નવી દિલ્હી: સાઇબર સિક્યોરિટી ફર્મ Kasperskyના વિશ્લેષક Tatyana Shishkova તરફથી Android ફોન યૂઝર્સને ગૂગલ પ્લે સ્ટોર (Google play store) પર પાવરફૂલ જોકર માલવેર (Joker malware)ની વાપસી અંગે ચેતવણી ઊચ્ચારી છે. શિશ્કોવાને માલુમ પડ્યું છે કે હાલ જોકર માલવેર ઓછામાં ઓછી (Joker malware)15 Android એપ્લિકેશનને પ્રભાવિત કરી રહ્યો છે. ગત વર્ષે જોકર માલવેરે અનેક એપ્સને પ્રભાવિત કરી હતી. જે બાદથી ચિંતા વધી ગઈ હતી.
જોકે, યૂઝર્સની સુરક્ષા માટે ગૂગલે પગલાં ભર્યાં હતા અને આવી એપ્સને પ્લે સ્ટોરમાંથી હટાવી દીધી હતી. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે માલવેર ફરીથી Google Play Store પર પરત આવી ગયો છે. અમુક એપ્સ જોકર માલવેરથી પ્રભાવિત થઈ છે. આ એપ્સમાં અમુક ઓછી જાણીતી અને અમુક જાણીતી એપ્સ પણ સામેલ છે. Shishkovaના રેડ લિસ્ટમાં અમુક પ્રસિદ્ધ એપ્સના પણ નામ છે.
જોકર માલવેરથી નુકસાન
જોકર માલવેર ખૂબ જ ખતરનાક અને પ્રસિદ્ધ માલવેર છે. આ માલવેર તમારી એટલે કે યૂઝર્સની જાણ વગર જ પ્રીમિયમ સેવા સબ્સક્રાઇબ કરી દે છે. આ માલવેર ગૂગગ પ્લે સ્ટોરમાં રહેલી એપ્સમાં આવી જાય છે. આ એપ્સને ડાઉનલોડ કરવામાં આવતા તે મોબાઇલમાં પ્રવેશ કરી લે છે. જોકેર માલવેર પ્લે સ્ટોરની સુરક્ષામાં પણ સેંધ લગાવી શકે છે. આ માલવેર સરળતાથી ડિલિટ નથી થતો. નિષ્ક્રિય રહ્યા બાદ તે ફરીથી સક્રિય થાય છે.
2017માં જાણ થઈ હતી
આ માલવેર વિશે વર્ષ 2017માં સૌપ્રથમ વખત જાણ થઈ હતી. ગૂગલ વર્ષોથી યૂઝર્સને આ જોકર માલવેરથી બચાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યું છે. આ માલવેર જાતે જ ઑનલાઇન એડ પર ક્લિક કરી લે છે. એટલે કે સુધી કે ટ્રાન્ઝેક્શન માટેના ઓટીપી પણ જોઈ લે છે.
ઉપરની કોઈ પણ એપ્લિકેશન જો તમારા એન્ડ્રોઇડ ફોનમાં ઇન્સ્ટોલ હોય તો તેને ફટાફટ ડિલિટી કરી દો. શક્ય છે કે આ એપ્સમાં આવતા એપડેટ્સ સાથે જોકર માલવેર તમારા ફોનમાં પ્રવેશ કરી શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર