કર્ણાટકમાં નહીં ચાલે ઓલા કેબ, સરકારે કેન્સલ કર્યું લાયસન્સ

આગામી છ મહિના માટે આખા રાજ્યમાં ઓલા કેબ ઉપર પ્રતિબંધ લગાવવાનો આદેશ કર્યો

આગામી છ મહિના માટે આખા રાજ્યમાં ઓલા કેબ ઉપર પ્રતિબંધ લગાવવાનો આદેશ કર્યો

 • Share this:
  શરત શર્મા કલાગારુ

  કર્ણાટક ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે Ola કેબનું લાયસન્સ રદ કરવાનો આદેશ આપ્યો છે. શુક્રવારે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના એક સુત્રએ ન્યૂઝ 18ને જણાવ્યું હતું કે ડિપાર્ટમેન્ટે આગામી છ મહિના માટે આખા રાજ્યમાં ઓલા કેબ ઉપર પ્રતિબંધ લગાવવાનો આદેશ કર્યો છે. આ ઓર્ડરની એક કોપી ન્યૂઝ 18 પાસે છે.

  ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ કહ્યું હતું કે તેણે ટ્રાન્સપોર્ટેશન ટેકનોલોજી એગ્રીગેટર્સ રુલ્સ (2016)નો ભંગ કર્યો છે. આથી અમે લાયસન્સ રદ કરવાનો નિર્ણય કર્યો છે.

  આધિકારિક ઓર્ડરના પ્રમાણે લાયસન્સને એટલા માટે કેન્સલ કરવામાં આવ્યું છે કારણ કે Ola કેબે ટૂ-વ્હિલર સર્વિસની શરુઆત કરી દીધી હતી. પણ તેમણે મોટરબાઇક સર્વિસ ચલાવવાની પરમિટ મળી ન હતી. આપેલા ઓર્ડરમાં લખ્યું હતું કે અમને એ વાતની જાણકારી મળી છે કે ઓલાએ મોટરબાઈક સર્વિસની શરુઆત કરી છે. આ વાતની જાણકારી મળ્યા પછી અમે તેની તપાસ કરી હતી અને જાણ થઈ હતી કે ઓલા ગેરકાયદેસર ગતિવિધિઓમાં સામેલ છે. પહેલા તેને લઈને એક Ani Technologies Pvt Ltd (Ola)ને એક નોટિસ જારી કરી હતી અને એક સપ્તાહની અંદર જવાબ આપવા કહ્યું છે.

  ઓલાના અધિકારીઓએ આની ઉપર લેખિતમાં જવાબ આપી દીધો છે પણ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને આ જવાબ સંતોષકારક લાગ્યો નથી. તેને લઈને ઓર્ડરમાં લખ્યું છે કે સ્પષ્ટીકરણ પર્યાપ્ત ન હતું તેથી વિભાગ કાર્યવાહી શરુ કરી રહ્યું છે અને પરમિટ રદ કરી રહ્યું છે. આગામી છ મહિના સુધી ઓલા કેબને કર્ણાટરના રસ્તાઓ ઉપર ચાલવા માટે પ્રતિબંધિત કરવામાં આવી છે.

  ઓલાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આ મામલાને લઈને અમે સરકારી અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. સંબંધિત મંત્રાલયોના બધા સવાલોના જવાબ આપી રહ્યા છીએ.

  કર્ણાટકમાં હાલના સમયે લગભગ 10 હજાર ઓલા કેમ્બ છે. જે બેંગલોરની છોડીને મૈસુર, મેંગલોર અને હુબલીમાં સર્વિસ આપી રહી છે.
  Published by:Ashish Goyal
  First published: