Home /News /tech /

Kawasaki ninja 300: કાવાસાકીએ દમદાર એન્જીન અને ગજબ ફીચર્સ સાથે લોન્ચ કરી અપડેટેડ બાઇક

Kawasaki ninja 300: કાવાસાકીએ દમદાર એન્જીન અને ગજબ ફીચર્સ સાથે લોન્ચ કરી અપડેટેડ બાઇક

કાવાસાકી ઇન્ડિયા (Kawasaki India)એ અપડેટેડ 2022 નીન્જા 300 (Ninja 300) મોટરબાઇક લોન્ચ કરી

Kawasaki India - નવી નીન્જા 300 બાઇક ભારતીય બજારમાં KTM RC 390 અને TVS અપાચે RR310 સાથે ટક્કર લેશે

નવી દિલ્હી : કાવાસાકી ઇન્ડિયા (Kawasaki India)એ અપડેટેડ 2022 નીન્જા 300 (Ninja 300) મોટરબાઇક લોન્ચ કરી છે. નવા અપડેટની સાથે જ બાઈકની કિંમતમાં મામૂલી વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ 2021 વર્ષનું મોડલ રૂ. 3.18 લાખ (એક્સ-શોરૂમ, દિલ્હી)માં લોન્ચ કર્યું હતું. હવે આ બાઈકની કિંમત રૂ. 3.37 લાખ (એક્સ-શોરૂમ, દિલ્હી) છે. કાવાસાકીએ તેની ઓફિશિયલ વેબસાઇટ (Kawasaki official website) પર તેમજ ભારતમાં અધિકૃત ડીલર પાર્ટનર્સ થકી બાઇક માટેનું બુકિંગ (Booking started for Ninja 300) લેવાનું શરૂ કર્યું છે. ડિલિવરી આગામી કેટલાક અઠવાડિયામાં શરૂ થવાની સંભાવના છે.

બાઇકમાં હવે મળશે કલરના આ વિકલ્પ

નવી નીન્જા 300 બાઇક ભારતીય બજારમાં KTM RC 390 અને TVS અપાચે RR310 સાથે ટક્કર લેશે. અપડેટેડ મોડેલને રિવાઇઝડ પેઇન્ટ સ્કીમ અને નવા ગ્રાફિક્સ ઉપરાંત નાના ફેરફારો સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. આ બાઇક હવે ત્રણ કલર ઓપ્શન લાઇમ ગ્રીન, કેન્ડી લાઇમ ગ્રીન અને ઇબોનીમાં ઉપલબ્ધ છે. અપડેટેડ કલર પેલેટ સિવાય બાકીની મોટરસાઇકલમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો - EVમાં કેમ લાગી રહી છે આગ? નીતિન ગડકરીએ જણાવ્યું કારણ, કંપનીઓને આ કામ કરવા તાકીદ કરી

ડ્યુઅલ-ચેનલ ABS જેવી સુવિધાઓ અપડેટ કરાઈ

બાઇકમાં BS-6 296cc પેરલ-ટ્વીન, લિક્વિડ-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. તે 38.4bhpનો પાવર અને 27Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનમાં 6-સ્પીડ ગિરીબોક્સ મળે છે. બાઇકમાં ટ્વીન-પોડ હેલોજન હેડલાઇટ, સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, આસિસ્ટ અને સ્લિપર ક્લચ મિકેનિઝમ અને ડ્યુઅલ-ચેનલ ABS જેવા ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે. આ બાઇકની ટોપ સ્પીડ 192kmph છે. માત્ર 6.6 સેકન્ડમાં આ બાઇક 0-100ની સ્પીડ પકડી લે છે.

કાવાસાકીની સૌથી લોકપ્રિય બાઇક છે નીન્જા

અહીં ઉલ્લેખનીય છે કે, નીન્જા અત્યારે કાવાસાકી કંપનીની સૌથી લોકપ્રિય બાઇક છે. આ બાઇક જોરદાર પરફોર્મન્સને કારણે લોકોને ખૂબ આકર્ષિત કરે છે અને આજે પણ તેના ચાહકોની કોઈ કમી નથી

આ બાઇકમાં અત્યારે મળી રહ્યું છે 70,000નું ડિસ્કાઉન્ટ

કાવાસાકી ઇન્ડિયાએ Versys 650 એડવેન્ચર મોટરસાયકલો પર ભારે છૂટની જાહેરાત કરી છે. આ પગલું ભારતમાં ટ્રાયમ્ફ ટાઇગર સ્પોર્ટ 660ના લોન્ચ પછી લેવામાં આવ્યું છે, જેનો હેતુ સીધી મિડલવેઇટ જાપાની બાઇક સાથે ચાલવાનો છે. Versys 650 હવે 70,000 રૂપિયાના સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે વેચવામાં આવી રહી છે.
First published:

Tags: Auto, Auto news

આગામી સમાચાર