જાણો શા માટે HONOR MagicWatch 2 બધાની પસંદગી બની રહી છે?

જાણો શા માટે HONOR MagicWatch 2 બધાની પસંદગી બની રહી છે?
ફાઇલ તસવીર

HONOR Magic Watch 2 બે સ્પેશલ કલર ચારકોલ બ્લેક અને ફ્લેક્સ બ્રાઉનમાં ઉપલબ્ધ છે.

 • Share this:
  HONORએ શરૂઆતથી જ કસ્ટમરને શ્રેષ્ઠ સ્માર્ટફોન ઑફર કરી રહ્યાં છે અને TechChic બ્રાંડ તરીકે તેનો લક્ષ્ય છે કે તે દરેક લોન્ચમાં કસ્ટમર માટે કઈક નવું લાવવું. આજ લક્ષ્ય સાથે આગળ વધતા હાલમાં HONOR એ HONOR Magic Watch 2 લોન્ચ કરી છે. HONOR એ આગલા સ્માર્ટ વોચના મોડેલને અપગ્રેડ કરીને 46mm HONOR Magic Watch 2 લોન્ચ કરી છે. તો ચાલો આ મોડેલ વિશે થોડું વિગતવાર જાણીએ.

  ડિઝાઇન  HONOR Magic Watch 2 બે સ્પેશલ કલર ચારકોલ બ્લેક અને ફ્લેક્સ બ્રાઉનમાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટ વોચની બોડી સ્ટેઇનલેસ સ્ટીલની છે. પરંતુ, આનું AMOLED ડિસ્પ્લે 4.8 cms (1.39 in) છે. આ સિવાય, ઓછા વજનના (41ગ્રામ) કારણે આ એકદમ ફલેકસીબલ અને ઈઝી ટુ વેર છે. માત્ર આટલું જ નહીં, તમારી પસંદ પ્રમાણે તમે આના વોચ ફેસ પણ બદલી શકો છો. આમાં, તમે તમારો મનપસંદ ફેમિલી ફોટો અથવા અન્ય કોઈ પણ ફોટો ડાઉનલોડ કરીને સ્ક્રીન ડિસ્પ્લેમાં મૂકી શકો છો. જો તમને એક કરતા વધારે ફોટો ગમતા હોય તો તમે આમાં સ્લાઇડ શો પણ ચલાવી શકો છો. તો જયારે પણ તમે તમારી વોચનું ડિસ્પ્લે જોશો ત્યારે ફોટો બદલાશે. 454X454 ના રીઝોલ્યૂશન સાથે આ વોચમાં તમને ખૂબ સારી ક્લેરિટી મળે છે. આની બોડી 316L સ્ટેઇનલેસ સ્ટીલથી બનેલી છે જે આને લાઇટવેઇટ અને સ્ટાઇલિશ બનાવે છે. આ કારણે કોઈ પણ પ્રસંગોપાત તમે આ વોચને પહેરી શકો છો.

  બેટરી

  બેટરીની બાબતમાં, HONOR MagicWatch 2 આ 2 કલાક ચાર્જ કર્યા બાદ 14 દિવસ સુધી ચાલે છે. આ એક ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ કરતા ઘણી સારી બેટરી છે. હવે તમારી વોચ ચાર્જિંગ ડોક કરતા પણ વધારે તમારા હાથને ડેકોરેટ કરશે, અને 24x7 તમારા સ્વાસ્થ્યને સારી રીતે મોનિટર કરશે.

  વોટર રેસીસ્ટન્સ

  આ વોચ પાણીની અંદર પણ તમારી હાર્ટ રેટ જણાવી શકશે. કદાચ જો તમે આને પહેરીને સ્વીમિંગ કરો છો તો, આ તમારા હાર્ટરેટની સાથે સાથે તમારા સ્વીમ સ્ટ્રોક અને SWOLF સ્કોર પણ જણાવશે, તેમજ તમે કેટલી કેલેરી બર્ન કરી તે પણ જોઈ શકો છો. આ વોચ 5ATM વોટર રેસીસ્ટન્ટ છે અને 50 મીટર પાણીની ઊંડાઈ સુધી સપોર્ટ કરે છે. હવે, તમે જાણતા કે અજાણતા આ વોચને નાહવા અથવા કોઈપણ વોટર સ્પોર્ટ્સ દરમિયાન પહેરો ત્યારે તમે એકદમ બેફિકર રહી શકો છો. HONOR Magic Watch 2 એક યુનીસેક્સ વોચ છે જે પુરુષો અને મહિલાઓ બંને પહેરી શકે છે.

  હેલ્થ મોનિટરિંગ

  HONOR Magic Watch 2 એક મલ્ટીફંકશનલ વોચ છે જે 15 ફિટનેસ મોડ સાથે આવે છે જે રનિંગ, હાઇકિંગ, સાઇકલિંગ, સ્વીમિંગ, ફ્રી ટ્રેનિંગ વગેરે જેવા 8 આઉટડોર અને 7 ઇનડોર સ્પોર્ટ્સ સપોર્ટ કરે છે. આ ડિવાઇસ તમને જણાવશે કે તમે કેટલી કેલેરી બર્ન કરી છે, હવે આપણે કેટલી કેલેરી બર્ન કરવાની બાકી છે અને આખા દિવસના કાર્યની આપણા સ્વાસ્થ્ય પર કઈ રીતે અસર થાય છે. આ સિવાય, HONOR MagicWatch 2 માં, તમને મળશે 13 અલગ અલગ રનિંગ કોર્સ અને રિઅલ-ટાઈમ વોઇસ ઓવર માર્ગદર્શન.

