જોન અબ્રાહમે અરશદ વારસીને કેમ ગિફ્ટ કરી 12 લાખની બાઈક, જાણો - કારણ

News18 Gujarati
Updated: January 14, 2020, 10:53 PM IST
જોન અબ્રાહમે અરશદ વારસીને કેમ ગિફ્ટ કરી 12 લાખની બાઈક, જાણો - કારણ
વારસી પાસે પહેલાથી જ ડુકાટી અને ઈન્ડિયન સ્કાઉટ બાઈક છે

તમને જણાવી દઈએ કે, જોન અબ્રાહમ અને અરશદ વારસી બંને બાઈકના દિવાના છે.

  • Share this:
કોણ નથી જાણતું કે, જોન અબ્રાહમને બાઈકનો કેટલો પ્રેમ છે. હાલમાં જ તેણે પાગલપંતીના કોસ્ટાર અરશદ વારસીને નવા વર્ષ પર 12 લાખની બાઈક BMW F750 GS ગિફ્ટ કરી છે. તમને જણાવી દઈએ કે, જોન અબ્રાહમ અને અરશદ વારસી બંને બાઈકના દિવાના છે. મિડ-ડેના રિપોર્ટ અનુસાર, જોન અબ્રાહમે BMW F750 GSનો ફોટો અરશદ વારસીને મોકલ્યો અને પુછ્યું કે આ બાઈક કેવી છે? જવાબ આપતા અરસદ વારસીએ બાઈકના ખુબ વખાણ કર્યા. વારસીએ પૂછ્યું કે શું તમે આ બાઈક કરીદવાના છો? તો જોન અબ્રાહમે કહ્યું કે, તે આ બાઈક અરશદ માટે કરીદવા માંગે છે. તમને જણાવી દઈએ કે, વારસી પાસે પહેલાથી જ ડુકાટી અને ઈન્ડિયન સ્કાઉટ બાઈક છે.

અરશદ વારસીએ કહ્યું કે, તેમણે જોનને બાઈક ગિફ્ટ કરવાની ના પાડી, પરંતુ તે ન માન્યા અને તેમણે બાઈક તેની પાસે મોકલી દીધી. ત્યારબાદ અરશદ વારસીએ ટ્વીટર પર જોન અબ્રાહમને આ માટે ધન્યવાદ કહ્યું. પિક્ચરમાં અરશદ વારસી બાઈક સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. તેમાં બાઈક ઓસ્ટિન યલો મેટેલિક કલરની જોવા મળી રહી છે.

રિપોર્ટ અનુસાર, અરશદે કહ્યું કે, જોને મારી પત્ની મારિયાને પણ આ માટે મનાવી લીધી છે કે તે મને બાઈકની સવારી કરવા દે. અરશદ આગળ કહે છે કે, જ્યારે મે મારિયા સાથે લગ્ન કર્યા તો તેણે મને બાઈકની સવારી કરવાની બિલકુલ ના પાડી દીધી હતી. પરંતુ વર્ષ 2006માં જ્યારે જોનને ખબર પડી કે, હું મારી પત્નીના કહેવા પર બાઈક સવારી નથી કરતો તો તેણે મારી પત્નીને ફોન કરી મનાવી લીધા. તમને એ પણ જણાવી દઈએ કે, BMW F750 GS ઓટોમેટિક સ્ટેબિલિટી કન્ટ્રોલ અને ABS સાથે આવે છે.
First published: January 14, 2020
વધુ વાંચો
अगली ख़बर