટલે કે લૉકડાઉન જો આગળ નહીં વધે તો તમારું કામ થઈ શકે છે. ત્રણ જીબી ડેટા ઉપરાંત આ પ્લાનમાં ગ્રાહકોને 1000 મફત કૉલિંગ મિનિટ મળે છે. જિયો નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગની સુવિધા છે. આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસની સુવિધા મળે છે. આ ઉપરાંત JioSaavn, JioTV સહિત અનેક એપ્લિકેશનની મેમ્બરશિપ માટે કોઈ જ ચાર્જ ચૂકવવો પડતો નથી.
First published: April 17, 2020, 6:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading