શું તમે ઓછા બજેટમાં સારો સ્માર્ટફોન શોધી રહ્યાં છો? તો vivo U10 વિશે જાણી લો

News18 Gujarati
Updated: October 23, 2019, 10:25 AM IST
શું તમે ઓછા બજેટમાં સારો સ્માર્ટફોન શોધી રહ્યાં છો? તો vivo U10 વિશે જાણી લો
vivo U10

vivo U 10 Qualcomm snapdragon 665 પ્રોસેસરથી સજ્જ છે અને Android 9 pie આધારિત FunTouch OS 9 પર ચાલે છે.

  • Share this:
આજકાલના બજારમાં સ્માર્ટફોન કંપનીઓ ખાસ ઓફરો સાથે બજાર પર પકડ બનાવવાનો પ્રયાસ કરી રહી છે, એવામાં ઘણી ઓછી કંપનીઓ છે સફળતાપૂર્વક ગ્રાહકોનું ધ્યાન ખેંચી રહી છે. vivo U10 એ ખાસ કંઈક નવું અનુભવ કરવા માંગતા લોકો માટે બનાવવામાં આવ્યો છે. vivo એ ભારતમાં પહેલી વાર તેમની U શ્રેણી શરૂ કરી છે. થોડા દિવસો પહેલાજ લોન્ચ થયા છતાં vivo U10 ને ભારતમાં ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે. અમને બજેટ સ્માર્ટફોન સેગમેન્ટમાં નવો ઉમેરો એટ્લે કે vivo U10 ને અજમાવવાની તક મળી અને અમે તેના અનન્ય ફીચરો વાપરી જોયા જે ખરેખર આજે તેને બજારમાં સર્વશ્રેષ્ટ બજેટ સ્માર્ટફોન બનાવે છે.

ડિઝાઇન અને ડિસ્પ્લે

vivo U 10 Halo FullView™ અને HD+ IPS 6.35 ઇંચનો ટચસ્ક્રીન ડિસ્પ્લે  ધરાવે છે જેનો આસ્પેક્ટ રેશિયો 19.5: 9 છે, સ્ક્રીન-ટુ-બોડી રેશિયો 81.91%, જ્યારે પિક્સેલ રિઝોલ્યુશન 720 x 1544 છે. 159.4 mm x 76.7 mm x 8.9 mm ની સાઇઝ વાળા આ સ્માર્ટફોનનું વજન 190.5 ગ્રામ છે. આ મોડલની ડિઝાઇન પર નજર કરીએ તો ઇલેક્ટ્રિક બ્લુ પ્લાસ્ટિક બોડી તેમજ તેનો ગ્રેડીએંટ ફિનિશ તેને દેખાવમાં ખુબજ આકર્ષક બનાવે છે. તેમજ તેનો પીકોક ગ્રીન અને ડાર્ક બ્લ્યુ કલર તેને હજુ સુંદર બનાવે છે. આટલુજ નહીં આ સ્માર્ટફોન થંડર બ્લેક કલરમાં પણ ઉપલબ્ધ છે.

સારી ડિઝાઇનને કારણે આ ફોન હાથમાં પકડતા ખૂબ જ સરસ લાગે છે અને વાપરવામાં ખૂબ જ આરામદાયક પણ છે. vivo એ આ મોડલ ને સરળ તેમજ ક્લાસિ ડિઝાઇન આપી છે જે ચોક્કસ બધાની નજરમાં આવશે.સ્મૂથ પર્ફોર્મન્સvivo U 10 Qualcomm snapdragon 665 પ્રોસેસરથી સજ્જ છે અને Android 9 pie આધારિત FunTouch OS 9 પર ચાલે છે, જેને કારણે ફોન ખુબજ સારી રીતે ચાલે છે. આ મોડલ 3 GB અને 4 GB RAM અને 32 GB અને 64 GB સ્ટોરેજમાં ઉપલબ્ધ છે. વધુ સ્ટોરેજ અને લેટેસ્ટ પ્રોસેસરના કારણે ડાઉનલોડ કરેલી નવી એપ્લિકેશનો વાપરવું ખુબજ સરળ છે. ટૂંકમાં કહીએ તો આ સ્માર્ટફોનમા મલ્ટીટાસ્કિંગ કરવું ઘણું સહેલું છે.પાવરફૂલ બેટરી

હવે આ મોડલની બેટરી વિષે વાત કરીએ જે દરેકનું ધ્યાન ખેંચી રહી છે. vivo U10 પાવરફૂલ 5000 mAh બેટરી સાથે આવે છે જે 18W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આખા દેશમાં આ એકમાત્ર એવો સ્માર્ટફોન છે જે આ કિંમતની અંદર 18W ફાસ્ટ ચાર્જિંગ ફીચર આપે છે. ઉપરાંત, જો તમે બાર જવાની ઉતાવળમાં હોવ, તો ફક્ત 10 મિનિટ ચાર્જિંગ કરીને 4.5. કલાક કોલ-ટાઇમ મેળવી શકો છે અને ચોક્કસ તમે આખો દિવસ ફોન વાપરી શકશો. એટલેજ પાવરફૂલ બેટરી એ આ મોડલ નું સર્વશ્રેષ્ઠ ફીચર તરીકે ઊભરી આવ્યું છે.વધુ જાણીએ તો, આ ફોનમાં આવતો અલ્ટ્રા ગેમ મોડ ખરેખર ખૂબજ સરસ છે. તે ગેમિંગના ઘણા વિશિષ્ટ ફીચરો ધરાવે છે જેમ કે, ગેમ કાઉન્ટડાઉન, 4D વાઇબ્રેશન, લો બ્લુ રે ગેમ આઇ પ્રોટેકશન. 5000 mAh પાવરની બેટરી ને લીધે તમે જોઈએ ત્યાં સુધી ગેમ રમી શકશો. જો તમે ગેમના શોખીન છો તો જાણી લ્યો કે vivo U10 ગેમિંગનો ખૂબ જ સરળ અને લેગ-ફ્રી અનુભવ આપે છે.

ટ્રિપલ રિયર કેમેરા

આજના સોશિયલ મીડિયા વાળા જમાનમાં કોઈ વ્યક્તિ કેમેરાના ફીચરો તપાસ્યા વિના ક્યારેય સ્માર્ટફોન ખરીદતી નથી. આખરે સારી સેલ્ફિ લીધા વગર કોઈ પ્રસંગ પૂરો થતો હશે ખરો? તો ચાલો જાણીએ vivo U10 ના કેમેરા વિષે. આ મોડલ ટ્રિપલ રીઅર કેમેરા સાથે આવે છે, જેમાં f/2.2 અપર્ચર સાથે 13 MP સેન્સર, f/2.2 અપર્ચર સાથે 8 MP વાઇડ-એંગલ લેન્સ, f/2.4 અપર્ચર સાથે પોટ્રેટ શોટ માટે 2 MP બેક કેમેરા સમાવિષ્ટ છે. આ સ્માર્ટફોનમા તમે કલર અને બેકડ્રોપના પરફેક્ટ બેલેન્સ સાથે સારી ક્વોલિટીના અલ્ટ્રાવાઇડ ફોટા પાડી શકો છો. સેલ્ફિ કેમેરાની વાત કરીએ તો આ મોડલ f/ 1.8 અપર્ચર સાથે 8 MP ફ્રન્ટ કેમેરા સાથે આવે છે જેથી તમે ચોક્કસ સુંદર સેલ્ફિ પાડી શકશો. જો આ ફોનની કિંમત ધ્યાનમાં રાખીએ તો, ટચ ટૂ ફોકસ, ઓટો ફ્લેશ, ડિજિટલ ઝૂમ અને ફેસ ડિટેક્શન જેવા ઇન્ટરનલ ફીચરો સાથે કેમેરાની કામગીરી ચોક્કસપણે અપેક્ષાઓ પર ખરી ઉતરી આવે છે. જો તમને જીવનના હળવા પળોના ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવાનું પસંદ છે, તો તમને આ ફોન ચોક્કસ પસંદ આવશે.તો શું છે આ ફોનની કિમત?

તમને ખરેખર આ ફોનની કિંમત સાંભળીને આશ્ચર્ય થશે. 3 GB RAM અને 32 GB ઇન્ટરનલ સ્ટોરેજ વેરિએન્ટ વાળું મોડલ તમને 8,990 રૂપિયામાં પડશે. જ્યારે, 9,990 રૂપિયામાં તમે 3 GB RAM અને 64 GB ઇન્ટરનલ સ્ટોરેજ વેરિએન્ટ ખરીદી શકો છો. તેના સિવાય આ સ્માર્ટફોન 4 GB RAM અને 64 GB વેરિએન્ટમાં પણ ઉપલબ્ધ છે જે તમે 10,990 રૂપિયામાં ખરીદી શકો છો. કેમેરા, બેટરી અને અન્ય ફીચર સાથે માલ્ટા આ સ્માર્ટફોનની કિંમત બજેટમાં મળતા અન્ય સ્માર્ટફોનથી લોકોનું ધ્યાન ખેંચી લે છે.તો શું નિર્ણય લેવો જોઈએ?

ફીચર્સ વિષે વાત કરીએ તો vivo U10 એ હાલની બજારમાં અન્ય સ્માર્ટફોનને ટક્કર આપે એવો છે. સાથેજ તે ઘણા સારા સ્પેસિફિકેશન સાથે આવે છે. આ મોડલની આકર્ષક ડિઝાઇન અને સ્મૂથ પર્ફોર્મન્સ ઘણા લોકોને આકર્ષિત કરી રહી છે. અને સૌથી મોટી વાત તો એ છે ક્લાસિ લુકને કારણે તમને જોઈને એ લાગશેજ નહીં કે આ એક બજેટ સ્માર્ટફોન છે.
First published: October 23, 2019, 10:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading