Home /News /tech /

Cyber Attack Alert: મોબાઇલ ફોન પર તોળાઈ રહ્યો છે સાયબર અટેકનો ખતરો! જાણો ફોનને કઈ રીતે બચાવવો

Cyber Attack Alert: મોબાઇલ ફોન પર તોળાઈ રહ્યો છે સાયબર અટેકનો ખતરો! જાણો ફોનને કઈ રીતે બચાવવો

મોબાઈલ ફોન પર હેકર્સના હુમલાથી બચવા માટે એલર્ટ રહેવું જરૂરી છે.

Cyber Attack: મોબાઇલ ફોનના વ્યાપક ઉપયોગને જોતાં હેકર્સ (Hackers)ની નજર દરેક સમયે તમારા ફોન પર રહે છે. મોબાઇલ ફોન અને ઇ-મેલ પર અવારનવાર એવી ફેક લિંક્સ આવતી હોય છે જેના પર ક્લિક કરતા જ બધી જાણકારી હેકર્સ પાસે ચાલી જાય છે.

    Cyber Attack:  મોબાઇલ ફોન આપણા જીવનનો અત્યંત મહત્વનો ભાગ બની ગયો છે. સ્માર્ટફોન હવે એક ડિવાઇસ માત્ર નથી રહ્યું, પણ વ્યક્તિની જીવન કુંડલી બની ગયું છે. વ્યક્તિગત માહિતીથી લઈને સાર્વજનિક જીવન અને તમામ આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલી જાણકારી મોબાઇલ ફોનમાં કેદ હોય છે. ઘણાં લોકોની સ્થિતિ એવી છે કે જો તેમનો મોબાઇલ ફોન થોડી વખત કામ ન કરે તો તેમની સ્થિતિ વિચિત્ર થઈ જાય છે. લોકો રોજિંદા જીવનમાં કેટલીય જરૂરિયાતો માટે મોબાઇલ પર જ નિર્ભર રહે છે.

    ભારતમાં કોરોના લોકડાઉન બાદથી તો મોબાઇલ ફોનના ઉપયોગમાં ખૂબ વધારો થયો છે. બેન્કિંગથી જોડાયેલા કામ હોય કે પછી રોજિંદી શોપિંગ, ટિકિટ બુક કરાવવી હોય કે પછી ક્યાંક ફરવા જવાનું હોય, તમામ કાર્યો સ્માર્ટફોનથી જ થાય છે.

    વધી રહી છે સાયબર ફ્રોડની ઘટનાઓ

    મોબાઇલ ફોનના વ્યાપક ઉપયોગને જોતાં સાયબર ઠગોની નજર દરેક સમયે તમારા ફોન પર રહે છે. આપણી સામે સાયબર અટેકની વિવિધ ઘટનાઓ સામે આવતી રહે છે. મોબાઇલ ફોન અને ઇ-મેલ પર અવારનવાર એવી ફેક લિંક્સ આવતી હોય છે જેના પર ક્લિક કરતા જ બધી જાણકારી હેકર્સ પાસે ચાલી જાય છે. ક્યારેક કોઈ એપને ઇન્સ્ટોલ કરતા જ તમામ ડેટા ચોરી થઈ જાય છે.

    આ પણ વાંચો: Alert! આ ખતરનાક મોબાઇલ એપ્સ ચોરી રહી છે યુઝર્સનો ડેટા, ક્યાંક તમારા ફોનમાં તો નથી ને?

    સાયબર સુરક્ષા અને એન્ટી-વાયરસ પ્રદાન કરતી કંપની Kaspersky લેબએ ગયા વર્ષે મોબાઇલ ડિવાઇસ પર થયેલા 35 લાખથી વધુ સાયબર હુમલા વિશે જાણકારી આપી.

    તો મોબાઇલ સુરક્ષા આપતી અન્ય એક કંપની Zimperium નું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર 5 માંથી એક મોબાઇલ ફોન પર માલવેરનો અટેક થયો છે અને આવનારા સમયમાં 10 માંથી 4 મોબાઇલ ફોન પર સાયબર અટેકનો ભય છે. કંપનીનું કહેવું છે કે કરોડો મોબાઇલ ફોન હેકર્સના નિશાના પર છે.

    હંમેશા રહો એલર્ટ

    હેકર્સના હુમલાથી બચવા માટે તમારે એલર્ટ રહેવાની જરૂર છે. મોબાઇલ ડેટાના ઉપયોગમાં અચાનક વધારો થવો, સ્ક્રીન પર બહુ બધા પોપ-અપ દેખાવા, ફોનની બેટરી જલ્દી ખતમ થવી, અજાણી એપ દેખાવી વગેરે કેટલીક અસામાન્ય એક્ટિવિટી થાય તો એલર્ટ થઈ જવું જોઈએ. બની શકે કે હેકર્સના હાથમાં તમારા ફોનની ઓપરેટિંગ સિસ્ટમ આવી ગઈ હોય.

    આ પણ વાંચો: 'વિશ્વ પાસવર્ડ દિવસ’ શા માટે મનાવવામાં આવે છે? પાસવર્ડને કઈ રીતે સુરક્ષિત રાખવો, જાણો

    આ વાતોનું રાખો ધ્યાન

    સાર્વજનિક સ્થાનો પર ઉપલબ્ધ ફ્રી વાઈ-ફાઈનો ઉપયોગ ટાળો. અને કોઈ કારણોસર એમ કરતા હો તો કોઇપણ પ્રકારનું ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરવાથી બચો. ઓનલાઇન પેમેન્ટ અથવા બેંકથી જોડાયેલા કામ બિલકુલ ન કરો.

    ઓનલાઇન શોપિગ કરતી વખતે ઓફિશિયલ વેબસાઈટનો જ ઉપયોગ કરો. નવી વેબસાઇટનો ઉપયોગ કરતા હો તો તેના યુઆરએલ પર ધ્યાન આપો. યુઆરએલ https થી શરુ થવી જોઈએ, નહીંતર તે વેબસાઇટ વિઝીટ કરવી જોખમી બની શકે છે.

    મોબાઇલ ફોન પર એક સમયે ઘણાં કામ કરવામાં આવે છે. ઘણાં લોકો પોતાની સવલત માટે અલગ-અલગ પેજો માટે સરળ અથવા એક જ પાસવર્ડનો ઉપયોગ કરે છે. આમ કરવું જોખમી છે. અલગ-અલગ અકાઉન્ટના અલગ-અલગ પાસવર્ડ હોવા જોઈએ. પાસવર્ડ મજબૂત હોવો જોઈએ અને સમયાંતરે તેને બદલતા રહેવું જોઈએ.

    હંમેશા વિશ્વાસપાત્ર એન્ટી-વાયરસ એપનો ઉપયોગ કરો અને સમય-સમય પર ફોનની સફાઈ કરતા રહો. ફોનની સ્ટોરેજને ક્લીન કરતા રહો.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Cyber attack, Cyber fraud, Cyber scams, Cyber ​​Crime, Gujarati tech news, Mobile and Technology

    આગામી સમાચાર