Reliance Jioના આ પ્લાનમાં બે વર્ષ સુધી કૉલિંગ, ઇન્ટરનેટ સહિત બધુ ફ્રી, ગિફ્ટ તરીકે મેળવો નવો ફોન

Reliance Jioના આ પ્લાનમાં બે વર્ષ સુધી કૉલિંગ, ઇન્ટરનેટ સહિત બધુ ફ્રી, ગિફ્ટ તરીકે મેળવો નવો ફોન
પ્રતીકાત્મક તસવીર

રિલાયન્સ Jioના બે શાનદાર પ્લાન 1 માર્ચ, 2021થી શરૂ થઈ રહ્યા છે. આ નવી ઑફર Jioના 2G મુક્ત ભારત (2G-MUKT BHARAT) અભિયાનનો હિસ્સો છે.

  • Share this:
    મુંબઈ: રિલાયન્સ જિયો (Reliance Jio)એ પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપતા અત્યારસુધીની સૌથી શાનદાર ઑફર (JioPhone 2021 offer) લૉંચ કરી છે. કંપનીએ જે નવો પ્લાન લૉંચ કર્યો છે તેમાં બે વર્ષ સુધી ઇન્ટરનેટ, કૉલ અને મેસેજ સહિત તમામ સેવા મફત આપવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં, આ ઑફર સાથે Jio ફોન પણ મળી રહ્યો છે. હકીકતમાં Jio હવે THE NEW JIOPHONE 2021 OFFER સાથે આવી છે. જેમાં Jio Phoneના નવા યૂઝર્સને 1,999 રૂપિયાનો શાનદાર પ્લાન લૉંચ કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં યૂઝર્સને 24 મહિના સુધી અનલિમિટેડ સર્વિસ ઑફર કરવામાં આવી રહી છે. આ પ્લાનમાં યૂઝર્સને બે વર્ષ સુધી અનલિમિટેડ કૉલિંગ અને દર મહિને બે જીજી ડેટા મળશે.

    આ નવી ઑફર Jioના 2G મુક્ત ભારત (2G-MUKT BHARAT) અભિયાનનો હિસ્સો છે. હાલ દેશમાં 30 કરોડ 2G યૂઝર્સ છે, જેમના માટે Jioએ નવીઑફર રજૂ કરી છે. Jioની આ ઑફર પહેલી માર્ચ, 2021થી શરૂ થઈ રહી છે. આ ઑફરનો લાભ રિલાયન્સ રિટેલ સ્ટોર અને Jio રિટેલ સ્ટોર પરથી લઈ શકાશે. 1,999 રૂપિયાના આ પ્લાનમાં યૂઝર્સને એક Jio ફોન પણ મળશે. જેમાં બે વર્ષ સુધી અનલિમિટેડ કૉલિંગ અને દર મહિને બે જીબી હાઈસ્પીડ ડેટા મળશે. એટલે કે ફક્ત 2,000 રૂપિયા ખર્ચીને તમે બે વર્ષ સુધી મોબાઇલ રિચાર્જમાંથી મુક્તિ મેળવી શકશો.



    આ પણ વાંચો: SBI mutual fund IPO: એસબીઆઈ લાવશે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટો IPO- જાણો વિગત

    આ ઉપરાંત એક અન્ય ઑફર પણ છે, જેના માટે તમારે 1,499 રૂપિયા ખર્ચવા પડશે. આ ઑફર હેઠળ તમને એક વર્ષ સુધી અનલિમિટેડ સર્વિસ મળશે તેમજ Jio ફોન ફ્રીમાં મળશે. 1,499 રૂપિયા ખર્ચ કરીને યૂઝર્સ અનલિમિટેડ વૉઇસ કૉલ, અનલિમિટેડ ડેટા (2G હાઈ સ્પીડ ડેટા)નો લાભ મેળવી શકશે. એટલે કે એક વર્ષ સુધી તમારે કોઈ જ રિચાર્જ નહીં કરાવવું પડે અને તમે ફોનનો ઉપયોગ કરી શકશો.

    Jioએ નવા ફોન યૂઝર્સ ઉપરાંત વર્તમાન યૂઝર્સ માટે પણ નવી ઑફર રજૂ કરી છે. આ ઑફરની કિંમત 749 રૂપિયા છે. જો તમે Jio ફોનના વર્તમાન ગ્રાહક છો તો 749 રૂપિયા ખર્ચ કરીને તમે 12 મહિના સુધી અનલિમિટેડ સેવાનો લાભ મેળવી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:February 27, 2021, 08:00 am

    ટૉપ ન્યૂઝ