Home /News /tech /સાવધાન! તમારા બાળકોને મોબાઈલનું વળગણ ક્યારેય ન લાગવા દેતા, આજે જ સુધારી લો આ ભૂલો

સાવધાન! તમારા બાળકોને મોબાઈલનું વળગણ ક્યારેય ન લાગવા દેતા, આજે જ સુધારી લો આ ભૂલો

મોબાઇલનું વ્યસન

Mobile Addiction in Children: મોબાઈલ ફોનનું વળગણ બાળકોને ન થાય તેનું ધ્યાન રાખજો. ખાસ જાણો આ મહત્વની બાબતો.

Mobile Addiction in Children: આજકાલના બાળકોને જીભ અને પગ પછી આવે છે, પરંતુ મોબાઇલ ચલાવતા તો જાણે જન્મથી જ શીખીને આવે છે. ફોનમાં ગીતો કેવી રીતે વગાડવા, વિડીયો કેવી રીતે મૂકવા કે નાચતા-ગાતા લોકોની રીલ્સ ક્યાં જોવી તે પણ બાળકો શીખી લે છે. પહેલી નજરમાં તો એવું લાગે છે કે વાહ, આપણા બાળકે આ નાની ઉંમરે જ ટેક્નોલોજીમાં મજબૂત પકડ બનાવી લીધી છે, પરંતુ માતાપિતાની મુશ્કેલીઓ ત્યારે શરૂ થાય છે, જ્યારે બાળક આખો દિવસ મોબાઇલ (Mobile) સાથે વળગી રહે છે અને જ્યારે તેને મોબાઇલ બંધ કરવાનું કહેવામાં આવે છે અથવા તેની પાસેથી છીનવી લેવામાં આવે છે, ત્યારે તે રડવાનું શરૂ કરી દે છે. શું તમારા ઘરની પણ આવી જ સ્થિતિ છે અને તમારા બાળકને પણ મોબાઇલની લત લાગી ગઇ છે? તો અહીં અમે આપેલી કેટલીક ટિપ્સ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત (Useful Tips) થઇ શકે છે. આની મદદથી તમને બાળકની આ ખરાબ આદતને દૂર કરવામાં (how to get rid of mobile addiction in children) મદદ મળશે. તો ચાલો નજર કરીએ આ ટીપ્સ પર-

બાળકો માટે રાખો મર્યાદિત સ્ક્રિન ટાઇમ

બાળકોને ફોસલાવવા માટે તમે તેમને થોડા સમય માટે ફોન આપી શકો છો. સાથે જ બાળકોએ આજકાલ સ્કૂલના કામમાં પણ ફોનનો ઉપયોગ કરવો જરૂરી બની ગયો છે. આવી સ્થિતિમાં, તેમને ફોનથી સંપૂર્ણપણે દૂર રાખી શકાતા નથી. તેથી જ તે મહત્વનું છે કે તમે બાળકો માટે સ્ક્રીનનો સમય મર્યાદિત કરો. બાળકોને થોડા સમય માટે ફોન આપો અને તે પછી તેમને ફોનનો ઉપયોગ ન કરવા દો. આ તેમને દરેક સમયે ફોનમાં વ્યસ્ત રહેવાની આદતથી દૂર કરી રાખશે. ખાસ કરીને 2થી 5 વર્ષના બાળકો માટે સ્ક્રીન ટાઈમ રોજના 1 કલાકથી વધુ ન હોવો જોઈએ.

ડિજીટલ ફ્રી સ્પેસ

જ્યારે આપણે ઘરે ફોનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ફોનનો ઉપયોગ કઈ જગ્યાએ કરવો અને તેનો ઉપયોગ કેવી રીતે ન કરવો તે જોવા મળતું નથી. ઘરના કોઈ પણ ખૂણામાં આપણે ફોન લઈને બેસીએ છીએ. પરંતુ, બાળકોને આ વસ્તુની ટેવ પાડશો નહીં. ડાઇનિંગ ટેબલ, સ્ટડી ટેબલ અથવા બેડ પર મોબાઇલનો ઉપયોગ કરવા દેશો નહીં. આનાથી તેમને દરેક સમયે મોબાઇલ પર રહેવાની ખરાબ ટેવ લાગે છે.

આ પણ વાંચો: પાક.ના પંજાબ પ્રાંતમાં હોસ્પિટલની છત પર 500 મૃતદેહ તરછોડાયા, તંત્રએ કર્યો ચોંકાવનારો દાવો

નારાજ થાય તો ન આપશો ફોન

જો તમે બાળકને એક વખત જીદ્દ કરવા પર તેના હાથમાં ફોન પકડાવી દેશો તો તેને મનમાં થશે કે જીદ્દ કરવાથી કે રિસાવાથી તેને ફોન મળી જશે. તેના તેનું ફોન એડિક્શન વધવાની સાથે તેને ગુસ્સો કરવાની આદત અને જીદ્દી સ્વભાવ થશે. તેથી બાળક ખોટી રીતે ગમે તેટલી જીદ્દ કરે તેને ફોન પકડાવવાનું ટાળશો.



મોબાઇલમાંથી લાંબો બ્રેક

રોજ મોબાઈલમાં હોવું જરૂરી નથી. એક-બે દિવસ માટે મોબાઇલમાંથી બ્રેક પણ લઇ શકાય છે. તેનાથી બાળકોમાં પણ ધીરજ આવશે. તમે તેમને આ સમયે રમવા અથવા કોઈ અન્ય પ્રવૃત્તિમાં જોડાવા માટે બહાર જવા માટે પ્રોત્સાહિત કરી શકો છો.

બનો બાળકના સારા રોલ મોડલ

આ ભલે ખૂબ સાંભળેલી વાત લાગે, પરંતુ સત્ય એ છે કે બાળકો પણ માતાપિતાને જે કરતા જુએ છે તે શીખે છે. જો તમે પોતે દરેક સમયે મોબાઇલમાં વ્યસ્ત રહો છો, તો દરેક વાત પર મોબાઇલ (ફોન) તપાસતા રહો, દરેક બીજી ક્ષણે પર ફોટા અને વિડીયો લેતા રહો, તો બાળકો આ વસ્તુઓ શીખી જશે. એટલા માટે જરૂરી છે કે તમને પણ મોબાઇલથી દૂર રહેવાની આદત હોવી જોઇએ.
First published:

Tags: Children, Gujarati tech news, Mobile tech, Phone

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો