કર લો દુનિયા મુઠી મેં... JIOની મેગા ઓફર, માત્ર રૂ. 149માં રોજ 1GB ડેટા

70 દિવસની વાત કરીએ તો 349 રૂપિયામાં જીયો કંપની 1 જીબી પ્રતિદિન વપરાશ માટે આપશે...

70 દિવસની વાત કરીએ તો 349 રૂપિયામાં જીયો કંપની 1 જીબી પ્રતિદિન વપરાશ માટે આપશે...

  • Share this:
કર લો દુનિયા મુઠી મેં... વર્ષ 2018 મોબાઇલ ધારકો માટે રિલાયન્સની ટેલિકોમ કંપની જીયોએ મેગા ઓફર લોન્ચ કરી છે. જેમાં માત્ર 149 રૂપિયામાં મળશે રોજ 1 જીબી ડેટા.

ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર. લોકોને એક બીજા સાથે ક્નેક્ટ રાખનાર..રિલાયન્સની જીયો કંપનીએ નવા વર્ષની શરૂઆત માટે ધમાકેદાર ઓફર લોન્ચ કરી છે. જીયોના મોબાઇલ ધારકો માટે આ વખતનો પ્લાન જરા હટકે છે. જેમાં કંપનીએ હેપ્પી ન્યૂ યર 2018ની જોરદાર ઓફર આપી છે. આ ઓફરથી મોબાઇલ ધારકોને ખુશ કરી દિધા છે. સૌથી સસ્તા જીયોના પ્લાનની વાત કરીએ તો...

જીયોએ માત્ર 149 રૂપિયા પ્રતિમહિનના દરે રોજ 1 જીબી ડેટા ઉપયોગમાં લેવાની ઓફર આપી છે. વળી એક જીબી પેકના આ પ્લાનમાં બે વિકલ્પો પણ આપ્યા છે. જેમાં 50 ટકા વધારે ડેટા અથવા 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. 149 રૂપિયા 1 જીબી ડેટા 28 દિવસ માટે આજ પ્લાનમાં 1.5 જીબી ડેટા જોઇએ તો મોબાઇલ ધારકોએ 198 રૂપિયા ચુકવવા પડશે.

તો 70 દિવસની વાત કરીએ તો 349 રૂપિયામાં જીયો કંપની 1 જીબી પ્રતિદિન વપરાશ માટે આપશે, અને જો તેમાં 1.5 જીબીના ડેટા જોઇએ તો આ પ્લાનમાં 398 રૂપિયા ચુકવવા પડશે. હવે જો કોઇને 84 દિવસ માટે પ્લાન જોઇએ તો પ્રતિદિન મહિને 399 રૂપિયા ચુકવવા પડશે. જેમાં પ્રતિદિન 1 જીબી ડેટા તો મળશે જ, અને આજ મહિનાના પ્લાનમાં એટલે કે 84 દિવસ અને 1.5 જીબી ડેટા જોઇ તો 448 રૂપિયા ચુકવવા પડશે.

લોકો એક બીજા માટે સતત જોડાયેલા રહે તે માટે જીયોએ 91 દિવસનો પણ પ્લાન ઓફરમાં મુક્યો છે. પ્રતિમહિને 449 રૂપિયા ભરો તો પ્રતિદિન 1 જીબી ડેટા તો મળશે જ પરંતુ જો 1.5 જીબી ડેટા પ્રતિદિન જોઇ તો માત્ર 498 રૂપિયામાં જ ભરવા પડશે.

આમ ટેલિકોમ કંપનીમાં લોકોને ઇન્ટરનેટની આઝાદી અપાવનાર જીયો કંપનીની ઓફર લોકોને તો જરૂરથી ગમશે સાથે લોકો પણ ડેટા પેકના વાડામાંથી મુક્ત થઇ જરૂરથી કહેશે કે જીયો દિલ સે...

જીયોની નવા વર્ષની ઓફર
- 149 રૂપિયામાં અનલીમીટેડ વાતચીત
- 149 રૂપિયામાં પ્રતિદિન 1 જીબી ડેટા ફી
- 1 જીબી પ્લાનમાં કંપીએ આપ્યા બે વિકલ્પ
- 50 ટકા વધારે ડિસ્કાઉન્ટ પણ અપાશે
- 149 રૂપિયામાં 1 જીબી ડેટા 28 દિવસ માટે
- 1.5 જીબી ડેટા માટે 198 રૂપિયા ચુકવવા પડશે
- 70 દિવસના પ્લાન માટે 349 રૂપિયામાં પ્રતિદિન 1 જીબી ડેટા
- 70 દિવસ માટે 1.5 જીબીના ડેટા માત્ર 398 રૂપિયામાં મળશે
- 84 દિવસ માટે આ પ્લાન જોઇએ તો પ્રતિદિન મહિને 399 રૂપિયા ચુકવવા પડશે
- 84 દિવસ માટે 1.5 જીબી ડેટા જોઇ તો 448 રૂપિયા ચુકવવા પડશે
First published: