Home /News /tech /Tech Tips: ફોન ચોરી થઈ જાય તો બેન્ક ડિટેલ્સ અને મોબાઇલ વોલેટની સુરક્ષા કેવી રીતે કરશો? જાણો પ્રોસેસ

Tech Tips: ફોન ચોરી થઈ જાય તો બેન્ક ડિટેલ્સ અને મોબાઇલ વોલેટની સુરક્ષા કેવી રીતે કરશો? જાણો પ્રોસેસ

ફોન ચોરી થવા પર આ રીતે બેંક ડિટેલ્સ અને ઓનલાઇન વોલેટને કરો સુરક્ષિત (પ્રતીકાત્મક ફોટો- shutterstock)

Tech Tips: આપણે એ ન ભૂલવું જોઈએ કે આજકાલ વધુને વધુ લોકો ડિજિટલ પેમેન્ટ કરી રહ્યા છે અને તે માટે વિવિધ એપ્સનો ઉપયોગ કરે છે. સ્માર્ટફોન (Smartphone Stolen)ના ચોર માટે આ વોલેટ્સ એક્સેસ કરવું એટલું મુશ્કેલ નથી. પોતાની બેન્ક તથા અન્ય મહત્વપૂર્ણ ડિટેલ્સની સુરક્ષા માટે આ સરળ, પરંતુ મહત્વપૂર્ણ સ્ટેપ્સનું પાલન કરો.

વધુ જુઓ ...
  Tech Tips: શું તમે જાણો છો કે આજકાલ ચોર તમારો મોબાઈલ ચોરી લીધા પછી માત્ર એક જ વસ્તુ શોધે છે? તમારી બેંક ડિટેલ્સ (Bank Details). આપણે એ ન ભૂલવું જોઈએ કે આજકાલ વધુને વધુ લોકો ડિજિટલ પેમેન્ટ કરી રહ્યા છે અને તે માટે વિવિધ એપ્સનો ઉપયોગ કરે છે. સ્માર્ટફોન (Smartphone Stolen)ના ચોર માટે આ વોલેટ્સ એક્સેસ કરવું એટલું મુશ્કેલ નથી. ઉદાહરણ તરીકે બ્રાઝિલના સાઓ પાઉલોમાં ગુનેગારોએ iPhone હેન્ડસેટની ચોરી તેને વેચવા માટે નહીં, પરંતુ આ ડિવાઇસના માલિકોની બેંક ડિટેલ્સ સુધી પહોંચવા અને તેમના પૈસા ચોરી કરવા માટે કરી હતી.

  આવી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે. જો તમે તમારો ફોન ગુમાવો છો તો તમે નીચેની પ્રોસેસ દ્વારા તમારા ફોન અથવા તેના ડેટાનો દુરુપયોગ અટકાવી શકો છો.

  તમારું સિમ કાર્ડ બ્લોક કરો (Block your SIM card)

  સૌથી પહેલા અને સૌથી અગત્યનું તે સુનિશ્ચિત કરવું જરૂરી છે કે ફોન ખોવાઈ જવાના કિસ્સામાં ફોન નંબરનો દુરુપયોગ ન થાય. સિમ કાર્ડને બ્લોક કરવાનો અર્થ છે ફોન પરની દરેક એપને બ્લોક કરવી જેને OTP દ્વારા એક્સેસ કરી શકાય છે. તમે હંમેશા નવા સિમ કાર્ડ પર તે જ જૂનો નંબર ફરીથી કન્ટીન્યુ કરી શકો છો. તેમાં થોડો સમય લાગી શકે છે, પરંતુ તમારી ગોપનીયતા અને મોબાઇલ વોલેટ વધુ મહત્વપૂર્ણ છે.

  આ પણ વાંચો: હવે UAE માં પણ UPI પેમેન્ટ શરૂ, જાણો UPI સિસ્ટમ મની ટ્રાન્સફર કેવી રીતે કરે છે કામ

  મોબાઇલ બેંકિંગ સેવાઓ બંધ કરો (Block access to mobile banking services)

  ફોન ચોરનાર સરળતાથી તમારી બેંક ડિટેલ્સ મેળવી શકે છે તેથી તે સમયે બેંક સર્વિસીઝ બંધ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારું સિમ કાર્ડ અને મોબાઈલ એપ એકસાથે ચાલે છે કારણ કે રજિસ્ટર્ડ નંબર પર OTP વિના કોઈ ટ્રાન્સફર થઈ શક્તું નથી. પરંતુ ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય કે તરત જ બંનેને બ્લોક કરી દેવા જોઈએ.

  UPI પેમેન્ટને ડિએક્ટિવેટ કરો (Deactivate UPI payment)

  થોડો વિલંબ તમને મોંઘો પડી શકે છે. એકવાર તમે ફોન ચોરને ઓનલાઈન બેંકિંગ સેવાઓની એક્સેસથી વંચિત કરી દો, પછી ચોર UPI પેમેન્ટ જેવી અન્ય સુવિધાઓ સાથે ચેડા કરવાનો પ્રયાસ કરી શકે છે. આથી આ બાબતે પણ તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. શક્ય તેટલી વહેલી તકે તેને નિષ્ક્રિય કરો.

  આ પણ વાંચો: Jio, Vi, Airtelના દમદાર પ્લાન; દરરોજ મળશે 3GB ડેટા, ફ્રી કોલિંગ અને ફ્રી Amazon Prime

  બધા મોબાઈલ વોલેટ બ્લોક કરો (Block all mobile wallets)

  મોબાઈલ વોલેટે જીવનને ખૂબ જ સરળ બનાવી દીધું છે, પરંતુ જો તમારો ફોન ખોટા હાથમાં આવી જાય તો Google Pay અને Paytm જેવા મોબાઈલ વોલેટ મોંઘા સાબિત થઈ શકે છે. સંબંધિત એપ્લિકેશનના હેલ્પ ડેસ્કનો સંપર્ક કરો અને ખાતરી કરો કે જ્યાં સુધી તમે નવા ડિવાઇસ પર વોલેટ રીસેટ ન કરો ત્યાં સુધી કોઈને એક્સેસ આપવામાં આવશે નહીં.

  પોલીસ પાસે જઈને રિપોર્ટ દાખલ કરાવો (Go to the police, file a report)

  એકવાર તમે ઉપરોક્ત તમામ પગલાંઓનું પાલન કરી લો તે પછી તમારા ચોરાયેલા ડિવાઇસની જાણ અધિકારીઓને કરવી પણ જરૂરી છે. તમે નજીકના પોલીસ સ્ટેશનમાં ફોન ચોરીની ફરિયાદ નોંધાવી શકો છો અને તેમની પાસેથી એફઆઈઆરની કોપી પણ લઈ શકો છો. જો તમારા ફોનનો દુરુપયોગ થાય છે અથવા તમારા ફોન દ્વારા તમારા પૈસા ચોરાઈ જાય છે, તો આ કોપી તમારા માટે પુરાવા તરીકે ઉપયોગી સાબિત થશે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Gujarati tech news, Mobile and Technology, Smartphones, Tech tips and Tricks

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन