Jio આપી રહ્યું છે થાઇલેન્ડ જવાની તક, 100 લોકોને ફ્રી રિચાર્જ પણ! બસ ફોન ઉઠાવો અને પૂરી કરો આ ચેલેન્જ

News18 Gujarati
Updated: January 27, 2020, 2:59 PM IST
Jio આપી રહ્યું છે થાઇલેન્ડ જવાની તક, 100 લોકોને ફ્રી રિચાર્જ પણ! બસ ફોન ઉઠાવો અને પૂરી કરો આ ચેલેન્જ
Jios Got Talentમાં ભાગ લેવા માટેની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી છે.

Jioએ ‘Jio’s Got Talent’ લૉન્ચ કરી છે જેને જીતીને તમે પણ થાઈલેન્ડ જઈ શકો છો

  • Share this:
રિલાયન્સ જિયો (Reliance Jio) અને સ્નેપચેટ ઇન્ક (Snapchat Inc)એ મળીને યૂઝર્સ માટે એક ક્રિએટિવ ચેલેન્જ ‘Jio’s Got Talent’ લૉન્ચ કરી છે. આ ભારતની પહેલી 10 સેકન્ડવાળી ક્રિએટિવ ચેલેન્જ (creative challenge) છે. તેમાં જીતનારાને થાઈલેન્ડ (Thailand trip) જવાની તક આપવામાં આવી રહી છે. આ ચેલેન્જ દ્વારા સ્નેપચેટ યૂઝર્સ મજેદાર અને ક્રિએટિવ રીતે પોતાના ટેલેન્ટનું પ્રદર્શન કરી શકે છે.

શું છે Jio's Got Talent ચેલેન્જ?

>> જિયો અને સ્નેપચેટે Snapchat Lens બનાવ્યો છે. તેમાં યૂઝર્સ અલગ-અલગ રીતે પ્રોપ્સ જેમ કે માઇક, હૅટ, હેડફોન અને લાઇટ રિંગને સિલેક્ટ કરી શકે છે.

>> આ ચેલેન્જમાં ભાગ લેવા માટે યૂઝર્સને સ્નેપચેટ પર Jio’s Got Talent લેન્સનો ઉપયોગ કરીને 10 સેકન્ડનો વીડિયો રેકોર્ડ કરવો પડશે, જેમાં તે પોતાનું ટેલેન્ટ દર્શાવશે.
>> ત્યારબાદ પાર્ટિસિપન્ટને પોતાના Snapchat કે Snapcode યૂઝરનેમના વીડિયોમાં લખવાનું રહેશે અને તેને સ્નેપચેટની ‘Our Story’માં અપલોડ કરવો પડશે જેથી તે સૌને (Public) દેખાય.
માત્ર 4 ફેબ્રુઆરી સુધી જ ચેલેન્જ

કંપનીએ આ ચેલેન્જની શરૂઆત 26 જાન્યુઆરી 2020ના રોજ કરી છે અને તેની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી 2020 છે.


જીતનારાને Thailand જવાની તક

જીતનારા એક કન્ટેસ્ટન્ટને બે લોકો માટે થાઇલેન્ડ ટ્રિપ મળશે. આ ઉપરાંત બાકી વિજેતાઓને ગિફ્ટ તરીકે જિયો રિચાર્જ ઑફર આપવામાં આવશે.

અહીં ક્લિક કરીને તમે પણ લઈ શકો છો આ ચેલેન્જમાં ભાગ..

(ડિસ્ક્લેમર : ન્યૂઝ18 હિન્દી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.)

આ પણ વાંચો, Vodafone ગ્રાહક 200 રૂપિયાથી ઓછા રિચાર્જ પર મેળવો અનલિમિટેડ Calling, 21GB ડેટા પણ...
First published: January 27, 2020
વધુ વાંચો
अगली ख़बर