  આ સ્માર્ટ વોચ સંપૂર્ણપણે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે, પછી તમારી હાર્ટ રેટ હોયકે સ્ટ્રેસ લેવલ. આ વોચમાં રહેલ HUAWEI TruSeen ™ 3.5 હાર્ટ રેટ ફિચર, AI અલગોરિધમ અને નવીન લાઇટ પાથ ટેકનોલોજીનો ઉપયોગ કરીને 24 કલાક ચોકસાઈપૂર્વક હાર્ટ રેટને મોનિટર કરે છે. આનું HUAWEI TruSleep ™ 2.0 ફિચર, 6 સામાન્ય સ્લીપ ડીસઓર્ડરને ઓળખી શકે છે. અને તેને સુધારવા માટે 200 કરતા પણ વધારે સલાહ પણ આપે છે. HUAWEI TruRelax ™ માં રહેલાં સ્ટ્રેસ મોનિટર દ્વારા, તમે તમારા દિવસ દરમિયાનના સ્ટ્રેસ લેવલને મોનિટર કરીને એક વધુ સારી અને રિલેક્સ લાઇફ સ્ટાઇલ મેળવી શકો છો.

  સ્માર્ટ ફિચર

  આજકાલ આપણા બધાની લાઇફ એટલી ફાસ્ટ બની ગઈ છે કે બધું કામ આંગળાના વેઢે હોવાની આવશ્યકતા છે.. આ સ્માર્ટ વોચની મદદથી બધું જ આપણા કાંડા પર છે, પછી એ કોઈ SMS, ઇમેઇલ, કેલેન્ડર વગેરે હોય કે પછી ફોન કૉલ. હા, તમે તમારો ફોન તમારી સ્માર્ટ વોચ સાથે કનેક્ટ કરી તમારી સ્માર્ટવોચની મદદથી મેસેજ વાચી શકો છો અને ફોન પણ ઉપાડી શકો છો.

  આ સ્માર્ટ વોચની અન્ય વિશેષતા એ છે કે તમે બિલ્ટ-ઇન માઇકનો ઉપયોગ કરીને બ્લુટુથ દ્વારા 150 મીટરના અંતરથી પણ ફોન પર વાત કરી શકો છો. આ સ્માર્ટવોચ એન્ટરટેઇનમેન્ટનું પણ ધ્યાન રાખે છે. આમાં તમે 500 ગીત સ્ટોર કરી શકો છો અને પ્લે પણ કરી શકો છો. તદુપરાંત, આની મદદથી, તમે માત્ર સ્માર્ટવોચને જ નહીં પરંતુ તમારા ફોનમ ચાલતા ગીતને પણ કંટ્રોલ કરી શકો છો. આમાં એક જીપીએસ ફિચર પણ છે જે ખરાબ વાતાવરણ, જંગલ અને શહેરોમાં ચોક્કસપણે કાર્ય કરે છે.

  કિંમત

  HONOR MagicWatch 2 નું ચારકોલ બ્લેક મોડેલ રૂપિયા 12,999માં ઉપલબ્ધ છે, જયારે તમે ફ્લેક્સ બ્રાઉન કલર રૂપિયા 14,999 માં ખરીદી શકો છો. HONOR MagicWatch 2 એ Amazon Prime મેમ્બર માટે જાન્યુઆરી 18થી જ Amazon પર ઉપલબ્ધ હશે અને નોન મેમ્બર્સ માટે 19 જાન્યુઆરીથી ઉપલબ્ધ થશે. આ સ્માર્ટવોચ ખરીદનારને સ્ટોકમાં હશે ત્યાં સુધી HONOR Sport બ્લુટુથ ફ્રી માં મળશે. આ ઑફરનો લાભ 22 જાન્યુઆરી સુધી લઈ શકાય છે. આ વોચ સાથે 6 મહિના માટે નો કોસ્ટ EMI પણ ઉપલબ્ધ છે. તેમજ, SBI ના કાર્ડથી ચુકવણી કરવા પર 10% ની છૂટ પણ મળશે.

  વર્ડીક્ટ

  આ સ્માર્ટવોચ માત્ર લાઇફસ્ટાઇલ, હેલ્થ, ફિટનેસ, એન્ટરટેઇનમેન્ટનું જ નહીં, પરંતુ એડવેન્ચરનું પણ પૂરું ધ્યાન રાખે છે. આને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે પુરુષ અને મહિલા બંને પહેરી શકે. આવ શ્રેષ્ઠ ફિચર સાથે, આના સ્ટાઇલિશ કલર તમારા ફેશન ટેસ્ટ સાથે પણ મેચ કરશે. તમે ફિટનેસ ફ્રિક હોવ કે ફેશન ફ્રિક, HONOR MagicWatch 2 બધા જ માટે યોગ્ય છે. તો હમણાં જ તમારી HONOR MagicWatch 2 બુક કરો અને આ નવા વર્ષ સાથે તમારી ફિટનેસ જર્નીની શરૂઆત કરો.

  Note : This is a partnered post.
  Published by:Vinod Zankhaliya
  First published:January 21, 2020, 15:20 IST

  ટૉપ ન્યૂઝ